કોઈ પણ ડાયટ ફોલો કર્યા વગર આમણે ફક્ત ત્રણ મહિનામાં ઘટાડયું 19 કિલો વજન, જાણો કઈ રીતે

0
6762

જેમનું વજન વધારે છે એ લોકો સારી રીતે જાણે છે કે વજન ઓછું કરવું એ ઘણું અઘરું કામ હોય છે. પોતાના જીવનધોરણને નિયમિત કર્યા વગર વજન ઘટાડવું ઘણું અઘરું છે. પણ આજે અમે એક એવા વ્યક્તિનો કિસ્સો લઈને આવ્યા છીએ જેમણે ત્રણ મહિનામાં પોતાનું વજન ઓછુ કર્યુ છે. તે વ્યક્તિ છે ૨૨ વર્ષના હંટર હોબ્સ. ક્યારેય જીમમાં ન જનારા અને ખુરશી પર બેસીને કામ કરવા વાળા હંટર હોબ્સ, પોતાની ફીટનેશને લઈને ચિંતિત ત્યારે થયા જયારે તેમને ખબર પડી કે પોતાનું વજન વધીને ૯૧ કિલો થઇ ગયું છે. ત્યાર પછીથી જ તેમણે નક્કી કર્યુ કે તે પોતાનું વજન ઓછું કરશે.

આ કામ કરવાં માટે તો સૌથી પહેલા તેમણે પોતાની સામે એક લક્ષ્ય રાખ્યું, કે કોઈ પણ સંજોગોમાં પોતાનું વજન ૯૧ કિલો માંથી ૭૬ કિલો સુધી લઇને જવું જ છે. સૌથી પહેલા તો હંટર હોબ્સએ બહારનું ખાવાનું બંધ કરી દીધું, અને પોતાનું ભોજન પોતે જ બનાવવા લાગ્યા. તેમણે પોતાના ડાયટમાં પ્રોટીન અને કાબ્સ ઉમેર્યુ. સાથે જ તેમણે વેટલીફટીંગ અને ૨૦-૩૦ મિનીટના કાર્ડિયો એકસરસાઈઝ કરવાનું શરુ કર્યુ. અને ત્રણ મહિનામાં જ તેમણે લગભગ ૧૯ કિલો વજન ઓછું કરી લીધું. હંટર હોબ્સની વાત મોટાપાથી પીડિત લોકો માટે પ્રેરણા જેવી છે. આવો જાણીએ કે વજન ઓછું કરવા માટે હંટર હોબ્સ શું ટીપ્સ આપે છે.

૧. રીસર્ચ કરો – વજન ઓછું કરવાં વિષે હંટર હોબ્સ કહે છે કે તેમણે કોઈપણ જાતનો ડાયટ પ્લાન ફોલો નહોતો કર્યો. એના માટે તેમણે કસરત અને મિલ પ્લાન માટે ઘણું સંશોધન કર્યુ હતું. એની સાથે એમણે વર્કઆઉટના વિડિયો જોયા અને સોશિયલ મીડિયા ઉપર પર્સનલ ટ્રેનર્સને ફોલો કર્યા. તેનાથી એમને પોતાના માટે જરૂરી કસરત નક્કી કરવામાં ઘણી મદદ મળી.

૨. સારી ટેવો પાડો – તેમણે પોતાનું વજન ઓછું કરવા માટે એક સ્ટ્રીક્ટ રૂટીન બનાવી લીધું. તે પોતાનું જમવાનું ઘરે જ બનાવતા હતા. સાથે જ તેમણે દારુ પીવાનું છોડી દીધું, અને રોજ જીમ જવાનું શરુ કરી દીધું હતું. હંટર હોબ્સનું કહેવું છે કે વજનમાં ઘટાડો લાવવા માટે આ ટેવોને પોતાના જીવનધોરણમાં ઉમેરવી જરૂરી છે.

વજન ઓછું કરવા માટે તેમણે કોઈ વિશેષ ડાયટ પ્લાન ફોલો નથી કર્યો અને ન તો તેમને ડાયટીંગની જરૂર પડી. તે જણાવે છે કે તેમની સફળતામાં ઘરના ભોજનનું વિશેષ મહત્વ છે. તેવામાં તમે પણ જો વજન ઓછું કરવા માંગો જ છો તો વધુમાં વધુ હેલ્દી ભોજન લેવાનું શરુ કરો.

મિત્રો જો તમે ખરેખર વજન ઓછું કરવાં માંગો છો, તો અમે તમારી મદદ કરવાં માટે વજન ઘટાડવા માટેનો એક ડાયટ ચાર્ટ બનાવીને લાવ્યા છીએ. તેને તમે નિસંકોચ રીતે અપનાવી શકો છો. ડાયટ ચાર્ટમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે તમને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળતા રહે. આમ તો જરૂરી નથી કે દરેક વ્યક્તિ ઉપર સંપૂર્ણ રીતે લાગુ થશે. પણ હા તમે થોડો વધારો ઘટાડો કરીને અપનાવી શકો છો.

