માં એ તાવમાં તડપતા નવજાતને દૂધ પીવડાવવાની પાડી ના, કહ્યું : સુંદરતા ઘટી જશે મારી.

0
533

‘માતા’ માતાનું નામ સાંભળતા જ આપણા મનમાં અનેક વિચારો આવવા લાગે છે, જેવા કે માતાતો દેવીનું રૂપ હોય છે, માતાતો ત્યાગની દેવી હોય છે, માતા પોતે ભૂખ વેઠીને પોતાના બાળકોનું પેટ ભરે છે, પરંતુ આજના સમયમાં આ વિચારો કરવા ખોટા પડશે, કેમ કે આજના સમયની માતાઓ કેવી હોય છે. તે આ ઘટના વાંચીને તમે જ નક્કી કરો.

માતાનું દૂધ ન મળવાને કારણે લગભગ એક મહિનાના માસુમની તબિયત ખરાબ થઇ ગઈ છે. જેને લઈને તેની દાદી હોસ્પિટલમાં ઈલાજ કરાવી રહી છે.

મધ્ય પ્રદેશના ડીંડોરીમાં એક માતાએ પોતાની જ નવજાત દીકરીને દૂધ પુવ્રાવવાની ના કહી દીધી. કેમ કે બાળકી એટલી સુંદર ન હતી જેટલી તેની માતા ઇચ્છતી હતી. એટલું જ નહિ, નિર્દયી માતા માસુમને તેની દાદી પાસે મુકીને જતી રહી. માતાનું દૂધ ન મળવાથી લગભગ એક મહિનાની માસુમની તબિયત ખરાબ થઇ ગઈ છે. તેણે લઈને તેની દાદી હોસ્પિટલમાં સારવાર કરાવી રહી છે.

ઘટના જીલ્લાના બિલાઈ ખાર ગામની છે, ત્યાં એક વૃદ્ધ પોતાની એક મહિનાની પૌત્રીને લઈને હોસ્પિટલમાં દાખલ છે. ૩૪ દિવસની માસુમ સખત તાવથી તડપતી રહી છે. ઝાડાથી દુઃખી છે. ડોક્ટરનું કહેવું છે કે માતાનું દૂધ ન પીવાથી જ તેની આ હાલત થઇ છે.

ચહેરાનું તેજ ઓછું થઇ જશે :-

જાણકારી મુજબ મહિલાની માતાએ જ તેને જણાવ્યું હતું કે જો તે પોતાની દીકરીને દૂધ પીવરાવે છે, તો તેના ચહેરાનું તેજ ઓછું થઇ જશે. જેને લીધે તે પોતાનું દૂધ કાઢીને ફેંકી તો દેતી હતી, પણ દીકરીને પીવરાવતી ન હતી.

લગ્ન કર્યા વગર જ બંને સાથે રહેતા હતા :-

બાળકીની દાદીના જણાવ્યા મુજબ તેનો દીકરો અને માસુમની માતા લગ્ન કર્યા વગર જ સાથે રહેતા હતા, જેને લઈને માસુમના નાણા સાથે ઘણી વખત ઝગડા પણ થયા હતા. જેથી માસુમના નાણાએ તેના પિતા ઉપર હુમલો પણ કરી દીધો હતો અને ત્યાર થી તે ઈજાગ્રસ્ત હાલતમાં ઘરમાં પડ્યો છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.