લોકો દ્વારા ચરિત્રહીન કહેવાતી એક મહિલાનાં ઘરે જતા, એક વૃદ્ધ વડીલને ગામ લોકો રોકે છે, પણ.

0
1984

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારી સમક્ષ એક વાર્તા રજુ કરવાં જઈ રહ્યા છીએ, જે સમાજમાં ફેલાયેલી ખોટી માનસિકતા વિષે જણાવે છે. અમને આશા છે કે આ વાર્તાને આખી વાંચ્યા પછી તમને પણ આ વાર્તા પસંદ આવશે. તો ચાલો વધુ સમય ન બગાડતા આપણે વાર્તા શરુ કરીએ.

તો મિત્રો, વાર્તા કંઈક એમ છે કે, એક વાર એક મહિલાએ એક વૃદ્ધની વાતોથી પ્રભાવિત થઈને એમને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. અને વૃદ્ધ એમનું આમંત્રણ સ્વીકાર કરીને તે મહિલાના ઘરે જમવા માટે નીકળી પડ્યા. રસ્તામાં જયારે લોકોએ તે મહિલાની સાથે એ વૃદ્ધને જોયા, તો એમાંથી એક પુરુષે એમની પાસે જઈને એ વૃદ્ધને પૂછ્યું કે, તમે આ મહિલાની સાથે કેમ છો?

ત્યારે એ વૃદ્ધે જણાવ્યું કે, આ મહિલાના આમંત્રણ પર હું તેના ઘરે જમવા માટે જઈ રહ્યો છું. અને આ વાત જાણ્યા પછી તે પુરુષે વૃદ્ધને જણાવ્યું કે, તમે આ મહિલાના ઘરે જતા નહિ, નહીં તો તમારી ખુબ બદનામી થશે. કારણ કે આ મહિલા ચારિત્રહીન છે.

પણ એ વૃદ્ધે એમની વાત અવગણી અને તે મહિલાના ઘરે જવા નીકળી પડ્યા. અને થોડા જ સમયમાં આ વાત એ વિસ્તારમાં જંગલની આગની જેમ ફેલાઈ ગઈ. અને ગામના મુખિ ભાગતા ભાગતા આવ્યા અને વૃદ્ધને તે મહિલાના ઘરે ન જવાનો અનુરોધ કરવા લાગ્યા.

અને વિવાદ મોટો થતા જોઈને એ વૃદ્ધે બધાને શાંત રહેવાનું જણાવ્યું, અને પછી હસતા હસતા એ મુખિનો એક હાથ પોતાના હાથમાં જોરથી પકડી લીધો અને પૂછ્યું કે, શું હવે તમે તાલી વગાડી શકો છો?

એટલે મુખિએ એમના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, એક હાથથી તાલી વાગી શકે નહિ.

અને મુખીના આ જવાબ પર વડીલે હસતા હસતા જણાવ્યું કે, જો આપણાથી એક હાથથી તાલી વાગી શકતી નથી, તો એકલી મહિલા કેવી રીતે ચારિત્રહીન હોઈ શકે છે? જ્યા સુધી એક પુરુષ તેને ચારિત્રહીન બનવામાં બાધ્ય કરે નહિ. ચરિત્રહીન પુરુષ જ એક મહિલાને ચારિત્રહીન બનાવવામાં જવાબદાર છે.

આ કેવી વિડમ્બના છે આ કથિત સમાજની, જેમાં અભિમાનમાં પુરુષ પોતાની ખોટી શાન માટે મહિલાને ફક્ત પોતાના ઉપભોગની વસ્તુ સમજે છે, અને ભૂલી જાય છે કે જે મહિલાને તે ચારિત્રહીન કહી રહ્યો છે, તેનો જવાબદાર તે સ્વંય પણ છે.

તો મિત્રો તમને આ વાર્તા તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.