દેશના આ સ્થળે ફક્ત 5 રૂપિયામાં મળે છે દેશી ઘી માં બનેલુ સ્વાદિષ્ટ જમવાનું, અમિર લોકો પણ આવે છે

0
801

એવું કહેવામાં આવે છે કે, જો માણસને સારું ખાવાનું મળી જાય તો તેનું મન હળવું થઇ જાય છે. અને તમે બધાએ એ પ્રચલિત કહેવત તો સાંભળી જ હશે કે, માણસના દિલનો રસ્તો તેના પેટ માંથી થઈને જાય છે. એટલે જો માણસને સારું ખાવાનું મળી જાય તો તેનું દિલ પણ હંમેશા ખુશ જ રહે છે.

મિત્રો આજે અમે તમને આપના દેશની એક એવી જગ્યા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં માત્ર 5 રૂપિયામાં દેશી ઘી માં બનેલું ઘણું જ સ્વાદિષ્ઠ ભોજન મળે છે. ખરેખર આ જગ્યાએ ખાવાનું ખાધા પછી તમને તમારા ઘરનું ખાવાનું યાદ પણ નહિ રહે. આ જગ્યા દિલ્હીની નજીક ફરીદાબાદ શહેરમાં આવેલી છે.

મળેલી જાણકારી અનુસાર ફરીદાબાદના સેક્ટર 46 માં આવેલા સ્ટેન્ડ માર્કેટમાં દર રવિવારે સવારે અગ્યાર વાગ્યાથી એક અલગ રસોઈ શો લગાવવામાં આવે છે. અને આ રસોઈ શો માં બનેલ ભોજનને ખાવા માટે મોટા મોટા લોકો પણ લાઈન લગાવે છે. જી હાં, અહિયાં દર રવિવારે માત્ર 5 રૂપિયામાં દેશી ઘી માં બનેલા શાક અને પૂરી બધાને ખાવા માટે આપવામાં આવે છે.

જણાવી દઈએ કે, તેની કિંમત એટલી ઓછી એટલા માટે છે, જેથી દરેક વ્યક્તિ ખાવાનું ખાઈ શકે અને કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ન રહે. આ રસોઈનું નામ દાદીની રસોઈ રાખવામાં આવ્યું છે. આ રસોઈને ફરીદાબાદના જ વૃદ્ધ દંપતી જેમની ઉંમર લગભગ 64 વર્ષ છે તે ચલાવે છે.

અને આ સ્વાદિષ્ટ અને સસ્તી રસોઈના માલિક રાજીવ અને તેમના પત્ની અલકા કોચર છે. તેઓ સામાન્ય રિક્ષાવાળાથી લઈને કાર વાળા સુધી દરેકને પેટ ભરીને જમાડે છે. અને અલકાજી  જણાવ્યા અનુસાર તે લોકો દેશી ઘી માં શાક બનાવે છે, અને પૂરી પણ દેશી ઘી માં જ તળે છે અને ગરમા ગરમ ખાવાનું પીરસે છે. એટલે તે ક્યારે પણ ગ્રાહકોને ઠંડી પુરીઓ નથી આપતા.

અહીં મેળતી 5 રૂપિયાની આ પ્લેટમાં બટેટાનું શાક, ચાર પુરીઓ, ભાત, દાળ અથાણું અને સલાડ હોય છે. તેની સાથે જ અલકાજીનું કહેવું છે કે, તે લોકો પોષ્ટિક ખાવાનું ખવરાવવામાં વિશ્વાસ રાખે છે, અને પોતાના ભોજનને પોષ્ટિક બનાવવાનો પૂરો પ્રયાસ કરે છે.

આ રસોઈની શરૂઆત આ વર્ષે એપ્રિલ મહિના માં કરવામાં આવી છે. અને આ કામમાં દંપતીના સંબંધી અને તેના દીકરા પણ તેની મદદ કરે છે. આમ તો આ કાર્યને આગળ લઇ જવામાં ચરણજીત સિંહ નામના વ્યક્તિ પણ તેમના સહયોગી છે. તેનો સંપૂર્ણ ખર્ચ દંપતી પોતે જ ઉપાડે છે. દર રવિવારે રસોઈયા સાથે આખું કુટુંબ નક્કી કરેલી જગ્યાએ પહોચી જાય છે. રસોઈયા શાક બનાવ્યા પછી લોટ બાંધે છે અને પછી જેમ જેમ લોકો આવે છે, તેમ તેમ ગરમ ગરમ પુરીઓ કાઢવામાં આવે છે.

આમ તો તેના વિષે કોચર દંપતીનું કહેવું છે કે તે લોકોને આ ખાવાનું મફતમાં પણ આપી શકે છે. પરંતુ છતાં પણ તે ખાવા માટે લોકો પાસેથી ખુબ જ ઓછા પૈસા લે છે. જેથી તેમનું સ્વભિમાન પણ જળવાઈ રહે અને બધાનું પેટ પણ ભરાઈ જાય. કદાચ તે કારણ છે કે લોકો ઘણા ગર્વથી ખાવાની સાથે શાક અને અથાણું માંગે છે. કેમ કે જો આ ખાવાનું મફત હોત, તો કદાચ તે એવું ન કરે.

આ દંપતીનું કહેવું છે કે કોઈ પણ કામ કરવામાં મુશ્કેલી નથી હોતી. માત્ર થોડી હિમ્મતની જ જરૂર હોય છે. જો નીતિ ચોખ્ખી હોય તો દરેક કામમાં સફળતા મળી જ જાય છે. તેની સાથે જ કોચર દંપતીનું કેહેવું છે સત્સંગ માંથી મળેલી પ્રેરણા પછી કે કોઈ ભૂખ્યા ન રહે, તેમણે આ રસોઈની શરૂઆત કરી છે. આમ તો કોચર દંપતી તો આ રસોઈ દરરોજ બનાવવા માંગે છે. પરંતુ હાલમાં તેમની પાસે ન તો એટલી સુવિધા અને ન તો એટલો સમય છે કે તે આ રસોઈને દરરોજ બનાવે.

અમે તો એ કહીશું કે જો દેશના દરેક વ્યક્તિના વિચારો આટલા સારા બની જાય તો આ દેશમાં ભૂખમરો હંમેશા માટે દુર થઇ જશે.