કાર્તિક-સારાની ફિલ્મ ‘લવ આજ કલ’ ના ટ્રેલરની ઉડી રહી છે મજાક, બન્યા ફની મીમ્સ

0
2400

કાર્તિક આર્યન અને સારા અલી ખાનની ફિલ્મ લવ આજ કલનું ટ્રેલર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું. આ ટ્રેલરના રિલીઝ થયા પછીથી જ સોશિયલ મીડિયા પર પુરજોશમાં તેની ચર્ચા થઈ રહી છે. લોકોએ આ ટ્રેલર જોયા પછી મિક્સ રિએક્શન આપ્યા. સાથે જ લોકોએ ટ્રેલર પર મીમ્સ પણ બનાવ્યા.

લવ આજ કલના ટ્રેલરનો ખુબ મજાક બની રહ્યો છે. આ ફિલ્મની સ્ટોરી એકદમ સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ વાળી ફિલ્મ જેવી છે. તેની સાથે જ ફિલ્મમાં જુના ગીતોને જ લેવામાં આવ્યા છે. તેને જોયા પછી ઘણા લોકો ખુશ નથી. મોટાભાગના લોકોના રિએક્શન કાંઈ આવા હતા.

કાર્તિક આર્યનનો આ સીન સૌથી વધારે ફેમસ થઈ રહ્યો છે. લોકો અલગ અલગ પરિસ્થિતિઓમાં આ ડાયલોગ નાખીને મસ્તી કરી રહ્યા છે.

સારા અલી ખાનનો ‘તુમ મુઝે તંગ કર રહે હો’ વાળો સીન લગભગ દરેક માણસને ખરાબ લાગ્યો છે. જ્યાં ઘણા લોકો તેની નિંદા કરી રહ્યા છે, તો બાકી તેનો મજાક ઉડાવી રહ્યા છે.

સારાના બીજા એક ડાયલોગની પણ ચર્ચા થઈ રહી છે જેમાં તે બોલે છે કે, હાં કયા ચલ રહા હે? ટ્રેલરને જોયા પછી લોકોના મગજમાં તે સવાલ જરૂર આવ્યો. એટલું જ નહિ લોકોને તેમની એક્ટિંગ પણ સારી નથી લાગી રહી.

ઘણા લોકોએ ટ્રેલરની ખરાબ રીતે નિંદા કરી છે. સારા અલી ખાનની તુલના પિતા સૈફ અલી ખાન સાથે થઈ રહી છે. યુઝર્સનું કહેવું છે કે, સારા આ ફિલ્મને પહેલા કરતા સારી સાબિત નથી કરી શકતી.

કાર્તિક આર્યનનો બીજો એક ડાયલોગ જે ફેમસ છે તે છે ‘જીવન કે આખરી દિન તક રહૂંગા આપકે સાથ’ તેની પણ લોકો ઘણી મજા લઇ રહ્યા છે. અને યુઝર્સ તેમના 90 ના દશકના લુકનો પણ મજાક ઉડાવી રહ્યા છે અને ઘણા ફની મીમ્સ બનાવી રહ્યા છે.

આમાં યુઝર્સે ટિક ટૉકને પણ નથી છોડ્યું. ટિક ટૉક વિડીયોની વાત કરતા યુઝર્સે આવા પણ મીમ શેયર કર્યા.

મોબાઈલ નેટવર્કથી લઈને પબજી સુધી દરેક વસ્તુનો મજાક બનાવવામાં આવી રહ્યો છે. ટ્રેલરમાં સારાનો આ સીન સૌથી ખરાબ હતો અને એટલા માટે એના પર ઘણા મીમ્સ બની રહ્યા છે.

જણાવી દઈએ કે, ફિલ્મ લવ આજ કલમાં સારા અને કાર્તિક સિવાય એક્ટ્રેસ આરુષિ શર્મા છે. આરુષિ લીડીંગ એક્ટ્રેસના રૂપમાં આ ફિલ્મમાં કામ કરી રહૈ છે. તે કાર્તિક આર્યનના 90 ના દશકના પાત્રનો લવ ઇન્ટરેસ્ટ હશે.

આ આરુષિ શર્માની પહેલી ફિલ્મ માનવામાં આવી રહી છે. જો કે તેમણે આ પહેલા ઈમ્તિયાઝ અલી સાથે ફિલ્મ તમાશામાં કામ કર્યું હતું.

ઈમ્તિયાઝ અલીની બનાવેલી ફિલ્મ લવ આજ કલ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. વેલેન્ટાઈન ડે ના દિવસે આ લવ સ્ટોરીને જોવા માટે લોકો જાય છે કે નહિ, તે જોવું રસપ્રદ હશે.

કાર્તિક-સારાની લવ આજ કલ રિલીઝ પછી જનતાને પસંદ આવે છે કે નહિ તે તો સમય જ જણાવશે. હાલમાં લોકો જોક્સની મજા લઈ રહ્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.