આ પાપોને મહાદેવ પણ નથી કરતા માફ, સુખી જીવન ઈચ્છો છો તો દૂર રહો એનાથી

0
3151

હિંદુ ધર્મમાં ત્રિદેવોને સૌથી મોટા દેવ માનવામાં આવ્યા છે. એમાં પણ સૌથી સર્વશ્રેષ્ઠ છે મહાદેવ, જેમની પૂજા આખી સૃષ્ટિ કરે છે. ભગવાન શિવ જયારે પ્રસન્ન થાય છે તો તે ભોલેનાથ છે, પરંતુ જો તે ક્રોધિત થાય છે તો પ્રલય આવી જાય છે. માટે હંમેશા મનુષ્યએ જે સાચા કામ કરવા જોઈએ. અને જેમાં પાપ થતું હોય એવા કામ તો ન જ કરવા જોઈએ. ખોટા અને ખરાબ કામ કરવા વાળાને મહાદેવ ક્યારેય માફ નથી કરતા. પાપી જીવથી એમને નફરત છે.

આપણા પ્રાચીન શાસ્ત્રોમાં અમુક એવી વાતો જણાવવામાં આવી છે, જે ક્યારેય કરવી જોઈએ નહિ. એમાં એવા કામ જણાવ્યા છે જે પાપમાં સામેલ થાય છે અને એમને વર્જિત કરવામાં આવ્યા છે. આ પાપોને તો મહાદેવ ક્યારેય માફ નથી કરતા. અને તમે જો મહાદેવના ગુસ્સાથી બચવા માંગો છો, તો આ પાપોને ક્યારેય પોતાના જીવનમાં કરશો નહીં. નહીંતર સુખી જીવનને નર્કમાં બદલાતા વાર લાગશે નહીં. જણાવી દઈએ કે મહાદેવ જેટલા ભોળા છે એટલા જ પ્રલયકારી પણ હોય છે. દરેક મનુષ્યએ એક સુનિશ્ચિત હદમાં રહેવું જોઈએ, અને કોઈ પાપ ન કરવા જોઈએ. નહીં તો પરિણામ એમણે જ ભોગવવું પડશે.

આ પાપોને મહાદેવ ક્યારેય નથી કરતા માફ :

શિવ પુરાણ વિષે તો તમે જાણતા જ હશો. ઘણી સભાઓમાં એમાં રહેવી વાતો જણાવવામાં આવે છે. એમાંથી થોડી વાતો અમે તમને જણાવીશું. શિવ પુરાણમાં કાર્ય, વાત-વ્યવહાર અને સમજી વિચારીને કરેલા પાપોનું વર્ણન છે, જેને શિવજી ક્યારેય માફ નથી કરતા. એવા વ્યક્તિ હંમેશા શિવજીના પ્રકોપના જવાબદાર બને છે, અને તેઓ ક્યારેય પણ સુખી જીવન નથી જીવતાં. ભગવાન સર્વોપરી છે, એટલે તમે તમારા મગજમાં જે વિચારતા હોવ તે ભગવાનથી છુપાયેલું નથી હોતું. માટે ભલે તમે વાત કે વ્યવહારથી કોઈને નુકશાન ન પહોંચાડતા હોવ, પણ જો મનમાં કોઈ પ્રત્યે ખરાબ ભાવ લાવતા હશો, તો તે પણ પાપની શ્રેણીમાં જ આવે છે. ચાલો હવે જણાવીએ કે એવા કયા પાપ છે જે ભગવાન શિવને પસંદ નથી અને પુરાણોમાં એમને વર્જિત માનવામાં આવ્યા છે.

1. માતા-પિતાને નુકશાન પહોંચાડવું અથવા એમને તકલીફ આપવી, એ પણ ભગવાન શિવની નજરમાં ક્યારેય માફ ન કરવા વાળું કામ હોય છે. આ કામ મહાપાપ ગણાય છે. આવું કરવું ઈશ્વરને દુઃખ પહોંચાડવાને સમાન સમજવામાં આવ્યું છે, જે મનુષ્યએ ક્યારેય કરવું જોઈએ નહીં.

2. બીજાનું ધન મેળવવું અને અથવા તેને પોતાનું બનાવવાની ઈચ્છા રાખવી પણ પાપ છે. આવું કરવા વાળા વ્યક્તિ પણ ભગવાન શિવની નજરમાં અક્ષમ્ય અને અપરાધી હોય છે. માટે આપણે હંમેશા બીજાના ધનને માટી સમાન સમજવું જોઈએ.

3. બીજાની પત્ની અથવા પતિ પર ખરાબ નજર રાખવી, તેમજ એમને મેળવવાની ઈચ્છા રાખવી સૌથી મોટું પાપ છે. અને પુરાણોમાં એને સૌથી ખરાબ કામ કહેવામાં આવ્યુ છે.

4. આપણે ક્યારેય પણ કોઈ પણ સ્ત્રી પર ખરાબ નજર રાખવી જોઈએ નહીં. કારણ કે આવું ખરાબ કામ કરવા વાળા ક્યારેય સાંસારિક જીવન ભોગવી નથી શકતા અને ધનથી સંતુષ્ટ નથી રહી શકતા.

5. કોઈ પણ નિર્દોષ અથવા અશક્તને કષ્ટ પહોંચાડવું, એને નુકશાન પહોંચાડવું અથવા એનું ધન લૂંટી લેવું, કે પછી એમના કોઈ કામમાં અડચણ ઉભી કરવાની યોજના બનાવવી, અથવા એવા વિચાર રાખવા વાળા વ્યક્તિ પણ શિવજીની નજરોમાં નીચા પડી જાય છે. અને એમને માફી પણ નથી મળતી.

6. સારી વાતો અને સાર વિચાર ભૂલીને ખોટો રસ્તો પસંદ કરવા વાળા પણ પાપના ભાગીદાર હોય છે. અને એમને ભગવાન શિવ માફીને યોગ્ય નથી સમજતા.