સાવધાન કડક થઈ સરકાર: જો હવે ભેળસેળ વાળું ખાવાનું વેચ્યું તો આજીવન જેલ થશે

0
999

જો તમે ભેળસેળવાળો અને નકલી સામાન વેચો છો, તો થઇ જાવ સાવધાન. આવનાર થોડા દિવસોમાં સરકાર ભેળસેળવાળો અને નકલી સામાન વેચવા વાળાના સારા દિવસોને ખરાબ દિવસોમાં ફેરવી દેશે. આવનાર દિવસો આવા સામાન વેચવા વાળા લોકો માટે કષ્ટદાયક સાબિત થઇ શકે છે.

સરકાર લઈને આવી છે નવો ‘ઉપભોગતા સંરક્ષણ અધિનિયમ 2019’ (New Consumer Protection Bill 2019) કાયદો. નવા કાયદા અનુસાર ભેળસેળવાળા અને નકલી સામાનનો ઉપયોગ કરનાર ગ્રાહકનું મૃત્યુ થઇ જાય છે, તો ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા દંડ અને આજીવન જેલ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

ગ્રાહકના હિતોને ધ્યાનમાં રાખીને સરકારે ‘ઉપભોગતા સંરક્ષણ અધિનિયમ 2019’ ને સંસદના બંને સદનોમાં પાસ કરાવી દીધું છે. રાષ્ટ્રપતિની સહી પછી તે આખા દેશમાં લાગુ થઇ જશે. સરકારે ઉપભોગતા વિશેના મંત્રાલય સાથે આ વર્ષના અંત સુધીમાં આને આખા દેશમાં લાગુ કરવાનું લક્ષ્ય પણ નક્કી કરી દીધું છે. ઉપભોગતા કેસમાં મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, વર્ષના અંત સુધીમાં આ નિયમ પ્રભાવી થઇ જશે.

શું ખાસ છે ‘ઉપભોગતા સંરક્ષણ અધિનિયમ 2019’ માં?

મંગળવારે કેન્દ્રીય ઉપભોગતા બાબત, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી રામવિલાસ પાસવાને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘ઉપભોગતા સંરક્ષણ અધિનિયમ 2019 ના લાગુ થઇ ગયા પછી કોઈ પણ દુકાનદાર અથવા ઉત્પાદક કંપની હવે ગ્રાહકોને છેતરી નહિ શકે. નવું ઉપભોગતા સંરક્ષણ અધિનિયમ 2019 ઉપભોગતા સંરક્ષણ કાયદા 1986 નું સ્થાન લેશે. આ બિલના સંપૂર્ણ રીતે લાગુ થઇ ગયા પછી ગ્રાહકોના હિતોના રક્ષણની સાથે સાથે એમના વિવાદોને પણ સમય પર ઉકેલવામાં મદદ મળશે.’

રામવિલાસ પાસવાનનું કહેવું છે કે, ત્રણ મહિનાની અંદર જ અધિનિયમ અંતર્ગત કાયદા બનાવવામાં આવશે. નવા અધિનિયમમાં કેન્દ્રીય ઉપભોગતા સંરક્ષણ ઓથોરિટી (સીસીપીએ) ની રચનાની જોગવાઈ એક ક્રાંતિકારી પગલું છે. એમાં ગ્રાહકને અયોગ્ય વ્યવહારોથી થવા વાળા નુકશાનથી બચાવવા, ગ્રાહકોની ફરિયાદ ઉકેલવા સાથે જોડાયેલી એજન્સીઓનો અધિકાર વધારવા, અને ગ્રાહકના વિવાદની ન્યાય પ્રક્રિયાને સરળ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

ભ્રમિત કરતી જાહેરાતો પર સકંજો કસવામાં આવશે :

જણાવી દઈએ કે નવા ઉપભોગતા સંરક્ષણ અધિનયમ 2019 માં ભ્રમિત કરતી જાહેરાતો પર પણ સકંજો કસવામાં આવ્યો છે. મેન્યુફેક્ચરરની સાથે સાથે ભ્રમિત કરતી જાહેરાતો આપનાર અને ઉત્પાદનોની પ્રશંસા કરવા વાળા સેલિબ્રિટીઓ વિરુદ્ધ હવે કડક જોગવાઈઓ કરવામાં આવી છે.

નવો કાયદો આવી ગયા પછી દેશની ફાઈવ સ્ટાર હોટલોમાં સામાન્ય ખાદ્ય સામગ્રીની મરજી મુજબની અને કેટલાય ગણી વધારે કિંમત વસૂલવા પર પણ હવે લગામ લાગશે. આ સંબંધમાં મંત્રીએ મીડિયા સાથે વાત કરતા તાત્કાલિક રૂપથી અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે.

આ કાયદો ઉપભોગતાઓના અધિકારોને કઈ રીતે સુનિશ્ચિત કરે છે?

ઉપભોગતા સંરક્ષણ અધિનિયમ 2019 ગ્રાહકોના અધિકારોને સુનિશ્ચિત કરશે, અને ખરાબ વસ્તુઓ તેમજ સેવાઓમાં દોષ સાથે સંબંધિત ફરિયાદોનો તરત ઉકેલ લાવશે. ગ્રાહકોની ફરિયાદ પર નિર્ણય લેવા માટે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર ઉપભોગતા વિવાદ નિવારણ આયોગની રચના કરવામાં આવશે. જિલ્લા અને રાજ્ય આયોગ વિરુદ્ધ અપીલોની સુનાવણી રાષ્ટ્રીય આયોગમાં થશે અને રાષ્ટ્રીય આયોગ વિરુદ્ધ સર્વોચ્ચ ન્યાયાલયમાં સુનાવણી કરવામાં આવશે.

