આ છે LIC ની અત્યાર સુધીની સૌથી ઢાંસુ પોલિસી, માત્ર આટલા રૂપિયામાં મળશે લાખોનો ફાયદો

0
1254

મિત્રો, તમે બધા તમારા અને તમારા પરિવારના સારા ભવિષ્ય માટે બચત કરો છો. અને બચત કરવી દરેક વ્યક્તિ માટે જરૂરી છે. દરેક વ્યક્તિ અલગ અલગ રીતે બચત કરતા હોય છે. પણ ઘણા બધા લોકો ઇન્શ્યોરન્સ પોલિસી શરુ કરાવે છે અને એમાં પોતાની શક્તિ અનુસાર થોડા થોડા કરીને પૈસા જમા કરાવે છે, જે મેચ્યોર થાય ત્યારે સારા વ્યાજ સાથે પાછા મળે છે.

ઇન્શ્યોરન્સ પોલિસીની વાત આવે તો દરેકના મગજમાં પહેલા LIC કંપનીનું નામ જ આવે છે. અને આજે અમે તમને આ કંપનીની એક એવી જ પોલિસી વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા નાના બાળકોના સારા ભવિષ્ય માટે ઘણી ઉપયોગી સાબિત થઇ શકે છે. એ વાતમાં કોઈ શંકા નથી કે, દરેક માતા-પિતાનું સપનું હોય છે કે, તેમના બાળકોનું ભવિષ્ય સારું રહે. એના માટે માતા પિતા શક્ય એટલા પ્રયત્નો પણ કરે છે.

મિત્રો, ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LICની એક એવી ખાસ સ્કીમ છે, જે આ વાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. એ સ્કીમ છે એલઆઈસીની ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાનની. જે એલઆઈસીએ ચિલ્ડ્રન્સ ડે ના અવસરે લોન્ચ કરી હતી. આ પોલિસી તમારા 12 વર્ષની નાના બાળક માટે સારી સાબિત થઇ શકે છે. અને તમે 12 વર્ષથી નીચેના કોઈ પણ ઉંમરના બાળક માટે આ પોલિસી શરુ કરાવી શકો છો.

આ પોલિસીની ખાસ વાત એ છે કે આ વીમાને લેવા માટે બાળકની ઓછામાં ઓછી ઉંમર 0 વર્ષ છે અને વધુમાં વધુ ઉંમર 12 વર્ષ છે. એટલું જ નહિ આ પોલિસી હેઠળ લઘુત્તમ વીમા રાશિ 1,00,000 રુપિયા છે અને મહત્તમ વીમા રાશિની કોઈ સીમા નથી.

આમ પ્રીમિયમ વેવર બેનિફિટ રાઇડર-ઓપ્શન ઉપલબ્ધ છે. આ પોલિસીમાં મની બેક ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ છે. એમાં પોલિસીધારકને 18, 20 અને 22 વર્ષની ઉંમર પૂરી થતાં સમ એશ્યોર્ડની 20% રકમ મળશે, જે ઘણી સારી વાત કહેવાય.

આ પોલિસીના મેચ્યોરિટી બેનેફિટની વાત કરીએ તો, બાળક જયારે 25 વર્ષનું થાય ત્યારે પોલિસી મેચ્યોર થાય છે. અને મેચ્યોરિટીના સમયે પોલિસીધારકને વીમા રાશિની વધેલી રકમ 40% બોનસની સાથે મળશે. અને ડેથ બેનેફિટની વાત કરીએ તો પોલિસી અવધિ દરમિયાન પોલિસીધારકનું મૃત્યુ થાય તો વીમા રાશિ ઉપરાંત બોનસ અને અંતિમ વધારાનું બોનસ પણ આપવામાં આવે છે.

જો તમે તમારા 10 વર્ષના બાળક માટે 1,00,000 રૂપિયાની પોલિસી કરાવો તો તમારે મહિને 500 થી 600 રૂપિયા ભરવાના થાય છે. અને 15 વર્ષ પછી પોલિસીના નિયમ અનુસાર બાળકની ઉંમર 25 વર્ષ થાય એટલે બોનસ સહિતની તમામ ધનરાશી બાળકને મળે છે, અને વચ્ચે વચ્ચે બીજા બેનિફિટ જે કંપનીએ નક્કી કર્યા હોય છે એ અલગ. (આ ગણતરી ઉદાહરણ માટે છે.) LIC ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ આ પોલિસી વિષે ઊંડાણપૂર્વક માહિતી મેળવી શકાય છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.