ખરાબ સમય શરુ થવા પહેલા ગરોળી આપે છે આ સંકેત, તમે પણ એને સમજી લો, નહીં તો પસ્તાવો રહી જશે

0
3754

જીવન છે તો એમાં સુખ અને દુઃખ બંને છે. એવી જ રીતે સારો સમય અને ખરાબ સમય બંને છે. દરેકના વ્યક્તિના જીવનમાં સારો અને ખરાબ સમય આવતો રહે છે. સારા સમયમાં લોકો ખુશ રહે છે, પણ ઘણી વાર ખરાબ સમય તમને એટલો ભારે પડી શકે છે કે, તમે વિચારવા લાગો છો કે એવું શું કરીએ કે ખરાબ સમયની જાણ પહેલાથી જ થઇ જાય, અને પોતે સાવચેત થઇ જઈએ.

જણાવી દઈએ કે ઘણા લોકો એ જાણે છે કે, ખરાબ સમય આવતા પહેલા આસપાસની ઘણી વસ્તુઓ આપણને આવનારી મુશ્કેલી પ્રત્યે સાવચેત કરી દે છે. તેવામાં જો આપણે તે સંકેતોને સમજી લઈએ તો આવનારી મુશ્કેલીને સરળતાથી ટાળી શકીએ છીએ.

અને ખરાબ સમય આવવાનો સંકેત ગરોળી દ્વારા પણ મળે છે. આજે અમે તમને ગરોળીના થોડા સંકેતોથી માહિતગાર કરવા જઈ રહ્યા છીએ, જે તમારો ખરાબ સમય શરુ થતા પહેલા તમને મળે છે. મિત્રો પશુ-પક્ષી અને જીવ-જંતુઓ પણ આ બ્રહ્માંડનો જ ભાગ છે. તેમનું પણ આપણી સાથે અમુક પ્રકારની કનેક્શન જરૂર હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ પશુ-પક્ષી અને તેના દ્વારા મળતા સંકેતોનું વર્ણન જોવા મળે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે ગરોળી પણ તમારા જીવનમાં આવનારા ખરાબ સમય વિષે જણાવી શકે છે. સામાન્ય રીતે ગરોળી લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. અને આપણા માંથી ઘણા લોકો એના માટે પ્રયત્નો પણ કરે છે કે, તે ઘરમાં પ્રવેશ ન કરે. પરંતુ તેમ છતાં તે કોઈને કોઈ રીતે ઘરની અંદર આવી જ જાય છે.

અને તમને પણ પોતાના રોજીંદા જીવનમાં ક્યારેક ને ક્યારેક ગરોળી જોવા મળતી જ હશે. તેવામાં આજે અમે તમને ગરોળીના થોડા સંકેત સમજાવવા જઈ રહ્યા છીએ, જે તમારો ખરાબ સમય શરુ થવા પહેલા તમને મળે છે. જો તમે સમય પહેલા આ સંકેતોને સમજી લો છો, તો તમારા જીવનમાં આવનારા ખરાબ સમયને તમે સરળતાથી ટાળી શકો છો.

ખરાબ સમય આવતા પહેલા ગરોળી આપે છે આ સંકેત :

૧. મિત્રો જો તમે ઘરમાં પ્રવેશ કરો અને એ જ સમયે કોઈ ગરોળી તમારી ઉપર પડી જાય છે, તો તમારી સમજી જવું જોઈએ કે તમારા ઘરે કોઈ ઘણો મોટો ઝગડો થવાનો છે. અને આ ગુહ કલેશથી તમારા સંબંધોમાં કડવાશ આવશે. ને તેનાથી તમને ભાવનાત્મક રીતે ઘણું જ દુ:ખ પહોંચવાનું છે.

એટલે જો તમને આ સંકેત મળે તો એને સમજી લો, અને કોઈ ઝગડા થવા જેવી બાબતને ટાળી દો. સાથે જ કોઈ વ્યક્તિ તમને કાંઈ કહે, તો તમે ગુસ્સાને કાબુમાં રાખો. જેથી તે ઝગડો મોટુ સ્વરૂપ લેવાથી અટકી જાય.

૨. મિત્રો જો તમે કોઈ ઘર કે દુકાન ખરીદવા જઈ રહ્યા છો, કે પછી એને ભાડા ઉપર લેવા જઈ રહ્યા છો, એવામાં તમને ત્યાં કોઈ મરેલી ગરોળી જોવા મળે, તો તે અપશુકન માનવામાં આવે છે. તેવામાં તમારે તે દુકાન કે ઘર કોઈ મિલકત લેવી જોઈએ નહિ. નહીં તો તમારા પરિવાર ઉપર પનોતી લાગી જશે.

૩. તેમજ જો કોઈ અગત્યના કામ માટે ઘરેની બહાર નીકળી રહ્યા છો, અને તમને દરવાજાની આસપાસ જ ગરોળી જોવા મળી જાય, તો તે પણ અપશુકન કહેવાય છે. તેનો અર્થ છે કે તમારું તે કામ બગડવાનું છે. તેવામાં તમારે આ કામને થોડા સમય માટે અટકાવી દેવું જોઈએ.

આ ૩ સંકેત છે જે તમને ગરોળી દ્વારા ખરાબ સમય આવતા પહેલા મળે છે. જો તમને આ માહિતી ગમી હોય તો બીજાને શેર કરો જેથી તે લોકોને પણ તેનો લાભ મળી શકે.