આ છે દુનિયાની સૌથી લાંબી કાર, આમાં સ્વિમિંગ પુલથી લઈને હૈલીપૈડ પણ છે, જુઓ ફોટા

0
9315

એવું કહેવામાં આવે છે કે સપનાની કોઈ સીમા હોતી નથી. તમે જેટલા ઈચ્છો એટલા, જેવા ઈચ્છો એવા સપના જોઈ શકો છો, અને ઈચ્છો તો મહેનત કરીને તેને પુરા પણ કરી શકો છો, ફક્ત એ આપણા હાથમાં હોવું જોઈએ. પણ ઘણીવાર એમુક સપના એવા હોય છે જે કોઈ સામાન્ય માણસના કામના નથી હોતા. કારણ કે તે એને જોઈ શકે છે પણ તેને પૂરા નથી કરી શકતો.

હા, મોટી મોટી વસ્તુનો શોખ તો દરેક રાખે છે અને સપનાઓ પણ જુએ છે કે તેમની પાસે પણ આવી મોટી અને લક્ઝરી વસ્તુઓ હોય, પણ એના દરેક સપના પૂરો થાય એવું પણ નથી થતું. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે એક એવી કાર વિષે જેમાં તમને સ્વિમિંગ પુલથી લઈને હૈલીપૈડ સુધીની સુવિધાઓ આપવામાં આવેલ છે. એના વિષે વાંચીને તમારા મનમાં પ્રશ્ન થયો હશે કે એવી તે કઈ કાર છે જેમાં આટલી બધી સુવિધા એકસાથે મળી જાય છે. તો ચાલો અમે તમને જણાવી દઈએ એના વિષે.

તો મિત્રો અમે જે કારની વાત કરી રહ્યા છે તેને લિમોઝીન કાર કહેવામાં આવે છે. દુનિયાની કોઈ પણ કંપનીના નામ પર આ કાર બનાવી શકાય છે, કારણ કે લિમોઝીન કાર કોઈ કંપની કે બ્રાન્ડ નથી પણ કારનું એક મોડલ છે અથવા એમ કહીએ તો કારની એક સ્ટાઈલ છે. આ કાર તમારી જરૂરત અનુસાર અલગ સ્ટાઈલ અને તમારી પસંદના મોડલની બની શકે છે. કારણ કે આમાં તમારી જરૂરિયાત અનુસાર દરેક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે તમે ઈચ્છો એ.

ફોટામાં દેખાઈ રહેલી કારનું નામ છે ‘અમેરિકન ડ્રિમ’. આ કારમાં તમે તમારા પરિવારની સાથે ફરી શકો છો અને ઘણી બધી વસ્તુઓનો આનંદ ઉઠાવી શકો છો. 100 મિટર લાંબી આ કારમાં 26 ટાયર લાગેલા છે, જે ખુબ જ મજબૂતીથી બનાવામાં આવેલી છે. જેથી તેના ઉપર હેલીકોપ્તરને પણ સરળતાથી લેન્ડ કરાવવામાં આવી શકાય. જો તમે આ કારમાં એક ચક્કર લગાવી નાખો તો તમારી મોર્નિંગ અને ઈવનિંગ વોક એક વારમાં જ પુરી થઈ જાય છે.

હવે જો કારના ઈન્ટીરિયરની વાત કરવામાં આવે તો તે એટલું સુંદર દેખાય છે, જાણે કે કોઈ ફાઈવ સ્ટાર હોટલનો રૂમ હોય. જેમાં તમે સ્વિમિંગ પણ કરી શકો છો અને આરામ કરવા માંગો છો, તો ત્યાં તમારા માટે બેડ પણ ઉપલ્ભધ હોય છે. આ કારમાં આગળ અને પાછળ બંને તરફ એન્જીન જોડાયેલા છે, જે કારમાં હોવા છતાં કોઈને દેખાતા નથી એટલે પેસેંજર્સને દેખાતા નથી. કારણ કે આ કાર એવી રીતે ડીઝાઈન કરવામાં આવે છે કે એન્જીન અને કાર બિલકુલ અલગ અલગ લુક આપે છે.

હવે સ્વાભાવિક વાત છે કે આટલી લાંબી કારને ગોળ ફરાવી શકાય નહીં, કારણ કે આ ખુબ લાંબી છે. એટલા માટે આગળ પાછળ બે એન્જીન સાથે બે ડ્રાયવિંગ કેબીન બનાવામાં આવી છે. જેથી કારને જે દિશામાં લઈ જવાની છે ત્યાં લઈ જવાય. આ કાર લાંબી હોવાના કારણે 1980 માં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રિકોર્ડમાં આનું નામ લખાયું હતું, અને આજે પણ ઈતિહાસના પાનામાં આ કારનું નામ સૌથી લાંબી કારના રૂમમાં દાખલ છે.

કારણ કે આ હજુ સુધીની સૌથી લાંબી કાર છે. હવે આ કાર ડેમેજ થઈ ગઈ છે જેને પાછી રિપેર કરવાની આશા ન જેવી છે. જો તે કાર પાછી રિપેર કરી દેવામાં આવે તો તમે પણ આ સુંદર કારના દર્શન કરી શકો છો. ઘણા ધનવાન લોકો જ આવી કાર બનાવડાવી અને એને વાપરી શકે છે.