લીંબુ ઉકાળીને પીવાથી મળશે આ ફાયદા. તે એનર્જી મેળવવા અને મોટાપાથી લઈને અનેક રોગોમાં ઉપયોગી છે.

0
1796

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. મિત્રો તમે બધાએ એ તો સાંભળ્યું જ હશે કે, સવારે લીબું પાણી પીવું જોઈએ, કારણ કે તેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. અને ઘણા લોકો આવું કરે છે પણ છે. કારણ કે તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

પણ શું તમે ઉકાળેલા લીંબુને છોલીને ખાવા વિશે વિચાર્યુ છે? વાંચવામાં વિચિત્ર લાગે છે ને. પણ હકીકતમાં તે આપણા માટે ઘણું ફાયદાકારક હોય છે. અને આજે અમે તમને આ લેખમાં એના ફાયદા વિષે જણાવીશું. અને એને કેવી રીતે તૈયાર કરવાના છે એ પણ જણાવીશું. મિત્રો આવા પ્રકારના જ્યુસ પીવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા થાય છે.

લીંબુ ઉકાળીને પીવાના ફાયદા :

જાણકારી માટે જણાવી દઈએ કે, તેનાથી વજન ઘટે છે, શરીરની ઈમ્યુનીટીમાં વધારો થાય છે અને શરીરમાં ઘણા પ્રકારના વિટામીનનું પ્રમાણ પણ વધી જાય છે. સાથે જ ઝીંક, કેલ્શિયમ વગેરેનું પ્રમાણ પણ શરીરમાં સંતુલિત થઇ જાય છે.

લીંબુ ઉકાળીને પીવું :

એના માટે તમે ૪-૫ લીંબુ લો અને તેને સારી રીતે ધોઈ લો. પછી તેને બે ટુકડામાં કાપી લો. હવે એક વાસણમાં પાણી લો અને એમાં આ લીંબુ નાખીને એ પાણીને ૩ થી ૫ મિનીટ સુધી ઉકળવા દો. ત્યારબાદ તેને ૧૦ મિનીટ માટે ઠંડુ થવા દો. પછી તેને ગાળી લો અને વધેલા પાણીને પી જાવ. અમે લીંબુના પલ્પને ભોજન બનાવવાના કામમાં લઇ લો. જો તમને સ્વાદ સારો ન લાગે તો તમે તેમાં ઠંડુ થાય પછી મધ પણ ભેળવી શકો છો. આ પીણાના સેવનથી નીચે લખવામાં આવેલા લાભ થાય છે.

લીંબુ ઉકાળીને પીવાના ફાયદા :

૧. ઈમ્યુનીટી (રોગપ્રતિકારક શક્તિ) વધારવા :

મિત્રો જણાવી દઈએ કે, આ પીણું આપણા શરીરની ઈમ્યુનીટીને બુસ્ટ કરી દે છે. કારણ કે લીંબુમાં વિટામીન સી પૂરતા પ્રમાણમાં હોય છે.

૨. શરદી જુકામ દુર ભગાડે :

જો તમને શરદી જુકામ થઇ ગયા છે, તો એવા સમયે આ પીણું પીવાથી તમને ઘણો આરામ મળશે. તેમાં એન્ટીઓક્સીડેંટ હોય છે, જે શરદી દુર ભગાડી દે છે. એટલા માટે આ સમસ્યા થવા પર લીંબુ ઉકાળીને જ પીવું જોઈએ.

૩. વજન ઘટાડવામાં મદદરૂપ :

જાણકારી માટે જણાવી દઈએ કે, આ પીણું પીવાથી વજનમાં ઘટાડો પણ કરી શકાય છે. અને તે પણ શરીરને નબળું કર્યા વગર. તે પીવાથી વારંવાર ભૂખ લાગવાની ટેવ ઓછી થઇ જાય છે, જેથી વધારાની ચરબી શરીરમાં જતી નથી. અને નકામી ચરબીને ભેગી થવાથી રોકે છે.

૬. મેટાબોલીઝમને બુસ્ટ કરવું :

આ રીતે ઉકાળેલા લીંબુ વાળું પાણી પીવાથી શરીરમાં કેલેરી ઓગળી જાય છે, અને શરીરને પોષક તત્વ પણ મળે છે. જેથી શરીરનું મેટાબોલીઝ(ચયાપચય) યોગ્ય થઇ જાય છે. તો એટલા માટે લીંબુ ઉકાળીને પીવો, તો ફાયદો તો તમારો જ છે. જો તમને આ મહિતી પસંદ આવી હોય તો લાઈક અને શેયર જરૂર કરજો.