LIC ની પોલિસી લેવા માટે હવે એજન્ટને મળવાની જરૂર નથી, કંપનીએ શરુ કરી આ નવી ફેસિલિટી.

0
293

આધુનિક યુગમાં આધુનિક રીતે મેળવો LIC પોલિસીનો ફાયદો, હવે કોઈ એજન્ટની પણ નહીં રહે જરૂર. દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) એ પોતાના ગ્રાહકો માટે એક નવી સુવિધાની શરૂઆત કરી છે.

ઇન્શ્યોરન્સના ક્ષેત્રમાં આ પોતાની રીતની પહેલી યોજના છે. આ યોજના અંતર્ગત ગ્રાહક એલઆઈસી એજન્ટને મળ્યા વગર પોલિસી ખરીદી શકે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા પેપરલેસ અને કેવાયસી (KYC) પર આધારિત હશે, જેના માટે આધાર ઓથેન્ટિકેશન (Aadhar Authentication) જરૂરી રહેશે. આવો જાણીએ એલઆઈસીની આ ખાસ પહેલ વિષે.

વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા થઈ લોન્ચ : ઇન્શ્યોરન્સ સેક્ટરમાં આ પ્રકારની આ પહેલી અને ઘણી ખાસ યોજના છે. એલઆઈસીની આ યોજનાને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લોન્ચ કરવામાં આવી છે.

શું નામ છે આ એપ્લિકેશનનું? એલઆઈસીએ આને આત્મ નિર્ભર એજન્ટ્સ ન્યૂ બિઝનેસ ડિજિટલ એપ્લિકેશન (ANANDA) ના નામથી શરૂ કરી છે. એલઆઈસીના ચેયરમેન એમ. આર કુમારે સિનિયર ઓફિશિયલ્સ સાથે આને લોન્ચ કરી.

શું છે આ ડિજિટલ એપ્લિકેશન : આ ડિજિટલ એપ્લિકેશનને એલઆઈસીએ ખાસ રીતે ડેવલપ કરાવી છે. તેનો હેતુ છે કે કોરોના વાયરસ સંકટ દરમિયાન લોકો કોન્ટેક્ટલેસ પ્રોસેસ દ્વારા એલઆઈસીની પોલિસી ખરીદી શકે. આ ડિજિટલ એપ્લિકેશન દ્વારા પેપરલેસ જીવન વીમા પોલિસી લઈ શકાય છે. તેમાં એજન્ટ ગ્રાહકની મદદ કરશે. તે પેપરલેસ કેવાયસી (KYC) પર આધારિત છે, જેના માટે આધાર ઓથેન્ટિકેશન જરૂરી રહેશે.

જાહેર કર્યો ઈ-ટ્રેનિંગ વિડીયો : એલઆઈસીએ આ નવી યોજના વિષે જાણકારી આપવા અને તેને સારી રીતે સંચાલિત કરવાના હેતુથી પોતાના એજન્ટ્સ માટે ઈ-ટ્રેનિંગ વિડીયો પણ જાહેર કર્યો છે. આ વિડીયો લાઈફ ઇન્શ્યોરન્સ પોલિસીનો સંપૂર્ણ પરિચય આપે છે. ભારતના વીમા ક્ષેત્રમાં એલઆઈસીએ જ પહેલી વાર પેપરલેસ ડિજિટલ એપ્લિકેશનની શરૂઆત કરી છે. આ અવસર પર એલઆઈસીના ચેયરમેન એમ. આર કુમારે કહ્યું કે, આ એપ્લિકેશન માર્કેટિંગ અને બીજા વચેટિયાઓ માટે એક ઉત્તમ માધ્યમ બનશે, જેનાથી એલઆઈસીની પોલિસીને પેપરલેસ રીતે વેચવામાં મદદ મળશે.

સરકારી ક્ષેત્રની એકલી વીમા કંપની છે એલઆઈસી : એલઆઈસી કંપની સરકારી ક્ષેત્રની એકલી વીમા કંપની છે. તેના પર દેશના કરોડો લોકોનો વિશ્વાસ છે. એલઆઈસીનું નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું છે, અને તેની પહોંચ ગ્રામીણ વિસ્તારો સુધી છે. જણાવી દઈએ કે એલઆઈસીની 32 કરોડ પોલિસી છે. તેના એસેટ્સની કિંમત લગભગ 32 લાખ કરોડ રૂપિયા છે. હાલમાં, એલઆઈસી પાસે લગભગ 13 લાખ એજન્ટ છે અને કંપની આઈપીઓ (IPO) લાવવાની યોજના બનાવી રહી છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.