તમે પણ પેટની ચરબી ઓછી કરતું લીંબુ પાણી બનાવતા સમયે આ ભૂલો તો નથી કરતા ને. જાણવા ક્લિક કરો.

0
5196

મિત્રો જો વજન ઓછું કરવાની વાત આવે છે, તો એના માટે લીંબુ એક એવું ફળ છે કે જેનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. અને આ નાનકડા લીંબુમાં વિટામિન સી અને સાઇટ્રિક એસિડની માત્રા ખુબ વધારે હોય છે. અને તે આપણી ત્વચા, પાચન અને કિડનીના રોગોમાં લાભકારી માનવામાં આવે છે. લીંબુના સેવનથી બ્લોટિંગની સમસ્યાથી છુટકારો મળે છે.

જણાવી દઈએ કે, જે લોકો વધારે મીઠું, વધારે તીખું અને બહારના જંક ફૂડનું વધારે માત્રામાં સેવન કરે છે, તેમણે લીંબુ પાણીનું દરરોજ સેવન કરવું જોઈએ. કારણ કે લીંબુ આપણા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે. સાથે એમાં રહેલ સાઈટ્રિક એસિડ શરીરમાં જામેલી ચરબીને દુર કરવા માટે ખુબ ફાયદાકારક હોય છે.

જો કે વજન ઘટાડવાની આ પ્રક્રિયા દરમ્યાન ઘણા બધા લોકોની એવી ફરિયાદ હોય છે, કે તેમને સવાર-સવારમાં ખાલી પેટે લીંબુ પાણી પીવાથી કોઈ ખાસ લાભ થઇ રહ્યો નથી. તેમજ એમનું વજન જેટલું હતું એટલું જ રહે છે. તો એવું થવા પાછળનું કારણ એ પ્રક્રિયા દરમ્યાન લોકો દ્વારા થતી ભૂલ હોય છે.

વજન ઓછુ કરવા માટે ઘણા લોકો લીંબુ પાણીમાં મધ મિક્ષ કરીને પીવે છે. તેમજ કેટલાક ચરબી ઓછી કરવા માટે ગરમ પાણીમાં લીંબુ નિચોવીને પીવે છે. પણ જણાવી દઈએ કે, પેટની ચરબી ઓછી કરવા માટે લીંબુ પાણી ત્યારે જ તમારા શરીર પર પોતાની અસર દેખાડશે, જ્યારે તમને તેને બનાવવાની યોગ્ય રીતે ખબર હોય.

તો આવો જાણીએ વજન ઓછું કરવા માટે લીંબુનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ. જેથી એનાથી જોડાયેલા બધા ફાયદા આપણને મળી શકે. અને શરીરની વધેલી ચરબી પણ ઝડપથી ઓછી થવાની શરુ થઇ જાય. પણ તેના પહેલા આપણે જાણી લઈએ કે, જે ભૂલ આપણે લીંબુ પાણી બનાવતા સમયે કરીયે છીએ, તે શા માટે કરવી જોઈએ નહિ.

એ તો તમે જાણતા જ હશો કે, ઉનાળામાં શરીરને ઠંડુ કરવા માટે શાકર વાળું લીંબુનું શરબત પીવામાં આવે છે. અને તે સ્વાદમાં ઘણું ટેસ્ટી હોય છે. પણ જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો, તો તમે શાકર વાળું લીંબુ પાણી પીવો નહીં. કારણ કે શાકર લીંબુના અસરને પણ દૂર કરી નાખે છે. સાથે શાકરના સેવનથી વજન ઓછું થવાની જગ્યા પર વધવા લાગે છે.

