લૂકમાં બોલિવૂડ અભિનેતાઓને ટક્કર આપે છે બિગ બીનો પૌત્ર અગસ્ત્ય નંદા, શાહરુખની દીકરીનો છે મિત્ર

0
237

કોઈ બોલિવૂડ એક્ટરથી ઓછો નથી બિગ બીનો પૌત્ર અગસ્ત્ય નંદા, સ્ટાઇલ બાબતમાં છે એકદમ પરફેક્ટ. બોલીવુડના મહાનાયક એટલે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન કેમેરાની લાઈમલાઈટથી દુર રહેવાનું જ પસંદ કરે છે. પિતા (અમિતાભ) માં (જયા) અને ભાઈ (અભિષેક)ના ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવા છતાં પણ શ્વેતાએ ક્યારેય તેનું ભાગ્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નથી અજમાવ્યું. તેમણે હંમેશા ફિલ્મી દુનિયાથી દુર તેની કારકિર્દી બનાવી છે અને તેમાં સફળ પણ રહી.

શ્વેતા બચ્ચને વર્ષ 1997 માં બિજનેસનેમ નીખીલ નંદા સાથે લગ્ન કર્યા હતા અને હવે આ કપલને બે બાળકો છે. તેમાં એક દીકરો અગસ્ત્ય નંદા અને એક દીકરી નવ્યા નવેલી નંદા છે. નવ્યાની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે અને અવાર નવાર તેના ફોટા શેર કરે છે.

નવ્યા તો સોશિયલ મીડિયા દ્વારા લોકો વચ્ચે ઘણી પોપુલર છે, પરંતુ તેના દીકરા અગસ્ત્ય વિષે ઘણા ઓછા લોકો જાણે છે. તેથી આજે અમે તમને આ લેખમાં શ્વેતાના દીકરા અગસ્ત્ય વિષે થોડી રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

અગસ્ત્ય સોશિયલ મીડિયા ઉપર ઘણો પ્રસિદ્ધ છે. આમ તો તે ઓછો એક્ટીવ રહે છે, પરંતુ તેની એક એક તસ્વીર ઉપર લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ મળે છે. અગસ્ત્ય નંદાનો જન્મ 23 નવેમ્બર 2000 ના રોજ થયો હતો, હાલમાં જ તેણે તેનો 20 મો જન્મદિવસ ઉજવ્યો છે.

અગસ્ત્ય તેના મામા અભિષેક બચ્ચનની ઘણો નજીક છે. એટલું જ નહિ પરંતુ નાના અમિતાભ બચ્ચન પણ તેને ઘણો પ્રેમ કરે છે. બચ્ચન પરિવારના દરેક કાર્યક્રમમાં અગસ્ત્ય જરૂર હાજર રહે છે.

કપૂર કુટુંબ સાથે પણ છે સંબંધ : આમ તો નીખીલ નંદા, રાજ કપૂરની દીકરી રીતુના દીકરા છે. એ કારણ છે કે નંદા કુટુંબનો સંબધ કપૂર કુટુંબ સાથે પણ છે. આમ તો કપૂર કુટુંબમાં જયારે પણ કોઈ કાર્યક્રમ કે પાર્ટી હોય છે, તો શ્વેરા તેના બંને બાળકો નવ્યા અને અગસ્ત્ય સાથે જરૂરી પહોચી જાય છે.

સુહાના ખાન અને અગસ્ત્ય નંદાની છે સારી મિત્રતા : બોલીવુડના કિંગ ઓફ રોમાન્સ એટલે શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન અને શ્વેતા નંદાના દીકરા અગસ્ત્ય નંદા એક બીજાના સારા મિત્ર ગણવામાં આવે છે. બંને સાથે ઘણી વખત જોવા મળે છે. એટલુ જ નહિ પરંતુ સુહાના અને અગસ્ત્ય એક બીજાના ઈંસ્ટા પોસ્ટ ઉપર પણ જોરદાર કમેન્ટ અને લાઈક કરતા જોવા મળે છે.

અગસ્ત્ય નંદા પણ વિદેશમાં રહીને અભ્યાસ કરે છે. તેમણે લંડનની સેવન ઓક્સ સ્કુલ માંથી સ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરી છે.

અગસ્ત્ય નિર્દેશન અને ફિલ્મ મેકિંગમાં બનાવી શકે છે કારકિર્દી : જો અગસ્ત્ય નંદાની કારકિર્દીની વાત કરીએ તો તેને ફિલ્મ નિર્દેશન અને મેકિંગ તરફ વધુ રસ છે. તેમણે લંડનની સેવન ઓક્સ સ્કુલ માંથી ફિલ્મ મેકિંગમાં જ સ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે તેના ગ્રેજયુએશનના દિવસોમાં તેના બે મિત્રો સાથે એક શોર્ટ ફિલ્મમાં પણ કામ કર્યું હતું અને તે ફિલ્મ માટે તેણે બેકગ્રાઉન્ડ મ્યુઝીક પણ આપ્યું હતું.

અગસ્ત્યને પટકથા અને નિર્દેશનના કામમાં પણ વધુ રસ છે. સોશિયલ મીડિયા ઉપર તે સતત ફોટા શેર કરે છે અને તેના લાખોની સંખ્યામાં ફોલોઅર્સ રહેલા છે

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.