બુર્જ ખલીફા પર પડી વીજળી, એના માટે 7 વર્ષથી રાહ જોઈ રહ્યો હતો આ માણસ

0
735

દુબઇમાં હાલમાં જ ભયાનક તોફાન આવ્યું હતું. અને મુશળધાર વરસાદ આવ્યો. આખા દુબઈમાં દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા. પણ આ દરમિયાન કાંઈક એવું થયું જેની રાહ એક ફોટોગ્રાફર છેલ્લા 7 વર્ષથી જોઈ રહ્યો હતો. આ નજારો હતો બુર્જ ખલિફા પર વીજળી પડવાનો. આ ફોટા ગ્રાફરે આ નજારો પોતાના કેમેરામાં કેપ્ચર કરવા માટે, આખી રાત રણમાં થઈ રહેલા વરસાદ વચ્ચે એક કેમ્પમાં પસાર કરી જેથી પરફેક્ટ શોટ મળી શકે. અને કહેવાય છે ને કે ધીરજનું ફળ મીઠું હોય છે. અને આ ફોટોગ્રાફરને તે મળ્યું. તેને પરફેક્ટ ફોટો મળી ગયો.

આ ફોટોગ્રાફરનું નામ છે જોહેબ અંજુમ. જોહેબે શુક્રવારની રાત્રે આવેલા તોફાન દરમિયાન દુનિયાની સૌથી ઊંચી ઇમારત પર પડતી વીજળીનો ફોટો પાડ્યો. જોહેબ આખી રાત રણપ્રદેશમાં વરસાદ વચ્ચે એક નાનકડા કેમ્પમાં રહ્યો હતો, જેથી તેમને ઉત્તમ ફોટો મળી શકે.

ફોટો લીધા પછી જોહેબે જણાવ્યું કે, આ ફોટાએ મારા માટે વર્ષ 2020 ની સારી શરૂઆત કરી છે. મારા માટે તે ક્ષણ ઘણી કિંમતી હતી જયારે 2720 ફૂટ ઊંચા બુર્જ ખલિફાના સૌથી ઉપરના ભાગ પર વીજળી પડી.

જોહેબ અંજુમનો આ ફોટો બુર્જ ખલિફાના પ્રશાસન અને દુબઇના રાજકુમાર શેખ હમદાને પણ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેયર કર્યો છે. જોહેબે જણાવ્યું કે, જયારે વીજળી પડી ત્યારે દુબઇનું આકાશ વાદળી રંગના પ્રકાશથી રંગાઈ ગયું હતું.

દુબઇના મીડિયાનું માનીએ તો 1996 પછી દુબઇ સહીત સંયુક્ત અરબ અમીરાતમાં ઘણા ભાગોમાં આટલો વરસાદ પડ્યો છે, આટલું ભયાનક તોફાન આવ્યું છે. હજી પણ હવામાન વિભાગના લોકો આ વાતની આશા દેખાડી રહ્યા છે કે, આગળ પણ વરસાદ થઈ શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.