LPG સિલેન્ડરથી જો અકસ્માત થશે, તો પીડિત વ્યક્તિને મળશે વીમા કવર, જાણો સંપર્ણ વિગત.

0
94

LPG ગ્રાહકો માટે સુવિધા, ગેસ સિલેન્ડરથી થયેલ દુર્ઘટના પર મળે છે 40 થી 50 લાખ રૂપિયાનો મફત વીમો, જાણો ક્લેમની પ્રક્રિયા

એલપીજી સિલિન્ડરને કારણે અકસ્માતો થાય છે, તેના ક્લેમ સ્વરૂપમાં પીડિતોને વીમા કવર આપવામાં આવે છે. લગભગ તમામ ઓઇલ કંપનીઓ મુખ્યત્વે તેમના ગ્રાહકોને આ સુવિધા મફતમાં ઉપલબ્ધ કરે છે.

એલપીજી ગ્રાહકો માટે આ ખૂબ ઉપયોગી સમાચાર છે. ઘણી વખત લોકોને કેટલીક યોજનાઓ અને સુવિધાઓનો લાભ ફક્ત એટલા માટે જ નથી મળતો કેમ કે તેઓ તેના વિશે જાણતા નથી હોતા. હજુ પણ ઘણા લોકોને એલપીજી સિલિન્ડરોને લગતી યોજનાઓ વિશે જાણકારી નથી. આવી જ એક યોજના છે એલપીજી સિલિન્ડર ઉપર મળતો વીમો જેના વિશે અમે તમને જણાવીશું.

એલપીજી સિલિન્ડરથી જે અકસ્માતો થાય છે, તેના ક્લેમ સ્વરૂપમાં પીડિતોને વીમા કવર આપવામાં આવે છે. લગભગ તમામ ઓઇલ કંપનીઓ મુખ્યત્વે તેમના ગ્રાહકોને આ સુવિધા મફતમાં ઉપલબ્ધ કરે છે. આ કંપનીઓની સત્તાવાર વેબસાઇટ ઉપર પણ અકસ્માત વીમા સંબંધિત સંપૂર્ણ માહિતી વિગતવાર આપવામાં આવી છે. જાણો તેની પ્રક્રિયા, નિયમો અને શરતો શું છે?

વીમાનો લાભ મેળવવા માટે જરૂરી શરતો

આ વીમા યોજના વીમા પોલિસીની સુવિધાનો ફાયદો મેળવવા માટે, જરૂરી શરત એ છે કે વળતરની રકમ ત્યારે જ આપવામાં આવશે જયારે અકસ્માત કોઈ નોંધાયેલા નિવાસસ્થાન ઉપર થયો હોય. ઘટના સ્થળ વાળા રહેણાંકનું સરનામું રજીસ્ટર થયેલ હોવું જરૂરી છે. આ ઘટના જે પણ વ્યક્તિ સાથે બની છે, તેના પરિવારના સભ્યોને આ નિયમ હેઠળ ધ્યાનમાં લેવામાં આવશે. તેથી જો કોઈ સાથે સિલિન્ડર સાથે સંકળાયેલો અકસ્માત થાય છે, તો તેઓએ સંપૂર્ણ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

અકસ્માતના કિસ્સામાં આ છે દાવાની પ્રક્રિયા

જો તમારા ઘરમાં એલપીજી ગેસ સિલિન્ડર સંબંધિત કોઈ અકસ્માત થઇ જાય છે, તો સૌ પ્રથમ તમારે તમારા એલપીજી વિતરકને તેની જાણ કરવી પડશે. તે વિતરક સંબંધિત કંપનીના અધિકારીઓને ઘટના અંગે જાણ કરશે. આગળની પ્રક્રિયા તે જાતે પૂર્ણ કરશે. ધારો કે અકસ્માતનો પ્રકાર મોટો છે, એટલે કે કોઈનું મૃત્યુ થઇ ગયું છે, તો સંભવ છે કે આ સ્થિતિમાં તમારી પાસે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર, ફરિયાદની એક નકલ, મૃત્યુનું પ્રમાણપત્ર પણ માંગવામાં આવે.

અકસ્માતમાં કોઈ ઇજાગ્રસ્ત થઇ ગયા છે, તો તેવામાં સારવારનો ખર્ચ, હોસ્પિટલનું બિલ, દવાઓનું પ્રિસ્ક્રિપ્શન સંબંધિત તમામ દસ્તાવેજો માંગવામાં આવી શકે છે. આ કાગળો સબમિટ કરીને અરજદાર વીમા દાવાની રકમ પ્રાપ્ત કરી શકે છે.

