બજરંગબલીના આ પાઠ બધા કષ્ટો માંથી અપાવે છે છુટકારો, મળશે ઘન લાભ

0
4693

દરેક કષ્ટોમાંથી છુટકારો મેળવવા માટે કરો બજરંગબલીના આ પાઠ, ફક્ત જાપ કરવાથી ધન લાભની સાથે ચમકશે ભાગ્ય

નમસ્કાર મિત્રો તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મહાબલી હનુમાનજી આજે કળિયુગમાં પણ અજય અમર છે, અને તે પોતાના ભક્તોના તમામ દુ:ખ દુર કરે છે. એવું જણાવવામાં આવે છે કે જે પણ વ્યક્તિ નિયમિત રીતે સાચા મનથી મહાબલી હનુમાનજીના પૂજા પાઠ કરે છે, એમને હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અને જીવનની તમામ સમસ્યાઓ માંથી છુટકારો મળે છે. જે વ્યક્તિ હનુમાન ચાલીસાના પાઠ કરે છે એણે જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો નથી કરવો પડતો.

ગોસ્વામી તુલસીદાસ જે શ્રીરામચરિત માનસના રચયિતા છે, એમણે શ્રીરામચરિત માનસ લખતા પહેલા હનુમાન ચાલીસા લખી હતી. હનુમાનજીની કૃપાથી જ તે શ્રીરામચરિત માનસ લખી શક્યા હતા. હનુમાન ચાલીસાને ધ્યાનથી વાંચયા પછી એને સારી રીતે સમજ્યા પછી એ ખબર પડે છે, કે હનુમાનજી કળિયુગના જાગૃત દેવતા છે, જે પોતાના ભક્તોના દુ:ખ દુર કરે છે. તે પોતાના ભક્તોથી જલ્દી જ પ્રસન્ન થઇ જાય છે.

જો તમારું મન પવિત્ર હોય અને તમારા કર્મો સારા હોય તો જ હનુમાનજી તમારાથી જલ્દી પ્રસન્ન થઇ શકશે. કેમ કે ખોટા કામ કરવા વાળા વ્યક્તિઓને કોઈ જ સાથ નથી આપતું. આજે અમે તમને આ લેખના માધ્યથી હનુમાનજીના ક્યા પાઠ કઈ સ્થિતિઓમાં કરવાથી તમારા દુ:ખ દુર થઇ શકે છે, તેના વિષે જાણકારી આપવાના છીએ.

બજરંગ બાણ :

આપણા આ સંસારમાં એવા ઘણા બધા લોકો છે, જે પોતાના કામ અને વર્તનથી બીજા લોકોને નારાજ કરી દે છે, જેના કારણે તેમના દુશ્મનોમાં વધારો થતો જાય છે. આપણા માંથી ઘણા બધા લોકોને સ્પષ્ટ બોલવાની ટેવ હોય છે, જેના કારણે જ તેમના છુપા દુશ્મન બની જાય છે. આ જગતમાં ઘણા લોકો તમારી પ્રગતિથી પણ ઈર્ષા કરતા હોય છે, જેને લઇને તમારી વિરુદ્ધ ષડ્યંત્ર પણ રચી શકે છે. એવી સ્થિતિમાં જો તમે તમારા સાચા મનથી બજરંગ બાણના પાઠ કરો છો તો તમે તમારી ઉપર આવનારી તકલીફોથી બચી શકો છો.

આ બજરંગ બાણના મહાબલી બજરંગબલી તમારા દુશ્મનોને સજા કરે છે. બજરંગ બાણથી દુશ્મનોને તેના માટે સજા મળી જાય છે. તેના પાઠ એક સ્થાન ઉપર બેસીને અનુષ્ઠાન પૂર્વક ૨૧ દિવસ સુધી કરવાના રહેશે, અને વ્યક્તિએ સત્યના રસ્તા ઉપર ચાલવાના સંકલ્પ લેવાના રહેશે. કેમ કે મહાબલી હનુમાનજી માત્ર સાચા અને પવિત્ર લોકોને જ સાથ આપે છે. જયારે તમે ૨૧ દિવસમાં આ પાઠ કરી લેશો તો તેનું તમને ઘણું જલ્દી ફળ પ્રાપ્ત થઇ જશે.

હનુમાન ચાલીસા :

જે કોઈ પણ વ્યક્તિ રોજ સવારે અને સાંજે હનુમાન ચાલીસાના પાઠ કરે છે, તો તે વ્યક્તિ ઉપર કોઈપણ તકલીફ આવતી નથી, અને ન તો તે વ્યક્તિ ઉપર જેલ કે સંકટ આવે છે. જો કોઈ વ્યક્તિને પોતાના ખરાબ કાર્યોને કારણે તેમને જેલમાં જવું પડ્યું છે, તો આવી પરિસ્થિતિમાં સંકલ્પ લઇને ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ અને આગળ ભવિષ્યમાં કોઈપણ પ્રકારના ખરાબ કાર્ય ન કરવાનું વચન આપીને હનુમાન ચાલીસાના ૧૦૮ વખત પાઠ કરો. મહાબલી હનુમાનજીની કૃપાથી તમે જેલ માંથી ઘણા જલ્દી જ છુટકારો પ્રાપ્ત કરી લેશો.

હનુમાન બાહુકના પાઠ :

ગઠીયા, માથાના દુ:ખાવા, કંઠ રોગ, સાંધાના દુ:ખાવાની સમસ્યા જો કોઈ વ્યક્તિને પરેશાની થઈ રહી છે, તો તે સ્થિતિમાં પાણીનું એક પાત્ર તમારી સામે રાખીને હનુમાન બાહુકના ૨૬ કે ૨૧ દિવસ મુહુર્ત જોઈને પાઠ કરો. રોજ એ પાણી પી ને બીજા દિવસે બીજું પાણી મુકો, મહાબલી હનુમાનજીની કૃપાથી શરીરની તમામ તકલીફોથી તમને ઘણો જલ્દી છુટકારો પ્રાપ્ત થશે.