તેમજ જો તમે શાકરની જગ્યા પર લીંબુ પાણીમાં મધ મિક્ષ કરો છો, તો ધ્યાન રાખવું કે ક્યારેય પણ ખુબ વધારે ગરમ પાણીમાં મધ મિક્ષ કરવું નહીં. કારણ કે મધને વધારે ગરમ કરવાથી એની આપણા શરીર પર વિપરીત અસર થવા લાગે છે. એટલા માટે હંમેશા પાણીને ઠંડુ થવા દો અને નવસેકું થઇ જાય ત્યારે જ એમાં મધ એડ કરવાનું છે. સાથે સાથે જો તમે તૈયાર કરેલું લીંબુ, મધ અને પાણીનું મિશ્રણ ઠંડુ થઇ જાય, તો તેને પાછું ગરમ કરવાનું નથી. કારણ કે આવું કરવાથી લીંબુ અને મધના પોષકતત્વ ખતમ થઇ જાય છે અને તેના ફાયદા આપણને મળતા નથી.

ચાલો જાણી લઈએ લીંબુનો લાભ લેવા માટે એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે.

જાણકારી માટે જણાવી દઈએ કે, લીંબુના ગુણ કરતા તેની છાલમાં વધારે ગુણ સમાયેલા હોય છે. માત્ર એક લીંબુની છાલમાં 10 લીંબુના રસથી પણ વધારે ન્યુક્લિન હોય છે. મોટાભાગના લોકો લીંબુનો રસ કાઢીને તેની છાલ કચરામાં ફેંકી દે છે. પણ જણાવી દઈએ કે, આ લીંબુની છાલ વજન ઓછું કરવાથી લઈને કોલેસ્ટ્રોલ અને કેન્સર જેવી બીમારીઓ સારી કરવા માટે ખુબ ફાયદાકારક હોય છે. લીંબુની છાલનો ઉપયોગ કરવા માટે હંમેશા એવા લીંબુ લેવાના હોય છે, જેની છાલ થોડી જાડી હોય.

તો વજન ઉતારવા માટેનું ડ્રીંક બનાવવા માટે સૌથી પહેલા તો લીંબુની ઉપરની પરત છીણી લેવાની છે. લીંબુની ઉપરની પરતમાં જોવા મળતું ઓઇલ જ એ પદાર્થ છે, જે વજનને ઝડપથી ઓછું કરવા માટે ચમત્કારી રૂપથી પોતાની અસર દેખાડે છે. ધ્યાન રાખો કે, લીંબુની છાલ કાઢતા સમયે લીંબુની ઉપરની પીળી પરત જ કાઢવાની છે. અંદરના સફેદ ભાગને છીણવાનું નથી કારણ કે સફેદ ભાગ ખુબ કડવો હોય છે અને જરૂરી હોય છે.

હવે લીંબુની છાલ નીકળી ગયા પછી 250 ml લઈને એને પાણી ગરમ કરો. પાણીને કોઈ ગ્લાસમાં કાઢીને તેમાં એક ચમચી છીણેલા લીંબુની છાલ એડ કરો. તેના પછી તેને 2 થી 3 મિનિટ ઢાંકીને ઠંડુ થવા દો. જયારે નવસેકુ થઇ ગયા પછી આમાં અડધા લીંબુનો રસ એડ કરો. આ રીતે આ ડ્રીંક તૈયાર થઇ જશે. સ્વાદ માટે આમાં મધ પણ એડ કરી શકો છો.

જણાવી દઈએ કે, વધેલું વજન ઓછું કરવા માટે લીબુંની છાલથી બનેલુ આ ડ્રીંક સામાન્ય લીંબુ પાણીથી ખુબ સારું છે. અને દરરોજ નિયમિત રીતે ખાલી પેટે આનું સેવન કરવાથી શરૂઆતના 7 દિવસમાં આની અસર તમારા શરીરમાં દેખાવા લાગશે. ધીરે ધીરે તમે તમારા શરીરમાં એક હલકાપણું અનુભવવા લાગશો.

અને આ ડ્રીંક માત્ર વજન ઓછું કરે છે એટલું જ નહિ, પણ આ ડ્રીંક શરીરમાં વધેલ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે, ત્વચાના દાગ, ધબ્બા અને કરચલીઓ દૂર કરીને ચહેરાની રંગતને અંદરથી નિખારે છે. લીવરમાં રહેલી ગંદકી દૂર કરવા માટે પણ આનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જે લોકોને એસીડીટીની સમસ્યા હોય છે તે લોકો આ ડ્રીંક ખાલી પેટે લેવું નહિ.