પથ્થરને કોતરી નાખે છે એવા જંતુ કે વિચારી નહીં શકો, ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલું છે રહસ્ય

0
359

ભગવાન વિષ્ણુને પણ પથ્થર બની જવું પડ્યું અને જંતુઓ કરે છે એવી દશા કે વાત ના પૂછો. પવિત્ર નદી નારાયણી (ગંડક) માં શ્રાપને કારણે ભગવાન વિષ્ણુ (ઠાકોરજી) પથ્થરના રૂપમાં રહે છે. શ્રાપના પ્રભાવથી પથ્થર રૂપી ભગવાનને જંતુ (કીડા) ઓ કોતરે પણ છે. હિમાલયમાંથી નીકળીને નેપાળના રસ્તે કુશીનગર થઈને પટના પાસે ગંગામાં ભેગી થનારી નારાયણીને પુરાણો-ગ્રંથોમાં ઘણી પવિત્ર જણાવવામાં આવી છે.

હિમાલય પર્વત શૃંખલાના ધૌલાગિરિ પર્વતના મુક્તિધામમાંથી નીકળતી ગંડક નદી ગંગાની સપ્તધારામાંથી એક છે. આ નદી તિબ્બત અને નેપાળમાંથી નીકળીને ઉત્તર પ્રદેશના મહારાજગંજ, કુશીનગર થઈને બિહારના સોનપુર પાસે ગંગા નદીમાં ભળી જાય છે. આ નદીને મોટી ગંડક, ગંડકી, શાલિગ્રામી, નારાયણી, સપ્તગંડકી વગેરે નામોથી ઓળખવામાં આવે છે.

નદીની 1310 કિલોમીટર લાંબી સફરમાં તમામ ધાર્મિક સ્થળ છે. આ નદીમાં મહાભારત કાળમાં ગજ અને ગ્રાહ (હાથી અને ઘડિયાળ) નું યુદ્ધ થયું હતું, જેમાં ગજની પોકાર સાંભળીને ભગવાન વિષ્ણુએ ત્યાં પહોંચીને તેનો જીવ બચાવ્યો હતો. જરાસંધના વધ પછી પાંડવોએ આ પવિત્ર નદીમાં સ્નાન કર્યું હતું. આ નદીમાં સ્નાન અને ઠાકોરજીની પૂજાથી જન્મમરણથી મુક્તિ મળી જાય છે.

વૃંદાના શ્રાપથી પથ્થર બની ગયા હતા ભગવાન : ગંડક નદી અને ભગવાનના પથ્થર બનવાની ઘણી રોચક કથા વર્ણવવામાં આવી છે. શંખચૂડ નામના દૈત્યની પત્ની વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. તે ભગવાનને પોતાના હૃદયમાં ધારણ કરવા ઇચ્છતી હતી. પતિવ્રતા વૃંદા સાથે છળ કરવાને કારણે વૃંદાએ ભગવાનને પથ્થર બની જવા અને જંતુ (કીડા) ઓ દ્વારા કોતરાવાનો શ્રાપ આપ્યો હતો. ભક્તના શ્રાપનો આદર કરીને ભગવાન પથ્થરના રૂપમાં ગંડક નદીમાં મળે છે. ભગવાન વિષ્ણુના જે શાલિગ્રામ રૂપની પૂજા થાય છે, તે વિશેષ પથ્થર આ નારાયણી (ગંડક) નદીમાં જ મળે છે.

ગંડક નદીમાં ઠાકોરજીના 33 પ્રકાર મળે છે :

ગંડક નદીમાં ઠાકોરજીની જે આકૃતિ મળે છે, તેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. નદીમાં મળી આવતા પથ્થર જીવિત હોય છે અને તે વધતા રહે છે.

એક દ્વાર, ચાર ચક્ર શ્યામ વર્ણની શીલાને લક્ષ્મી જનાર્દન કહેવામાં આવે છે.

બે દ્વાર, ચાર ચક્ર, ગાયના ખુર (ચોપગાની ખરી) વાળી શીલાને રાઘવેંદ્ર કહેવામાં આવે છે.

બે સૂક્ષ્મ ચક્ર ચિન્હ અને શ્યામ વર્ણ શીલાને દધિવામન કહેવામાં આવે છે.

નાના-નાના બે ચક્ર અને વનમાળાના ચિન્હવાળી શીલાને શ્રીધર કહેવામાં આવે છે.

મોટી અને સંપૂર્ણ ગોળ, બે નાના ચક્રવાળી શીલાને દામોદર નામ આપવામાં આવ્યું છે.

આ રીતે અલગ અલગ શીલાને રણરામ, રાજરાજેશ્વર, અનંત, સુદર્શન, મધુસુદન, હયગ્રીવ, નરસિંહ, વાસુદેવ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, અનિરુદ્ધ જેવા નામોથી પૂજવામાં આવે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.