ગ્રાહકના અધિકારોને પ્રોત્સાહન આપવા, એમનું સંરક્ષણ કરવા અને એમને લાગુ કરવા માટે કેન્દ્રીય ઉપભોગતા સંરક્ષણ ઓથોરિટીની રચના કરવામાં આવી છે. ઓથોરિટી વસ્તુઓ અને સેવાઓ માટે સેફટી નોટિસ, રિફંડનો આદેશ, વસ્તુઓને રિકોલ કરવા અને ભ્રમિત કરતી જાહેરાતો વિરુદ્ધ નિયમ બનાવી શકે છે.

જો ખરાબ વસ્તુ અથવા દોષપૂર્ણ સેવાથી કોઈ ઉપભોગતાને કોઈ નુકશાન થાય છે, તો તે મેન્યુફેક્ચરર, વિક્રેતા અથવા સર્વિસ પ્રોવાઇડર વિરુદ્ધ પ્રોડક્ટ લાયબિલિટીનો દાવો કરી શકે છે.

ઉપભોગતા સરંક્ષણ પરિષદ : જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરો પર સલાહ સુચનના રૂપમાં ઉપભોગતા સંરક્ષણ પરિષદો (સીપીસીઝ) ની રચના થશે. પરિષદો ગ્રાહકના અધિકારોને પ્રોત્સાહન આપવા અને એમના સંરક્ષણ માટે સલાહ આપશે.

જો કોઈ પ્રોડક્ટમાં ખરાબી અથવા સેવામાં કોઈ દોષ જોવા મળે છે, તો આ નવું બિલ ગ્રાહકને મેન્યુફેક્ચરર, વિક્રેતા અથવા સર્વિસ પ્રોવાઇડર વિરુદ્ધ પ્રોડક્ટ લાયબિલિટીનો દાવો કરવાની પરવાનગી આપે છે. વળતરનો દાવો કોઈ પણ નુકશાન માટે કરવામાં આવી શકે છે, જેમાં નીચે મુજબની પરિસ્થિતિઓ શામેલ છે.

(1) સંપત્તિનું નુકશાન (2) વ્યક્તિગત નુકશાન, બીમારી અથવા મૃત્યુ, (3) આ પરિસ્થિતિઓ સાથે માનસિક કષ્ટ અથવા ભાવનાત્મક નુકશાન.

નવા ઉપભોગતા સંરક્ષણ અધિનિયમ 2019 માં એક કોન્ટ્રેક્ટને લઈને કડક નિયમ બનાવવામાં આવ્યા છે.

અયોગ્ય કોન્ટ્રેક્ટ્સ :

નવા ઉપભોગતા સંરક્ષણ અધિનિયમ 2019 માં કોન્ટ્રેક્ટને લઈને કડક નિયમ બનાવવામાં આવ્યા છે. એનાથી ગ્રાહકોના અધિકારોમાં ઘણા મહત્વપૂર્ણ પરિવર્તન આવી શકે છે. ઘણી વધારે સિક્યોરિટી ડિપોઝીટની માંગ હોય અથવા કોન્ટ્રેક્ટ તોડવા પર પણ હવે દંડની જોગવાઈ કરવામાં આવી છે.

જો ગ્રાહક કોઈ દેવાનું રીપેમેન્ટ પહેલા કરવા માંગે, તો એને લેવાની ના પાડવા પર પણ કડક નિયમ બનાવવામાં આવ્યા છે. વગર કોઈ યોગ્ય કારણે કોન્ટ્રેક્ટને પૂરો કરવો, ગ્રાહકની સહમતી વગર કોન્ટ્રેક્ટને થર્ડ પાર્ટીને ટ્રાન્સફર કરવો, જેનાથી ગ્રાહકને નુકશાન થતું હોય, તો એવા કેસમાં હવે ગ્રાહકના હિતને પ્રાથમિકતા આપવામાં આવી છે.

જો ગ્રાહક ભેળસેળવાળો અને નકલી સામાન વેચવા વાળાની ફરિયાદ ફોરમમાં કરે છે, તો સજાની જોગવાઈ આ પ્રકારે છે.

ભેળસેળવાળો અને નકલી સમાન વેચવા પર છ મહિનાની જેલ અને એક લાખ રૂપિયા દંડ.

ભેળસેળવાળો અને નકલી સમાન વેચવાથી ગ્રાહકને સામાન્ય નુકશાન થાય છે, તો એક વર્ષની જેલ અને ત્રણ લાખ સુધી દંડ.

ભેળસેળવાળો અને નકલી સમાન વેચવા પર ગંભીર નુકશાન થવા પર સાત વર્ષની સજા અને 5 લાખ સુધી દંડ.

ભેળસેળવાળો અને નકલી સમાન વાપરવાથી ગ્રાહકનું મૃત્યુ થાય છે, તો ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાનો દંડ અને આજીવન જેલ સુધીની સજા.

આ માહિતી ન્યુઝ18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.