75 વર્ષ પછી ફરી મળ્યા 97 વર્ષના પ્રેમી અને 92 વર્ષની પ્રેમિકા, ભાવુક કરી દેશે આમની પ્રેમ કહાની

0
603

જો તમે 75 વર્ષ પછી પોતાની ગર્લફ્રેન્ડને મળો તો કેવો અનુભવ કરશો? એવું લાગશે કે કોઈએ તમારી આત્માને તમારી પાસેથી છીનવી લીધી હતી, અને હવે એ તમને પાછી મળી ગઈ છે. ફ્રાંસમાં પણ કઈંક એવું જ જોવા મળ્યું છે, જ્યાં વર્ષો પછી બે છુટાપડેલા પ્રેમી ફરી એક-બીજાને મળ્યા.

આ લવ સ્ટોરી ત્યારની છે, જયારે બીજુ વિશ્વયુદ્ધ (1944) ચાલી રહ્યું હતું. 23 વર્ષના કેટી રોબિન્સ પહેલી વાર 18 વર્ષીય જેનિન પિયરસનને મળ્યા હતા. પહેલી જ નજરમાં બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો. જોકે બંને અલગ અલગ દેશના રહેવાસી હતા. રોબિન્સ અમેરિકાના રહેવાસી હતા, અને જેનિન પિયરસન ફ્રાંસની રહેવાસી હતી.

જો કે રોબિન્સ અમેરિકી સેનામાં હતા, એટલા માટે એમને યુદ્ધના કારણે પૂર્વી મોરચા પર મોકલી દેવામાં આવ્યા. પછી જયારે યુદ્ધ પૂરું થયું તો બધા લોકો પોત-પોતાના ઘરે જતા રહ્યા, જેમાં રોબિન્સ પણ શામેલ હતા.

મિરરના રિપોર્ટ અનુસાર, જેનિને જણાવ્યું કે એ સમયે તે ઘણી રડી હતી, જયારે રોબિન્સે એને છોડી દીધી. એમણે જણાવ્યું કે, રોબિન્સના પાછા આવવાની આશામાં એમણે ઘણી હદ સુધી અંગ્રેજી ભાષા પણ શીખી લીધી હતી. જેથી જયારે રોબિન્સ પાછા આવે તો એ એમની સાથે અંગ્રેજીમાં વાત કરી શકે. પણ યુદ્ધ પછી રોબિન્સ અમેરિકા પાછા જતા રહ્યા.

જો કે રોબિન્સ પણ જેનિનને ભૂલ્યા ન હતા. એમની પાસે આજે પણ પોતાની પ્રેમિકા જેનિનનો ફોટો છે. હવે રોબિન્સની ઉંમર 97 વર્ષ થઇ ચુકી છે, જયારે જેનિન 92 વર્ષની છે. 75 વર્ષના લાંબા અંતરાળ પછી બંને પ્રેમી-પ્રેમિકા ફરી એકવાર મળ્યા, જયારે રોબિન્સ ડી-ડે લૈંડિંગની 75મી વર્ષગાંઠ ઉજવવા માટે ફ્રાંસ આવ્યા.

મીડિયા રિપોર્ટ અનુસાર, રોબિન્સે જણાવ્યું કે, ‘એ સમયે મેં એને કહ્યું હતું કે કદાચ હું પાછો આવીશ અને તને લઇ જઈશ, પરંતુ એવું થઇ નહિ શકયું.’ તેમજ જેનિને જણાવ્યું કે, ‘હું હંમેશા તને(રોબિન્સને) પ્રેમ કરતી હતી, તું મારા દિલ માંથી ક્યારેય નીકળ્યો નથી.’

જેનિને જણાવ્યું કે, ‘જયારે તે ટ્રકમાં બેસીને નીકળ્યો ત્યારે હું ખુબ રડી હતી, કારણ કે હું ઘણી દુઃખી હતી. કદાચ યુદ્ધ પછી તે અમેરિકા નહિ ગયા હતે….’ જો કે પાછળથી બંનેને નવા પાર્ટનર મળી ગયા અને એમણે લગ્ન કરી લીધા. અને હાલમાં બંનેના પાર્ટનર હવે આ દુનિયામાં નથી રહ્યા.

75 વર્ષ પછી હવે બંને પ્રેમી-પ્રેમિકા જયારે ફરી એકબીજાને મળ્યા તો બંને ભાવુક થઇ ગયા. બંનેએ એક-બીજાને કિસ પણ કરી. થોડા કલાકની મુલાકાત પછી રોબિન્સે કહ્યું કે હવે મારે જવું પડશે, પરંતુ એમણે વાયદો કર્યો કે તે ફરી મળશે. જતા જતા રોબિન્સે જેનિનને ‘આઈ લવ યુ’ પણ કહ્યું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.