લોટના ડબ્બામાં મુકો આ ખાસ વસ્તુઓ, ઘરની આર્થિક તંગી થશે ગાયબ, ખુબ આવશે પૈસા

0
1581

આજની મોંઘવારીના જમાનામાં દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તે જીવનમાં ઘણા પૈસા કમાય. હવે વાત માત્ર પાયાની જરૂરિયાત જેવી કે રોટલી, કપડા અને મકાનની જ નથી રહેતી. લોકોને હવે જીવનમાં બીજી સુખ સુવિધાઓ પણ જરૂરી છે. તેવામાં તે વધુમાં વધુ પૈસા કમાવા અને પોતાના કુટુંબને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે. આમ તો ઘણી વખત સખત મહેનત અને ઘણા પ્રયાસો પછી પણ આપણે મનગમતી આવક અને ધન નથી મેળવી શકતા. ઉપરથી બીમારી કે કોઈ કારણોસર પૈસા પણ તિજોરીમાં નથી ટકતા.

પહેલા આર્થિક તંગી અને ઉપરથી ખર્ચ ઉપર ખર્ચ વધી રહ્યા છે, એવું ઘણી વખત ખરાબ નસીબ કે ઘરની નકામી વસ્તુને કારણે જ થાય છે. ખાસ કરીને તમારા રસોડામાં જો ઠીક નથી, તો તમારા ઘરની બરકત ઓછી પણ થઇ શકે છે.

તે સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને એક એવો ઉપાય જણાવા જઈ રહ્યા છીએ. જે તમારી તમામ તકલીફો દુર કરી દેશે. આ ઉપાય અજમાવ્યા પછી ન માત્ર તમારા રસોડાનું વાસ્તુ ઠીક રહેશે, પરંતુ ધન સંબંધિત તમારી તમામ મુશ્કેલીઓ પણ દુર થઇ જશે.

આ ઉપાય હેઠળ તમારે શનિવારના દિવસે લોટ દળાવવાનો છે. લોટ જયારે દળાઈને આવે તો તેને ડબ્બામાં નાખતા પહેલા બે મુખ્ય વસ્તુ રહેવી જોઈએ. પહેલી વસ્તુ છે તુલસીના ૧૧ પાંદડા. તુલસી હિંદુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. તેને દેવીનું સ્થાન પ્રાપ્ત છે. દરેક હિંદુ વ્યક્તિના ઘરના આંગણામાં તમને તુલસીનો છોડ જોવા મળી આવે છે.

એવું કહેવામાં આવે છે કે તુલસીની અંદર ઢગલાબંધ પોઝેટીવ એનર્જી હોય છે. એટલા માટે તે તમારા રસોડામાં નેગેટીવ ઉર્જા દુર કરી દે છે. સાથે જ જયારે આ લોટ માંથી બનેલી રોટલી ઘરવાળા ખાય છે, તો તેમનું મગજ પણ સકારાત્મક બની જાય છે. અને તે લડાઈ ઝગડા નથી કરતા અને કામ ઉપર વધુ ધ્યાન આપે છે. આ વસ્તુ ઘરમાં પૈસાની આવકમાં પણ વધારી દે છે.

આ લોટના ડબ્બામાં બીજી વસ્તુ જો તમે રાખશો તો તે છે કેસરના દાણા. આ કેસર તમારા સંબંધોમાં મીઠાશ લાવવાનું કામ કરશે. તેનાથી ઘરમાં શાંતિ રહેશે. સાથે જ તે તમારા બધાના નસીબને સુધારવાનું કરવાનું કામ પણ કરશે. એક વાત તમે યાદ રાખો કે આ બધા ઉપાય તમારે માત્ર શનિવારના દિવસે જ કરવાના છે. તે દિવસે તમે ઘઉં દળાવો.

ધારો તો તેમાં ચણાના ૧૦૦ દાણા પણ નાખી દો. ત્યાર પછી શનિવારે જ તેમાં તુલસીના ૧૧ પાંદડા અને કેસરના બે દાણા મૂકી દો. જો તમારા ઘરમાં અશાંતિ રહે છે, આર્થિક તંગી દર મહિનાના અંતમાં આવી જાય છે, તો આ ઉપાય ઉત્તમ છે. તેનાથી તમારી સમસ્યાઓ દુર થઇ જશે.

આ ઉપાયનો બીજો એક બીજો ફાયદો એ છે કે તેનાથી અન્નપૂર્ણા દેવી પણ ખુશ રહે છે. આવી રીતે તમારા ઘરની બરકત પણ ક્યારેય ઓછી નહિ થાય. આમ તો જો તમને આ ઉપાય પસંદ આવ્યા, તો તેને બીજા સાથે શેર કરવાનું ન ભૂલશો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.