સૌથી પહેલા તો તમારે તમારું મન મક્કમ કરવું પડશે. કારણ કે જયારે તમે વજન ઘટાડવાનું શરુ કરો છો તો સૌથી પહેલો પ્રયત્ન થોડા અંશે સફળ થઇ જાય છે. શરૂઆતમાં સામાન્ય રીતે બધા લોકોનું વજન બે ચાર કિલો ઓછું થઇ જાય છે, પણ પાછળથી ચરબી ઓછી નથી થતી. એટલા માટે દરેક વખતે તમારે તમારા ડાયટ ચાર્ટ પહેલાની સરખામણીમાં વધુ અઘરું બનાવવાનું હોય છે. અમે જે ડાયટ ચાર્ટ લાવ્યા છીએ એ ન તો ઘણો અઘરો અને ન તો ઘણો સરળ.

આ ડાયટ ચાર્ટની સાથે તમારે બીજા તમામ નુસખા અપનાવવાના રહેશે જેનાથી વજન ઓછુ થાય છે. આમ કરવાથી ચરબી ઝડપથી ઓછી થઇ જાય છે. તે નુસખાની યાદી અમે તમને આપીશું. અમે આ ડાયટ ચાર્ટ દર્શાવતા સમયે પ્રયત્ન કર્યો છે કે તમારે ક્યાય પણ બળજબરી ન કરવી પડે. હવે જો તમે વજન ઘટાડવા માંગો છો, તો આ ચાર્ટ તમારી બધી મદદ કરશે. આવો જણાવીએ એના વિષે.

વજન ઘટાડવાનો ડાયટ ચાર્ટ :

સૌથી પહેલા સવારે ઉઠતા જ પાણી પીવો. શક્ય હોય તો ઓછામાં ઓછું બે ગ્લાસ અને વધુમાં વધુ એક લીટર પાણી પીવાનું રાખો. પાણી હળવું હુંફાળું હોય તો સારી વાત છે નહી તો જેવું તમને ઠીક લાગે.

સાથે જ જો તમે કુંજજલ કરી શકતા હોવ તો કુંજજલ કરો. જણાવી દઈએ કે આ એક યોગિક પ્રક્રિયા છે જેને વમન ધોતી પણ કહેવામાં આવે છે. તેમાં લગભગ બે લીટર હળવું ગરમ પાણી પી ને ઉલટી કરવામાં આવે છે. જો બીપીની તકલીફ નથી તો પાણીમાં થોડું મીઠું પણ ભેળવી લો. તે આમ તો ઘણું સરળ છે પણ સારું રહેશે કે શરૂઆતમાં તમે એના કોઈ જાણકારની સામે જ આ ક્રિયા કરો. ત્યાર પછી તમે પોતે કરી શકો છો.

નાસ્તામાં ફાસ્ટફૂડનો ત્યાગ કરો અને ઓટ્સ બનાવો, પણ તે તૈયાર ઓટ્સ ન હોય. એના માટે સાદા ઓટ્સનું પેકેટ લાવો અને તેમાં ડુંગળી, લસણ, તજ, થોડું કલોંજી (શાહજીરું) નાખો, બીજું મીઠું વગેરે તો નાખવાનું જ છે. તેમાં ઋતુના હિસાબે શાકભાજી પણ નાખી શકો છો, બની શકે તો બ્રોકલી(ફૂલગોબીની એક ખડતલ જાતનો છોડ) જરૂર નાખો.

અથવા

કોર્નફ્લેક્સ અને ડબલ ડોટ દૂધનું સેવન કરો.

અથવા

ક્યારેક ક્યારેક તમે નાસ્તામાં દહીં સાથે ઉકાળેલ બટેટા પણ લઇ શકો છો. અને તેમાં લીલી કોથમીર જરૂર નાખવી.
બ્રંચ – અપન્ચ થી દસ બદામ, સાથે જ કોફી કે ગ્રીન ટી કે આદુ, તુલસી, તજ, ઈલાયચી વગેરેની ચા બસ તેમાં ખાંડને બદલે શુગર ફ્રી હોય.

બપોરના ભોજનમાં એક વાટકી ભૂરા ભાત, સલાડ, દાળ, મલ્ટી ગ્રેન લોટની એક કે બે રોટલી લો.

સાંજની ચા- શાય – તમે સાંજે કોઈ વેજીટેબલ સૂપ કે શેકેલા ચણા સાથે ચા (જેવી ઉપર દર્શાવેલ છે) કે કોફી કે ગ્રીન ટી લો. જો તમે ઈચ્છો તો સ્પ્રાઉટ પણ લઇ શકો છો.