મૃત્યુ ઉપર 50 લાખ, ઇજાઓ થવા ઉપર 40 લાખ

ઘરમાં રાખેલો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થઈ જાય છે અને આ દુર્ઘટનામાં જો કોઈ વ્યક્તિ બળીને અથવા દાઝવાને કારણે મૃત્યુ પામે છે, તો તેના પરિવારના સભ્યોને તેના માટે 50 લાખ રૂપિયા સુધીનું વળતર વીમા ક્લેમના રૂપમાં આપવામાં આવે છે. આ અકસ્માતમાં કોઈ ઘાયલ થઇ જાય છે, તો તેના માટે 40 લાખ રૂપિયા સુધીની વળતરની રકમની જોગવાઈ છે. સૌથી સારી વાત એ છે કે આ એલપીજી ગ્રાહકોને આ વીમા સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે.

આ સ્થિતિમાં તમારો દાવો રદ પણ થઇ શકે છે.

અકસ્માત પછી વળતરની રકમ માટે વીમા ક્લેમ કરતા પહેલાં તમારે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. જો તમે એલપીજી ગેસ સિલિન્ડર સમાપ્તિ તારીખ પછી ખરીદ કર્યો છે, તો તે કોઈ દાવો બનતો નથી. વીમા માટે બાંયધરીનો નિયમ સમાપ્તિ તારીખ માલ ઉપર લાગુ પડતો નથી. સારું રહેશે કે તમે ગેસ સિલિન્ડર લેતી વખતે તેની સમાપ્તિ તારીખ જરૂર તપાસી લો. ઘણીવાર લોકો સમાપ્તિની તારીખ જોયા વિના સિલિન્ડર લઈ લે છે. આવી સ્થિતિમાં, જ્યારે અકસ્માત થઇ જાય છે, ત્યારે કંપનીઓ ગ્રાહકના દાવાની ફાઇલને રદ કરી શકે છે.

બદલી પણ શકાય છે સમાપ્તિની તારીખ

લગભગ 5 ટકા સિલિંડરો સમાપ્તિ તારીખની નજીક હોય છે. તે વારંવાર ફરતી રહે છે. સામાન્ય રીતે સમાપ્તિ તારીખ સરેરાશ છથી આઠ મહિના અગાઉથી રાખવામાં આવે છે. જો કે સમાપ્તિ તારીખ કલરથી છાપવામાં આવે છે, તેથી તેમાં ગોલમાલની સંભાવના પણ નકારી શકાતી નથી. કાટવાળા સિલિન્ડર ઉપર પણ સમાપ્તિ તારીખ દોઢ બે વર્ષ આગળની હોય છે.

સિલિન્ડરની સમાપ્તિ તારીખ જાણવાની રીત

સિલિન્ડરની પટ્ટી ઉપર એ, બી, સી, ડી અને 12, 13, 15 અંકો અને સંખ્યાઓની મદદથી એક કોડ લખવામાં આવે છે. ગેસ કંપનીઓ વર્ષના કુલ 12 મહિનાને ચાર ભાગમાં વહેંચીને સીલીન્ડરનું ગ્રુપ બનાવે છે. ઉદાહરણ તરીકે, ‘એ’ ગ્રુપમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને ‘બી’ ગ્રુપ એપ્રિલ, મે અને જૂનનો સમાવેશ થાય છે. તેવી જ રીતે ‘સી’ જૂથમાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ‘ડી’ ગ્રુપમાં ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર હોય છે.

સમાપ્તિ તારીખ અથવા પરીક્ષણનો મહિનો સિલિન્ડર ઉપર લખેલો કોડ છે. આગળ લખેલો નંબર સમાપ્ત થતા વર્ષનો હોય છે. ઉદાહરણ તરીકે, જો તમારા સિલિન્ડર ઉપર ‘A-16’ લખેલું છે, તો તેનો અર્થ એ કે સમાપ્તિ તારીખ માર્ચ, 2016 છે. તેવી જ રીતે, ‘સી -16’ એટલે કે સપ્ટેમ્બર 2016 પછી સિલિન્ડરનો ઉપયોગ કરવો હવે જોખમી છે.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.