મર્યા પછી શરીરનું કેટલું વજન ઓછું થાય છે? જાણો UPSC ના એવા સવાલ જેનો જવાબ આપતા પરસેવો છૂટી જશે.

0
792

શું 6 આંગળીવાળા લોકો આર્મી જોઈન કરી શકે છે? IAS ઇન્ટરવ્યૂમાં પુછાતા આવા અઘરા સવાલના જવાબ આવડે છે તમને? સંઘ સેવા આયોગ (UPSC) ની સિવિલ પરીક્ષામાં એવા એવા સવાલ પૂછવામાં આવે છે કે, ઘણીવાર લોકોનું માથું ચકરાઈ જાય છે. ઘણી વાર અમુક અમુક સવાલ એવા હોય છે, જેના જવાબ સરળ નથી હોતા. અમુક સવાલ એવા હોય છે, જેના જવાબ આપવા માટે તમે જે ભણ્યા હોવ છો તે બધું કામ નથી લાગતું, ત્યારે કામ આવે છે ફક્ત અને ફક્ત તેજ મગજ. એવા પ્રશ્નોના જવાબ આપવાની ક્ષમતા ઘણા ઓછા લોકોમાં મળી આવે છે.

આજે અમે તમારા માટે એવા જ ટ્રિકી સવાલ લઈને આવ્યા છીએ જેના જવાબ આપવા માટે તમારે ઓફિસરવાળી બુદ્ધિ વાપરવી પડશે. આ સવાલોના જવાબ એક રહસ્ય ઉખાણો બની જાય છે, જે ઇન્ટરનેટ પર વાયરલ થવા લાગે છે. આવો જાણીએ IAS ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા સવાલો વિષે જેમણે સારા-સારા લોકોના મગજનું દહીં કરી દીધું હતું.

સવાલ – એક માણસ એક અંધારા રૂમમાં બેઠો છે, રૂમમાં ફાનસ, લાઈટ, મોબાઈલ કાંઈ નથી, છતાં પણ તે વાંચી રહ્યો છે. એવું કઈ રીતે થાય?

જવાબ – રૂમમાં બેસેલો વ્યક્તિ અંધ છે અને તે બ્રેઇલ લિપિ વાંચી રહ્યો છે. આ લિપિ અંધારમાં પણ વાંચી શકાય છે, કારણ કે તેના માટે આંગળીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

સવાલ – શરીરનું એવું કયું અંગ છે જે બાળપણથી લઈને વૃદ્ધ થવા સુધી ક્યારેય વધતું નથી?

જવાબ – આંખ.

સવાલ – છોકરો એક છોકરીને પ્રપોઝ કરે છે, તો શું પ્રપોઝ કરવું ગુનાની શ્રેણીમાં આવે છે?

જવાબ – ના સર, આઈપીસીના કોઈ પણ સેક્શનમાં પ્રપોઝ કરવું ગુનાની શ્રેણીમાં નથી રાખવામાં આવ્યું. તે કાનૂની ભાષામાં ગુનો નથી.

સવાલ – તે કોણ છે જેને ડૂબતા જોવા છતાં કોઈ બચાવવા નથી જતું?

જવાબ – સૂર્ય.

સવાલ – એવી કઈ વસ્તુ છે જે તમારી છે અને બીજા તેનો ઉપયોગ કરે છે?

જવાબ – નામ.

સવાલ – એ શું છે જે આગમાં સળગતું નથી અને પાણીમાં ડૂબતું નથી?

જવાબ – બરફ.

સવાલ – મર્યા પછી શરીરનું કેટલું વજન ઓછું થાય છે?

જવાબ – 21 ગ્રામ.

સવાલ – શું 6 આંગળીવાળા લોકો આર્મી જોઈન કરી શકે છે?

જવાબ – ના. આર્મીના નિયમ અનુસાર 6 આંગળીવાળા લોકો આર્મીમાં નથી જોડાઈ શકતા, તેમણે સર્જીકલ ઓપરેશનથી તે વધારાની આંગળી કપાવવી પડે છે.

સવાલ – રમેશે એક જ દિવસમાં એક જ શહેરમાં બે લગ્ન કર્યા, પણ કોઈએ તેને કાંઈ ન કહ્યું, એવું કેમ?

જવાબ – રમેશ પંડિતનું નામ છે.

સવાલ – જો તમે ડીએમ છો અને તમને સમાચાર મળે કે બે ટ્રેનોની પરસ્પર ટક્કર થઇ છે, તો તમે શું કરશો?

જવાબ – સૌથી પહેલા એ જાણકારી મેળવીશ કે કઈ ગાડીની ટક્કર થઇ છે માલગાડીની કે પેસેન્જર ટ્રેનની, ત્યારબાદ તે પ્રમાણે એક્શન લેવામાં આવશે.

સવાલ – શરીરના કયા ભાગ પર પરસેવો નથી આવતો?

જવાબ – હોઠ.

સવાલ – કઈ વસ્તી ગરમ થયા પછી જામી જાય છે?

જવાબ – ઈંડા.

સવાલ – એક બિલાડીને 3 બચ્ચાં હતા જેના નામ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને મે હતા. માં નું નામ શું હતું?

જવાબ – ‘શું’ જ માં નું નામ છે.

સવાલ – એક માણસ 8 દિવસ સુધી ઉંઘ્યા વગર કઈ રીતે રહી શકે છે?

જવાબ – તે રાત્રે ઊંઘે છે.

સવાલ – પાણી ભીનું શા માટે હોય છે?

જવાબ – પાણીમાં ઓક્સિજન હોય છે અને ઓક્સિજનમાં ભેજ હોય છે, એ ભેજને કારણે પાણી ભીનું હોય છે (તે ઓક્સિજનનું દ્રવ્ય રૂપ છે). હકીકતમાં પાણી ભીનું હોતું જ નથી, પણ પાણીને લઈને આપણને જે અનુભવ થાય છે તેને આપણે ભીનાશ કહીએ છીએ.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.