જ્યાં ગળામાં અટકી રહે છે શ્વાસ, ત્યાં LOC પર આવી રીતે જીવે છે આપણા જવાન

0
712

આ સમયે દેશનો ઉત્તરીય ભાગ ભારે બરફવર્ષાની ઝપેટમાં છે. કશ્મીરમાં એલઓસી (Line of Control) પાસે આ સમયે માઇન્સ 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. એવામાં ત્યાં સીમાની રક્ષા માટે હાજર આપણા જવાનોનું જીવન સરળ નથી. તે દેશની રક્ષા માટે ખતરનાક વાતાવરણમાં પણ અડગ રહે છે. આ ઋતુમાં સૈનિકોનું જીવન કેવું હોય છે આવો તમને જણાવીએ.

નોર્થ કશ્મીરમાં આ સમયે વહેતુ પાણી પણ થીજી જાય છે. દરેક જગ્યાએ બરફની જેમ જામેલા ઝરણાં જોવા મળે છે ત્યાં કયારેક પાણી વહેતુ હતું.

આ સમયે આર્મીના વાહન એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્યારે જ સ્થળાંતર કરે છે, જયારે એમને સેસ (Snow and Avalanche Study Establishment) ની પરવાનગી મળે છે. વાહન પણ રસ્તા પર ત્યારે જ ચાલે છે, જયારે તેમના ટાયરો પર હેવી ચેન બાંધેલી હોય.

અહીં સૈનિકની પોસ્ટ અડધી બરફમાં હોય છે. બરફમાં અડધું શરીર હોવા છતાં પણ તેઓ કલાકો સુધી સીમાની રખેવાળી માટે હથિયારો સાથે હાજર રહે છે.

અહીં રહેવા માટે સૈનિકોને એસ્કિમો ટાઈપના સ્પેશિયલ હટ બનાવી આપવામાં આવે છે, જે એયર અને વોટરપ્રુફ હોય છે. આ પ્રકારના ઘરોમાં બરફ લપસીને નીચે પડી જાય છે, અને હવા,પાણી પણ અંદર નથી આવતા.

જયારે આ વિસ્તારોમાં વહેતુ પાણી જામી જાય છે, તો પછી પીવા અને નહાવાના પાણી માટે બરફનો જ ઉપયોગ કરવાનો હોય છે.

ઝીરો તાપમાન પર વોટર સપ્લાઈના પાઈપમાં પાણી જામી જાય છે. ત્યારે પીવા અને ન્હાવા માટે બરફને ઓગાળવો પડે છે, ત્યારે જઈને સૈનિકોને પીવાનું પાણી મળે છે.

હિમ સ્ખલન દરમિયાન એક સ્પેશિયલ ટ્રેંડ રેસ્ક્યુ ટીમ હોય છે, જે આવા વાતાવરણમાં બચાવનું કામ કરે છે. આ ટીમ આ દરમિયાન એલઓસી પાસે રહેતા લોકલ લોકોની પણ મદદ કરે છે.

આ ઋતુ દરમિયાન સૈનિકો માટે સ્પેશિયલ વિંટર ડ્રેસ હોય છે, જેમાં પેંટ, જેકેટ, ગ્લવ્સ વગેરે હોય છે. આ ડ્રેસને કારણે તેમને બરફમાં ચાલવામાં કોઈ મુશ્કેલી નથી થતી અને શરીર ગરમ રહે છે.

ઊંચી જગ્યાઓ પર જવાની સારી સુવિધા મળે એટલા માટે સ્નો સ્કૂટર પણ સૈનિકોને આપવામાં આવે છે. બરફને કારણે જયારે સપાટી લપસણી જઈ જાય છે. ત્યારે આ જ ઘણા મદદગાર થાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.