સરકારની “માં” અને “માં વાત્સલ્ય” યોજનાનો લાભ કેવી રીતે લેવો, અને કોણ અને ક્યાંથી મેળવી શકે તેની પૂર્ણ માહિતી

0
30966

આજે અમે તમને જણાવીશું મુખ્યમંત્રી અમૃતમ “માં” અને “માં વાત્સલ્ય” યોજનાઓ વિષે. જેથી જરૂરિયાતમંદ લોકો એનો લાભ મેળવી શકે. આ યોજના હેઠળ લાભાર્થીઓ માટે રજીસ્ટ્રેશનથી લઇને લેબોરેટરી, ઓપ્રેસન, દવાઓ, દર્દીનો ખોરાક તેમજ અન્ય સેવાઓ ફ્રી માં આપવામાં આવે છે. અને દર્દીનો મુસાફરીનો પણ ચાર્જ (રૂ.૩૦૦) હોસ્પિટલ દ્વારા ચૂકવાય છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને મળેલ નિયત ખર્ચ માન્ય હોસ્પિટલને સરકાર દ્વારા સીધો આપવામાં આવે છે. “માં” અને “માં વાત્સલ્ય” કાર્ડ ધરાવતા લાભાર્થીઓ પોતાની સારવાર માટે માન્ય હોસ્પિટલમાં જઈને એનો લાભ લઇ શકે છે. જેમાં સરકાર તરફથી અમુક નિશ્ચિત નાણાકીય સહાય મળે છે.

મુખ્યમંત્રી અમૃતમ “માં” અને “માં વાત્સલ્ય” યોજના જે હેલ્થ ઈન્સ્યોરન્સ આધારિત છે, જેમાં કોઈપણ અન્ય વીમા કંપનીનો સમાવેશ થતો નથી. ગંભીર બીમારીઓ માટે કુટુંબ દીઠ વાર્ષિક મહતમ રૂ.2,00,000/- (અંકે રૂપિયા બે લાખ) સુધીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ દાઝેલા, હદયરોગ, કિડનીના ગંભીર રોગ, મગજના રોગ, ગંભીર ઈજાઓ, અકસ્માત, નવજાત શિશુઓના ગંભીર રોગો, કેન્સર ઓપ્રેસન જેવી કુલ-628 જેટલી બીમારીઓ માટે ઉતમ પ્રકારની સારવાર આપવામાં આવે છે.

કેવી રીતે લેવો “માં વાત્સલ્ય” યોજનાનો લાભ :

એના માટે ગરીબ પરિવારે રૂ.2,50,000 કે તેથી ઓછી આવક ધરાવતો આવકનો દાખલો નીચે પ્રમાણે જણાવેલ અધિકારીઓ પાસેથી મેળવાનો રહેશે.

(૧.) જીલ્લા કલેકટરશ્રી (૨.) જીલ્લા વિકાસ અધિકારીશ્રી (૩.) નાયબ કલેકટરશ્રી/પ્રાંત અધિકારીશ્રી (૪.) નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી (૫.) તાલુકા મામલતદાર/સીટી મામલતદાર (૬.) તાલુકા વિકાસ અધિકારીશ્રી (૭.) નાયબ મામલતદારશ્રી

હવે આવકનો દાખલો મેળવ્યા પછી કુટુંબના સભ્યોને લઈને નજીકના તાલુકા કીઓસ્કની મુલાકાત લેવી. પરિવારના પાંચ વ્યક્તિની નોંધણી કરાવી “માં વાત્સલ્ય” કાર્ડ મેળવવાનું રહેશે.

હવે જાણીએ ”માં” યોજનાનો લાભ કેવી રીતે લેવો :

આ યોજના માટે જો તમારું નામ BPL યાદીમાં હોય, તો તમારા કુટુંબના સભ્યોને લઇને નજીકના તાલુકા કિઓસ્કની મુલાકાત લો. ત્યાર બાદ પરિવારના પાંચ વ્યક્તિની નોંધણી કરાવી અને “માં” કાર્ડનો લાભ લેવો.

મુખ્યમત્રી અમૃતમ “માં” અને “માં વાત્સલ્ય” યોજના હેઠળ સહાય મળવા પાત્ર “મુખ્ય” હોસ્પિટલોની યાદી નીચે મુજબા છે.

