આ રાજ્યની કેબિનેટે બનાવ્યો કાયદો હવે માં-બાપની સેવા નહિ કરો તો મળશે આ સખત સજા

0
1996

બિહાર કેબીનેટની મંગળવારે થયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, બિહારમાં રહેવા વાળા સંતાન જો માં-બાપની સેવા નહિ કરે, તો એમને જેલની સજા થઈ શકે છે. માં-બાપની ફરિયાદ મળતા જ એવા સંતાન પર કાર્યવાહી થશે. મંગળવારના રોજ કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહિ, વૃદ્ધજન પેન્શનની અરજી પર 21 દિવસમાં નિર્ણય લેવો પડશે.

15 પ્રસ્તાવો પર મહોર લાગી :

મંગળવારે બિહાર કેબીનેટની થયેલી બેઠકમાં કુલ 15 પ્રસ્તાવો પર મોહર લગાવવામાં આવી છે. જેમાં કશ્મીરના પુલવામામાં થયેલ આતંકવાદી ઘટનામાં શહીદ બિહારી જવાનના આશ્રીતોને બિહાર સરકારે નોકરી આપવાનો નિર્ણય આપ્યો છે. એના અંતર્ગત ભાગલપુરના શહીદ રતન કુમાર ઠાકુર અને બેગુસરાયના પિંટુ કુમાર સિંહના આશ્રીતોને નોકરી આપવામાં આવશે.

અરજીઓને પેન્ડીંગ નહિ રાખી શકાય :

પ્રદેશમાં 1 એપ્રિલ 2019 થી લાગુ કરવામાં આવેલી વૃદ્ધજન પેન્શન યોજનાની અરજીઓને હવે લટકાવીને નહિ રાખી શકાય, એટલે કે અરજીઓ હવે પેન્ડીંગ નહી રાખી શકાય. કોઈ પણ વૃદ્ધ દ્વારા કરવામાં આવેલી અરજીનું પ્રખંડ વિકાસ અધિકારીએ 21 દિવસની અંદર નિવારણ લાવવાનું રહેશે. વૃદ્ધજન પેન્શન યોજનાને સરકારે બિહાર લોક સેવાઓના અધિકાર અધિનિયમ 2011 ના ક્ષેત્રમાં લાવી દીધી હતી.

લોક સેવાઓના અધિકાર કાયદા સાથે જોડવામાં આવ્યા છે :

મંત્રીમંડળની બેઠક પછી કેબીનેટના પ્રધાન સચિવ સંજય કુમારે જણાયું છે કે, રાજ્ય સરકારના પ્રદેશના એવા વૃદ્ધ જેમને કયાંકથી કોઈ પેન્શન નથી મળી રહ્યું, એમના માટે વૃદ્ધજન પેન્શન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. 60 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધોને 400 રૂપિયા અને 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને 500 રૂપિયા માસિક પેન્શન આપવાનું છે.

આ મહત્વપૂર્ણ યોજનાથી કોઈ વૃદ્ધ વંચિત ન રહે એટલા માટે આ નવી યોજનાને લોક સેવાઓના અધિકારના કાયદા સાથે જોડવામાં આવી છે. યોજનાનો લાભ મેળવવા માટે કરવામાં આવેલી અરજીઓની કાર્યવાહી 21 દિવસની અંદર પૂરી કરવી પડશે.

પુલવામા, કુપવાડા શહીદના પરિવારના એક સભ્યને નોકરી :

મંત્રીમંડળે કશ્મીરના પુલવામાં અને કુપવાડામાં બિહારના શહીદ સપુત ભાગલપુરના રતન કુમાર ઠાકુર, પટનાના સંજય કુમાર સિન્હા અને બેગુસરાયના શહીદ પિંટુ કુમારના પરિવારના કોઈ એક સભ્યને સરકારી નોકરી માટે નિયુક્ત કરવાની પ્રસ્તાવનાનો સ્વીકાર કર્યો છે. એ સભ્યની પસંદગી એમની શૈક્ષણિક લાયકાતના આધાર પર ત્રીજા અથવા ચોથી વર્ગની શ્રેણીમાં થઈ શકશે. શહીદ જવાનની પત્ની પરીવારના જે સભ્યનું નામ જણાવશે, એને સરકારી નોકરી માટે નિયુક્ત કરવામાં આવશે.

