આ બાળકને લોકો કહી રહ્યા છે ‘માનવ સર્પ’, તેના શરીર પરથી સાંપની જેમ નીકળે છે ચામડી

0
414

તમે સાંભળ્યું હશે કે સાંપ પોતાની ચામડી (કાંચળી) છોડે છે. પણ પણ ઓડિશામાં એક બાળક છે જેને લોકો ‘માનવ સર્પ’ કહે છે. કારણ કે આ બાળકની ચામડી પણ લગભગ દર મહિને નીકળે છે. આ એક દુર્લભ બીમારી છે, જે લગભગ 6 લાખમાંથી કોઈ એક વ્યક્તિને થાય છે. આ બાળકની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. આવો જાણીએ આ બીમારી અને બાળક વિષે.

10 વર્ષના આ બાળકનું નામ છે જગન્નાથ. જગન્નાથ ઓડિશાના ગંજમ જિલ્લામાં પોતાના માતા-પિતા સાથે રહે છે. તેની ત્વચા પર મોટી-મોટી ઘેરા રંગની ફોલ્લીઓ (Rashes) નીકળે છે. તે દર મહિને નીકળે છે અને તેની જગ્યા પર નવી ફોલ્લીઓ નીકળી આવે છે.

આ બીમારીનું નામ છે લૈમલર ઈચિયોસિસ છે. તે એક અસાધ્ય બીમારી છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટનું માનીએ તો આ બીમારીથી ગ્રસિત જગન્નાથ દર કલાકે સ્નાન કરે છે, જેથી તેના શરીરમાંથી ભેજ ઓછો ન થઈ જાય. ભેજ ઓછો થતા જ તેની ચામડી નીકળવા લાગે છે. તેના લીધે તેને ઘણો દુઃખાવો થાય છે.

જગન્નાથના શરીરની ત્વચા હવે એટલી કઠણ થઈ ગઈ છે કે, તેને હરવા-ફરવામાં પણ મુશ્કેલી આવે છે. જો તેણે પોતાના હાથ પગ સીધા કરવા હોય છે, તો તેણે કોઈની મદદ લેવી પડે છે. જગન્નાથના પિતા પ્રભાકર પ્રધાન ચોખાના ખેતરમાં મજૂરી કરે છે. પ્રભાકર એટલું નથી કમાતા કે બાળકનો ઈલાજ કરાવી શકે.

જગન્નાથને આ બીમારી બાળપણથી જ છે. આ બીમારી 6 લાખ લોકોમાંથી કોઈ એક ને જ થાય છે. આ બીમારી જનિન (genes) માં આવેલી સમસ્યાને કારણે થાય છે. તેમાં માણસના શરીરની ત્વચા ઘણી ધીમી ગતિથી પોતાને બનાવે છે.

એટલા માટે તેની ત્વચા સંપૂર્ણ રીતે સુકાઈ જાય છે, જેવી કે માછલીઓ અને સાંપોની ત્વચા હોય છે. લૈમલર ઈચિયોસિસમાં ત્વચાની ઉપર એક પાતળું આવરણ બની જાય છે, જેને કોલોડિયોન મેંબ્રેન કહે છે. તે ધીમે ધીમે મોટું થાય છે અને રેસીસનું રૂપ લઇ લે છે.

કોલોડિયોન મેંબ્રેન અમુક અઠવાડિયામાં ઉતરે છે. પણ તેમાં ઘણો દુઃખાવો થાય છે. તેનાથી પીડિત માણસને આજીવન તેની સાથે રહેવું પડે છે. તેણે રોજ દુઃખાવો સહન કરવો પડે છે. જગન્નાથની આંખો પર પણ કોલોડિયોન મેંબ્રેન બને છે. તે એટલી કડક હોય છે કે, તે સુતા સમયે પોતાની આંખ પણ બંધ નથી કરી શકતો.

લૈમલર ઈચિયોસિસ બીમારી દુનિયાભરના ઘણા દેશોમાં મળી આવે છે. તે એક જન્મજાત બીમારી છે જેનો કોઈ ઈલાજ નથી. જનીનની ખરાબીને કારણે થવાવાળી આ બીમારીના ઘણા સ્તર છે. તેની જાણ બાળકના જન્મ થવા પર જ થઈ જાય છે. જો તેની અસલી ચામડીની ઉપર બીજી ચામડીનું પડ જોવા મળે તો સમજી જવું કે લૈમલર ઈચિયોસિસ બીમારી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.