ક્રમ     હોસ્પિટલનું નામ           શહેર

1 આરના સુપર સ્પે.હોસ્પિટલ. અમદાવાદ

2 નારાયણ હદયાલય પ્રા.લી, અમદાવાદ

3 HCG કેન્સર સેન્ટર સોલા, અમદાવાદ

4 બોડી લાઈન હોસ્પિટલ, અમદાવાદ

7 રાજસ્થાન હોસ્પિટલ, અમદાવાદ

6 પુષ્પા ચિલ્ડ્રન હોસ્પિટલ, અમદાવાદ

7 HCG મલ્ટી સ્પે. હોસ્પિટલ, અમદાવાદ

8 મેડીલીંક હોસ્પિટલ, અમદાવાદ

9 GCS મેડીકલ કોલેજ, અમદાવાદ

10 સંજીવની સુપેર સ્પે હોસ્પિટલ, અમદાવાદ

11 જયદીપ હોસ્પિટલ, અમદાવાદ

12 પારેખ હોસ્પિટલ, અમદાવાદ

13 ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ, અમદાવાદ

14 ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ

15 કીડની ડાયા.એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ

16 સિવિલ હોસ્પિટલ, અમદાવાદ

17 યુ.એન.મહેતા કાર્ડીઓલોજી, અમદાવાદ

18 શેઠ વી એસ જનરલ હોસ્પિટલ, અમદાવાદ

19 L.G મ્યુનિસિપલ હોસ્પિટલ, અમદાવાદ

20 મ્યુની.કોર્પો.હોસ્પિટલ, અમદાવાદ

21 જનરલ હોસ્પિટલ સોલા, અમદાવાદ

22 સ્પિન ઇન્સ્ટીટયુટ એન્ડ હોસ્પિટલ, અમદાવાદ

23 ક્રિષ્ના હોસ્પિટલ, આણંદ

24 M.M પરીખ કાર્દી.કેર સેન્ટર, આણંદ /ખંભાત

25 હનુમંત હોસ્પિટલ, ભાવનગર

26 HCG હોસ્પિટલ, ભાવનગર

27 ભાવનગર સિવિલ હોસ્પિટલ, ભાવનગર

28 ગુજરાત અદાણી હોસ્પિટલ, ભુજ

29 સ્ટલિંગ રામકૃષ્ણના હોસ્પિટલ, ગાંધીનગર

30 GOENKA હોસ્પિટલ, ગાંધીનગર

31 GMERS મેડીકલ કોલેજ હોસ્પિટલ, ગાંધીનગર

32 ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ, જામનગર

33 પ્રેમ સ્વરૂપ સ્વામી મલ્ટી હોસ્પિટલ, કલોલ

34 DDMM કાર્ડ ઇન્સ્ટીટયુટ, ખેડા

35 AIMS હોસ્પિટલ, કચ્છ

36 બા કેન્સર હોસ્પીટલ, નવસારી

37 ઓરેન્જ હોસ્પિટલ, નવસારી

38 યેશા સુપર સ્પે હોસ્પિટલ, નવસારી

39 યશકીન હોસ્પિટલ, નવસારી

40 માવજત મલ્ટી સ્પે.હોસ્પિટલ, પાલનપુર

41 પાટણ જનતા હોસ્પિટલ, પાટણ

42 GMERS મેડીકલમેડીકલ કોલેજ હોસ્પિટલ, પાટણ

43 સ્ટલિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ, રાજકોટ

44 બી ટી સવાણી કીડની હોસ્પિટલ, રાજકોટ

45 શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ

46 ક્રિષ્ના મલ્ટી સ્પે.હોસ્પિટલ, રાજકોટ

47 એન.પી.કેન્સર હોસ્પિટલ, રાજકોટ

48 યુનિકેર હોસ્પિટલ, રાજકોટ

49 એચ જે દોશી હોસ્પિટલ, રાજકોટ

50 સિવિલ હોસ્પિટલ, રાજકોટ

51 મેડીસ્ટાર હોસ્પિટલ પ્રા.લી., બનાસકાંઠા

52 ભારત કેન્સર હોસ્પિટલ, સુરત

53 શ્રી બી ડી મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટીટયુટ, સુરત

54 પ્રભુ જનરલ હોસ્પિટલ, સુરત

55 પી પી સવાણી હાર્ટ ઇન્સ એન્ડ મલ્ટી હોસ્પિટલ, સુરત

56 સીતા સુપર સ્પેશિયલ હોસ્પિટલ, સુરત

57 લાઈફ લાઈન હોસ્પિટલ, સુરત

58 લિઓન્સ હોસ્પિટલ, સુરત

59 સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ, સુરત

60 યુંનીકેર હોસ્પિટલ, સુરત

61 વોકહાર્ટ હોસ્પિટલ, સુરત

62 સુરત મ્યુનિ કોર્પો મેડી કોલેજ એન્ડ હોસ્પિટલ, સુરત

63 સિવિલ હોસ્પિટલ, સુરત

64 શ્રીજી હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર, વડોદરા

65 સ્ટરલિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ, વડોદરા

66 ધીરજ હોસ્પિટલ એન્ડ એન્ડ સુમનદીપ વિદ્યાપીઠ, વડોદરા

67 બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટયુટ, વડોદરા

68 બરોડા હાર્ટ ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટર, વડોદરા

69 મુની સેવા આશ્રમ, વડોદરા

70 પ્રેમદાસ જલારામ હોસ્પિટલ, વડોદરા

71 હિમાલયા કેન્સર હોસ્પિટલ, વડોદરા

72 વિરોક સુપર સ્પે.હોસ્પિટલ, વડોદરા

73 પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ, વડોદરા

74 રીધમ હોસ્પિટલ, વડોદરા

75 નાનક સુપર સ્પે.હોસ્પિટલ, વડોદરા

76 મેટ્રો હોસ્પિટલ, વડોદરા

77 SCHVIJK હોસ્પિટલ, વડોદરા

78 બેન્કર્સ હાર્ટ એન્ડ મલ્ટી સ્પે.હોસ્પિટલ, વડોદરા

79 એસ.એસ.જી.સિવિલ હોસ્પિટલ, વડોદરા

80 GMERS મેડીકલ વલસાડ, વડોદરા

81 નાડકારની હોસ્પિટલ, વલસાડ

82 GMERS હોસ્પિટલ, વલસાડ

દરેક મિત્રોને વિનંતી કે આ માહિતી દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે, જેથી તમારા દરેક મિત્ર સાથે શેર કરો. અમારો આ આર્ટીકલ વાંચવા માટે તમારો ખુબ ખુબ આભાર. મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ આર્ટીકલ ગમ્યો હશે, જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ એવું “ખેડૂ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે શેર કરો. આભાર….