રાતના ભોજનમાં એક વાટકી વેજીટેબલ સૂપ, એક વાટકી સલાડ કે પછી એક મોટી વાટકી પપૈયું કે પછી એક વાટકી ભરીને શાકભાજી લો તેમાં લસણ, ડુંગળી જરૂર નાખવી.

દિવસના અંતમાં રાત્રે સુતા પહેલા એક મોટો કપ ગરમ પાણીમાં કલોંજી (તેને શાહજીરું, મંગરેલ કે ઓનિયન સીડ પણ કહે છે) ના દાણા વાટીને પા ચમચીથી થોડું ઓછા પ્રમાણમાં ભેળવી લો. તેને ચા ની જેમ સીપ કરીને પીવાનું છે. પાણી ઘણું ગરમ હોવું જોઈએ. જો તમે આ બીજ નથી ઉપયોગમાં લેવા માંગતા તો સાદુ પાણી પીવો પણ પીવો જરૂર. વધતી ચરબી ઓછી કરવામાં સૌથી સસ્તો પ્રયોગ છે.

આવો હવે તમને વજન ઘટાડવાના નુસખા જણાવીએ.

એ વાત અમે સારી રીતે જાણીએ છીએ કે ઉપર જણાવેલા ડાયટ ચાર્ટને દરેક લોકો સો ટકા ફોલો નહિ કરે. પણ જેટલુ બની શકે એટલુ તો ફોલો કરો જ. અને તેની સાથે તમે વજન ઓછું કરવા માટેની જે પણ રીતો જાણો છો તેને પણ ફોલો કરો.

૧. વજન ઓછુ કરવાં માટે સવારે ઉઠીને અડધા કલાકની અંદર જ નાસ્તો કરી લો. અને સુરજ આથમ્યા પછી કાર્બોહાઈડ્રેટ બિલકુલ ન લો કે ઘણું ઓછું લો.

૨. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બદામમાં સારી ચરબી હોય છે જે શરીર માટે જરૂરી પણ હોય છે. એટલા માટે તે જરૂર લો. સલાડ ઉપર થોડું વધારાનું વર્જિન તેલ નાખી દેશો તો ઘણું સારું રહેશે. ધ્યાન રાખશો તમારે સારા પ્રકારનું ફેટ જરૂર લેવાનું છે.

૩. જો તમે ઈચ્છો તો માછલીના તેલની કેપ્સ્યુલનો ઉપયોગ કરો. જો આ ડાયટ ચાર્ટની સાથે સાથે તમે કોઈ ફેટ બર્નર કેપ્સ્યુલનો ઉપયોગ કરવા માંગો છો, તો એમાં કોઈ વાંધો નથી. આપણે વિજ્ઞાનને સાથે લઈને ચાલવું જોઈએ. જો એક મલ્ટીવિટામીનની કેપ્સ્યુલ પણ લઇ શકો છો તો જરૂર ઉપયોગ કરો.

૪. આ કામ માટે પાણી ઘણું જરૂરી છે. એટલા માટે દિવસમાં તમારે ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી જરૂર પીવાનું છે. ભોજન કરીને કયારેય તરત પાણી નથી પીવાનું. થોડી વાર પછી પાણી પીવું.

૫. જણાવી દઈએ કે લીંબુ તમારો સૌથી સારો મિત્ર છે. જયારે પણ મોકો મળે લીંબુ પાણી પીવો. તેની કોઈ મર્યાદા નથી. દાંત ખાટા થશે પણ એટલું તો સહન કરવું જ પડશે.

૬. સાથે જ જો તમે જીમ જઈ શકો છો, તો જરૂર જાવ. નહી તો ઓછામાં ઓછું એક કલાક ચાલવાનું રાખો.

૭. સફરજનના સિરકા, લીંબુ, શાહજીરું, મોસંબી, ચીકન બ્રેસ્ટ, સૂપ, બ્રોકલી, બદામ, મચ્છી જેવા ફૂડ ચરબી ઓછી કરવામાં મદદ કરે છે.

૮. એક ખાસ વાત જણાવી દઈએ કે વારંવાર પોતાનું વજન ઓછું ન કરો. વજન ઓછું કરવામાં સાયકોલોજી ઘણું મોટું કામ કરે છે. રોજ વજન ચેક કરવાની જરૂર નથી.

મિત્રો અમારા દ્વારા જણાવેલા આ ડાયટ ચાર્ટથી તમારું વજન ઓછું થશે તે નક્કી છે. અને જયારે વજન ઘટશે તો લોકો પોતે ટોકશે. આમ તો તમારું વજન ચેક કરવું જ છે તો પહેલી વખત ૨૦ દિવસ પછી અને પછી ૧૦ દિવસ પછી વજન ચેક કરો.