તમે 30 દિવસમાં ઘટાડી શકો છો 3 કિલો વજન, રોજ પાણી સાથે કરવું પડશે આ વસ્તુનું સેવન.

0
1706

વાત આપણા બધાના વજનની કરીએ તો એને વધવામાં સમય નથી લાગતો, પણ જો એમાં ઘટાડો કરવાની વાત આવે તો એને ઘટાડતા ઘટાડતા કેટલાય મહિના નીકળી જાય છે. જો તમે પણ પોતાના વજનને ઓછું કરવા માંગો છો, તો આજનો લેખ તમારા માટે ખાસ છે. મિત્રો, તમને જાણવા મળે કે વજન ઘટાડવાનો એક એવો રસ્તો પણ છે જે સરળ અને અસરકારક છે, તો તમે ખુશ થઇ જાવ નઈ. અને આજે અમે તમને એક એવી રીત વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે અસરદાર અને સરળ છે. એના માટે તમારે ઈસબગોલને નિયમિત રીતે પીવું પડશે.

જણાવી દઈએ કે, આ પ્રયોગ કરવાથી તમારું વધેલું વજન ઝડપથી ઘટવા લાગે છે. જો તમે પાણી અથવા જ્યૂસમાં ઈસબગોલ ઉમેરી નિયમિત રીતે પીવાનું શરૂ કરશો, તો 1 મહિનામાં જ તમારું 3 કિલો જેટલું વજન ઘટી જશે. ઈસબગોલ એવી વસ્તુ છે જેમાં અનેક ગુણ છે. આ ઔષધિ માત્ર વજન ઘટાડે છે તેમ નથી, તેને પીવાથી કબજિયાત પણ દૂર થાય છે અને શરીર પણ ડિટોક્સ થાય છે. તો ચાલો આજે જાણો ઈસબગોલથી થતા ફાયદા વિષે.

ડિટોક્સિફિકેશન માટે ઉત્તમ : મિત્રો, જો તમારામાંથી કોઈને કિડનીની તકલીફ છે કે એસિડિટી કે કબજિયાત છે, તો તમારે ઈસબગોલ જરૂરથી લેવું. તે શરીરને ડિટોક્સ કરે છે. એમાં ફાયબરનું પ્રમાણ વધારે હોવાથી તેનાથી પેટ સરળતાથી સાફ થાય છે, અને તરસ પણ વારંવાર લાગે છે. શરીરના ઝેરી તત્વો તેનાથી ઝડપથી બહાર નીકળી જાય છે. વજન ઘટાડવા માટે કારગર : જણાવી દઈએ કે, ઈસબગોલને પાણી અથવા કોઈપણ જ્યૂસમાં પલાળી રાખવાથી તે ફુલી જાય છે. તમારે 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી ઈસબગોલ ઉમેરી પી જવું જોઈએ. આ પાણી પીવાથી તમને લાંબા સમય સુધી ભુખ લાગશે નહીં અને પેટ પણ ભરેલું જણાશે. તેમજ આ પાણી પીવાથી શરીરમાં કેલેરી પણ વધતી નથી. એટલે તમારે વજન ઘટાડવું હોય તો દિવસેમાં 2 વાર ઈસબગોલનું પાણી પીવું જોઈએ. વજન ઘટાડવા માંગતા લોકોએ રાત્રે ભોજન કરવાને બદલે ઈસબગોલ લેવું અને સવારે નાસ્તો કર્યા પછી આ પાણી પી લેવું. પરંતુ જો ઈસબગોલ લીધા બાદ પેટ ખરાબ થઈ જાય તો આ પ્રયોગ કરવો નહીં. ઓછી કેલરી વાળું ફૂડ : મિત્રો, ઈસબગોલની 2 ચમચીમાં માત્ર 32 કેલેરી જ હોય છે. અને તેમાં ફાઈબર વધારે હોવાથી એને ડેઈલી ફાયબર સપ્લિમેન્ટ તરીકે પણ લઈ શકાય છે. તેનાથી ભૂખ ઓછી લાગે છે અને વજન વધતું નથી.

કઈ રીતે કરવું સેવન?

ઈસબગોલને ગરમ પાણીમાં મિક્ષ કરો. પછી જ્યારે તે ફૂલી જાય ત્યારે તેનું સેવન કરો. જો કે ઈસબગોલમાં કોઈ સ્વાદ હોતો નથી તેથી તેને જ્યૂસમાં ઉમેરીને પીવાથી તે સ્વાદિષ્ટ પણ લાગે છે. વજન ઘટાડવા માટે જ્યારે સૌથી વધારે ભૂખ લાગતી હોય ત્યારે 2 ચમચી ઈસબગોલવાળું પાણી પીવાની ટેવ પાડો. તમારું વજન ઘટવા લાગશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.