લો બોલો બિલ ન માંગવા પર 1500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું મળશે સોનુ, જાણો વિગત.

0
1054

દિલ્હીની સર્રાફા બજારમાં ૫ જુલાઈ પછીથી આ સીસ્ટમ પ્રચલિત થઇ ગઈ છે.

સોનાની ખરીદી કરવા જઈ રહ્યા છો, તો તમારી પાસે બે વિકલ્પ છે. એક વિકલ્પ છે કે તમે બીલ સાથે સોનું ખરીદો તો બીજો વિક્પ બીલ વગરની ખરીદીનો છે. દિલ્હીના સર્રાફા બજારમાં ૫ જુલાઈ પછી આ સીસ્ટમ પ્રચલિત થઇ ગઈ છે. આમ તો દિલ્હીના સર્રાફા બજારના વેપારીઓના જણાવ્યા મુજબ માત્ર દિલ્હી જ નહિ, કોઈપણ શહેરમાં સોનાની ખરીદી કરવા ઉપર આ સીસ્ટમ ચલણમાં છે. બીજા વિકલ્પને અપનાવવા ઉપર તમને પ્રતિ ૧૦ ગ્રામ ૧૫૦૦ રૂપિયાનો ફાયદો થશે.

જો સોનાની કિંમત ૩૫૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ ચાલી રહી છે અને તમે બીલ વગર ખરીદી કરવા માટે તૈયાર છો, તો તમારા માટે તેની કિંમત ૩૩,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની થશે. સર્રાફા બજારના વેપારીઓના નામ ન બહાર આવવાની શરતે જણાવ્યું કે બને ત્યાં સુધી સોનાની ખરીદી માટે પોતાના જુના અને વિશ્વાસુ જવેલર્સ પાસેથી જ કરે છે. એટલા માટે તે બીલની માથાકૂટમાં નથી પડતા. ગ્રાહકોને એ ખબર હોય છે કે કોઈ તકલીફ થાય તે તેમની પાસે સરળતાથી આવી શકે છે.

સોના ઉપર ૩ ટકા જીએસટી લાગે છે.

વેપારીઓના જણાવ્યા મુજબ ૫ જુલાઈથી બહાર પડેલા બજેટમાં સોનાની આવક ઉપર લગતા ટેક્સને ૧૦.૫ ટકા વધારીને ૧૨.૫ ટકા કરી દેવામાં અવ્યો. સોના ઉપર ૩ ટકા જીએસટી પણ લાગે છે. એટલે કે બીલ વગર ખરીદી કરવા ઉપર ૫.૫ ટકાની બચત થાય છે. એક લાખ રૂપિયાના સોનાના ઘરેણા ખરીદવા ઉપર ૫૫૦૦ રૂપિયાની બચત થાય છે.

સર્રાફા બજારના વેપારીઓના જણાવ્યા મુજબ સોનાની આવક ટેક્સ વધવાની શક્યતા મુજબ સોનાની દાણચોરી વધી ગઈ છે. કેમ કે એક કિલોગ્રામ સોના ઉપર ૨-૨.૫ લાખ રૂપિયાની બચત થાય છે. વેપારીઓએ જણાવ્યું કે મોટાભાગે ગ્રાહક જૂની ઓળખાણ વાળા જ હોય છે, તો તેને તે સરળતાથી જણાવી દે છે કે બીલ વગરની ખરીદી ઉપર તેમને ફાયદો થશે.

૧૦૦ ગ્રામ સોનું ખરીદવા ઉપર ગ્રાહકને ૧૫,૦૦૦ રૂપિયાની બચત થઇ જાય છે.

વેપારીઓના જણાવ્યા મુજબ સોનાની કાયદેસર આવકમાં ભલે ઘટી હોય, પરંતુ હકીકતમાં બેંક ડોર સોનાની સપ્લાઈ વધી ગઈ છે. કેમ કે બેંક ડોર વાળું સોનું અને બીલ વાળા સોનાના ભાવમાં ઘણું મોટું અંતર હોય છે. લગ્ન પ્રસંગ દરમિયાન કોઈપણ ગ્રાહક ઓછામાં ઓછું ૫૦-૧૦૦ ગ્રામ સોનું ખરીદવા ઉપર ગ્રાહકને ૧૫૦૦૦ રૂપિયાની બચત થઇ જાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.