આવી રીતે કામ કરે છે લાઈફ સપોર્ટ સિસ્ટમ, જેની દેખરેખમાં છે અરુણ જેટલી, જાણો વધુ વિગત

0
574

જણાવી દઈએ કે આપણા પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની હાલત ગંભીર છે. તેમને લાઈફ સપોર્ટ સીસ્ટમ પર રાખવામાં આવ્યા છે. પણ શું તમને ખબર છે કે આ લાઈફ સપોર્ટ સીસ્ટમ શું છે? અને કઈ સ્થિતિમાં દર્દીને તેમાં રાખવામાં આવે છે? આ સીસ્ટમથી બચવાની શક્યતાઓ કેટલી હોય છે? જાણો એના વિષે નિષ્ણાંત શું કહે છે?

લાઈફ સપોર્ટ સીસ્ટમ વિજ્ઞાનની આધુનિક સારવાર પ્રણાલીઓમાંથી એક છે, જેણે માણસનાં જીવનને બચાવવાની શક્યતાઓને નવી દિશા આપી છે. પ્રેસીડેંટ હાર્ટ કેયર ફાઉંન્ડેશન ઓફ ઇન્ડિયા અને હ્રદય રોગ નિષ્ણાંત ડો. કેકે અગ્રવાલે ન્યૂજ એજન્સી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, તે એ ટેકનીક છે જેનાથી અત્યાર સુધી દુનિયાભરમાં લાખો લોકોને સંકટપૂર્ણ સમયમાં જીવન અપાયું છે.

સંકટપૂર્ણ સમયમાં જયારે વ્યક્તિના શરીરના અલગ અલગ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હોય, ત્યારે પણ તે લાઈફ સપોર્ટ સીસ્ટમની મદદથી રીકવર કરવામાં સફળ રહ્યા છે. પરંતુ તેનાથી પાછા ફરવું એટલું પણ સરળ નથી.

ડો. કેકે અગ્રવાલ તેને ઉદાહરણ તરીકે એવી રીતે સમજાવે છે કે, માની લો કે દર્દીનું બ્લડ પ્રેશર ઓછું થઇ ગયું છે. તો તેને બેલુન પંપથી શ્વાસ આપવામાં આવે છે. પરંતુ છતાંપણ શ્વાસ નથી ચાલતા તો વેન્ટીલેટરનો વિકલ્પ અપનાવવામાં આવે છે. અને વેન્ટીલેટર પણ કામ કરવાનું બંધ કરી દે તો મુશ્કેલી ઘણી વધી જાય છે. તે વખતે દર્દીને લાઈફ સપોર્ટ સીસ્ટમ ઉપર રાખવામાં આવે છે. તે એક રીતે દરેક અંગની દેખરેખના આધાર ઉપર જીવન-મૃત્યુ સામે ઝઝૂમી રહેલા વ્યક્તિને શ્વાસ લેવામાં મદદ કરે છે.

ડો. અગ્રવાલ જણાવે છે કે, આ સીસ્ટમ દ્વારા માણસને બચાવવો સરળ રહે છે. પરંતુ જે પ્રકારે પૂર્વ નાણા મંત્રી કેન્સર જેવી એક અંડરલાઈન ડીઝીસની ઝપેટમાં છે, તો તેવામાં ચાંસ ઓછા થતા જાય છે. તે જણાવે છે કે એવા કેસમાં રોગીને સામાન્ય અવસ્થામાં લાવવા મુશ્કેલ હોય છે.

ક્યારે પડે છે જરૂર :

શરીરના ત્રણ ભાગમાં હ્રદય, મગજ કે ફેફસાની સ્થિતિ ગંભીર હોય તો આ સીસ્ટમની જરૂર પડે છે. ઘણી વખત નીમોનીયા, ડ્રગ ઓવરડોઝ, બ્લડ ક્લોટ, સીઓપીડી કે સેસ્ટીક ફાઈબ્રોસીસ, ફેફસામાં ઇંજરી કે બીજી બીમારીઓને કારણે ફેફસા ઓછું કામ આપે છે, તેવામાં આ સીસ્ટમની મદદથી ફેફસાંને તે સપોર્ટ સીસ્ટમ મદદ કરે છે. તેમજ ક્યારેક કાર્ડિયેક અરેસ્ટ કે હાર્ટ એટેક થવા ઉપર પણ હ્રદયને કામ કરતું કરવા માટે આ લાઈફ સપોર્ટ સીસ્ટમ આપવી પડે છે. બ્રેન સ્ટ્રોક કે પછી માથા ઉપર ઈજા થવા ઉપર પણ આ સીસ્ટમ મદદરૂપ થાય છે.

હ્રદયની બાબતમાં સૌથી પહેલા સીપીઆરની મદદ લેવામાં આવે છે, જેનાથી લોહીમાં ઓક્સીજનના પ્રમાણને સંપૂર્ણ શરીરમાં પહોંચાડી શકાય. લાઈફ સપોર્ટ સીસ્ટમની મદદથી હ્રદયને દવાઓ કે બીજી પ્રણાલીઓ સાથે કામ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. જોવામાં આવે તો ડાયાલીસીસ પણ લાઈફ સપોર્ટ સીસ્ટમનું ખાસ અંગ કહેવામાં આવશે. તેના દ્વારા કીડનીને મદદ આપવામાં આવે છે. જયારે માણસની કીડની લગભગ ૮૦ ટકા સુધી કામ કરવાનું બંધ કરી દે છે, તો શરીરનું ઝેર અટકાવવામાં ડાયલીસીસની વિશેષ ભૂમિકા હોય છે.

ડો. અગ્રવાલનું કહેવું છે કે જેવી રીતે મીડિયા અહેવાલ દ્વારા સામે આવ્યું છે કે, કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી છેલ્લા લગભગ એક વર્ષથી બીમાર રહે છે. તેમને કીડની સાથે સાથે સોફ્ટ ટીસ્યુ કેન્સર પણ છે. તેવામાં એમને અંડરલાઈન ડીઝીસમાંથી લાઈફ સપોર્ટ સીસ્ટમની મદદથી બહાર લાવવાના પ્રયાસ ચાલુ છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.