માં-બાપની ફરિયાદનું નિવારણ ડીએમ કરશે :

સમાજ કલ્યાણ વિભાગના એક પ્રસ્તાવ પર મંત્રીમંડળે 2007 માં કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલી માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ તથા કલ્યાણ અધિનિયમમાં સંશોધન કર્યું છે. પહેલા બાળકો દ્વારા કાઢી મુકાયેલા માં-બાપે ન્યાય મેળવવા માટે જિલ્લાની ફેમિલી કોર્ટમાં અપીલ કરવી પડતી હતી. જ્યાં સુનાવણી પ્રધાન ન્યાયાધીશના સ્તર પર થતી હતી. પણ હવે માં-બાપ જિલ્લાધિકારીની અધ્યક્ષતામાં બનેલ અપીલ અધિકરણમાં અપીલ કરશે. અને ડીએમ જ આવી બાબતોમાં સુનાવણી કરશે.

ખેડૂત સલાહકારોનું મહેનતાણું વધાર્યું :

રાજ્ય સરકારે ખેડૂતોને સલાહ આપવા માટે પ્રદેશ સ્તર પર 6404 ખેડૂત સલાહકારોની સેવા લીધી છે. પહેલા ખેડૂત સલાહકારોને 200 રૂપિયા મહેનતાણું આપવામાં આવતું હતું, જેને મંત્રીમંડળની સહમતીથી વધારવામાં આવ્યું છે. ખેડૂત સલાહકારોને હવે 200 ની જગ્યાએ 1000 રૂપિયાના મહેનતાણા પણ લેવામાં આવશે. મંત્રીમંડળના ચાલુ નાણાકીય વર્ષ માટે 95.22 કરોડ રૂપિયા સ્વીકારવામાં આવ્યા છે.

બીજ વિતરણ યોજના માટે 76.56 કરોડ :

મંત્રીમંડળે ગુણવત્તા પૂર્ણ બીજોની પહોંચ ઘણા દૂરના ગ્રામીણ ક્ષેત્રોમાં કરવા અને એમનો ઉપયોગ વધારવા માટે શરુ કરવામાં આવેલી મુખ્યમંત્રી ઝડપી બીજ વિતરણ યોજના માટે 76.56 કરોડ રૂપિયા સ્વીકાર્યા છે. અને સ્વીકારાયેલી રાશિ આ વર્ષે ખર્ચ કરવામાં આવશે.

મુખ્ય પ્રસ્તાવો પર લાગી મહોર :

મુખ્યમંત્રી વૃદ્ધ પેન્શન યોજનાને રાઈટ ટુ સર્વિસ એક્ટમાં જગ્યા આપવામાં આવી છે.

ગુણવત્તા પૂર્ણ બીજ માટે 76.65 કરોડ રૂપિયા સ્વીકાર્યા.

સુપૌલમાં હાઈડ્રો પાવરનું એક્સ્ટેંશન સ્ટેશન બનશે, 130 મેગાવોટનું થશે ઉત્પાદન.

ડાગમરા જળ વિદ્યુત પરિયોજનાનું એક્સ્ટેંશન, કુલ 11.68 કરોડની સ્વીકૃતિ.

રાજ્ય ખાદ્ય અયોગ્યના સભ્યોના આવાસના ભથ્થામાં સંશોધન, આવાસ ભથ્થામાં થઇ વૃદ્ધિ.

બિહાર નગર તથા નિવેશન સેવા નિયમાવલી 2019 ની સ્વીકૃતિ.

ભાગલપુરમાં ગંગા નદી પર વિક્રમશીલા સેતુને સમાંતર પુલ નિર્માણ, 4 લેનનો બનશે પુલ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.