લેહ-લદ્દાખનો પ્રવાસ : આવી રીતે કરો પોતાના જીવનના સૌથી શ્રેષ્ઠ અનુભવની તૈયારી.

0
697

જો ભારતમાં રોડ પ્રવાસ કરવાની સલાહ માંગવામાં આવે, તો ફટાકથી એ સાંભળવા મળે છે, ભાઈ જલ્દી બાઈક ઉપાડો અને લેહ-લદ્દાખ તરફ નીકળી પડો. આ ભલામણ યોગ્ય છે, ખરેખર બરફની ચાદરથી ઢંકાયેલા પહાડો વચ્ચે, ધબકતી હવા સાથે વાતો કરતા પ્રવાસ કરવો, જીવનનો અલગ જ અનુભવ છે. તો આ અનુભવને તમે અનુભૂતિ કરવા માટે પણ લેહ-લદ્દાખના પ્રવાસે નીકળી પડો. આવો હું તમને પ્રવાસની વાતો તમને જણાવું છું અને જો તમે પણ ભારતના આ બર્ફીલા રેગીસ્તાનના પ્રવાસે નીકળી રહ્યા છો, તો તમારા માટે થોડી જરૂરી ટીપ્સ પણ છે.

ક્યા ફરવું, શું જોવું?

લેહ- લામાયુરુ મઠ : અમે પૂરો એક દિવસ ફાળવી મઠ, મેગ્નેટિક હિલ, ગુરુદ્વારા પથ્થર સાહિબ, જંસ્કર સંગમ અને યુદ્ધ સંગ્રહાલય જોવામાં પસાર કર્યો.

લેહ – પેન્ગોન ત્સો : રસ્તામાં તમને ઘણા બધા યાક, લદ્દાખી બકરીઓ અને બે કુબડ વાળા ઊંટ જોવા મળશે. પેન્ગોંગ તળાવ સૌથી ઊંચાઈ ઉપર આવેલા ખારા પાણીના તળાવો માંથી એક છે. અહીયાની ઋતુ અને દ્રશ્ય બંને જ ઘણા આલ્હાદક છે અને તળાવનું પાણી એકદમ ઠંડુ. દિવસમાં સમય સાથે આ તળાવના પાણીનો રંગ પણ બદલાતો રહે છે. આ સ્થળની ઊંચાઈ લેહની સરખામણીમાં વધુ છે. સપ્ટેમ્બરના અંત સુધી મોટાભાગે ગેસ્ટ હાઉસ બંધ થઇ જાય છે કેમ કે તાપમાન ઘણું નીચું જતું રહે છે અને અહિયાં રહેવું મુશ્કેલ બની જાય છે. સૌભાગ્યથી અમને એક એસટ હાઉસ મળ્યું, જેને આપણા માટે ખોલવામાં આવ્યું અને આપણે ત્યાં એક રાત પસાર કરી. ઓક્સીજનનું સ્તર એટલું ઓછું હતું કે માથાના દુઃખાવાને કારણે અમને રાત્રે ઊંઘ જ ન આવી.

લેહ શહેર : નુબ્રા ઘાટીનો રસ્તો બે દિવસ માટે બંધ હતો અને એટલા માટે અમારે દિવસ લેહ શહેરમાં જ પસાર કરવો પડ્યો. લેહ એક પ્રાચીન શહેર છે, જે ઘણું નાનું છે અને શાંત સ્તૂપ કે લેહ પેલેસથી આખા શહેરનું દ્રશ્ય લઇ શકાય છે. ઘણી બધી દુકાનો પણ છે, જ્યાંથી તમે અલગ યાદગાર ભેંટ ખરીદી શકો છો.

લેહ – ખારદુંગ-લા દર્રા : જેવું જ અમને જાણવા મળ્યું કે ખારદુગલા દર્રા પછી નુબ્રા ઘાટી તરફ જવાનો રસ્તો પણ બંધ થઇ ગયો છે, અમે એક મોટરસાયકલ ભાડા ઉપર લઇ લીધી અને ખારદુંગલા તરફ નીકળી પડ્યા કેમ કે તે દુનિયાની સૌથી ઉંચી મોટરેબલ રોડ માંથી એક છે. ખારદુંગલા લેહ શહેરથી લગભગ ૨૪ કી.મી. દુર છે. અમે લગભગ ૧૦ કી.મી.નો પ્રવાસ જ કર્યો હશે કે અમારે ભારે બરફ વર્ષનો સામનો કરવો પડ્યો. કોઈ પણ રીતે અમે બે વધુ કી.મી.નો પ્રવાસ કર્યો અને દક્ષીણ પુલ્લુ પહોચ્યા. દક્ષીણ પુલ્લુ ઉપર એક આર્મી સ્ટેશન છે, જ્યાં મેડીકલ સુવિધા પણ છે. અહિયાં એક દુકાન પણ છે, જ્યાં તમે હાથના મોજા, ઠંડી માટે કપડા, મેગી અને બીજી જરૂરી વસ્તુ લઇ શકો છો.

થોડી વસ્તુ લીધા પછી અમે ખારદુંગલા દર્રે તરફ જવાનો નિર્ણય કર્યો. રસ્તામાં અમે ત્રણ વખત લપસ્યા, પણ સારું હતું કે પહાડ ઉપરથી પડ્યા નહિ. દુર દુર સુધી બરફ સિવાય કાંઈ દેખાતું ન હતું. એક વખત ફરી વખત લપસ્યા પછી બાઈકની પાછળની બ્રેક જામ થઇ ગઈ અને ઠંડીને લીધે અમારું શરીર જામવા લાગ્યું. તેમાં અમે ઈજાગ્રસ્ત થયા વગર પાછા લેહ ઉતરવાનું નક્કી કર્યું. પહાડોના ગોળ ગોળ રસ્તેથી બાઈક માત્ર આગળની બ્રેકના ભરોસે ઉતારી રહ્યા હતા અને જેમ તેમ કરી અમે દક્ષિણી પુલ્લુ પહોચી ગયા. ઠંડી ઋતુમાં અમે ચા પીધી અને ગરમાવો લેવાનું વિચાર્યું તો જાણવા મળ્યું કે પહાડોની ગોળાઈ માંથી ઉતરતી વખતે મારું પાકીટ ક્યાંક પડી ગયું છે. દુકાનદારે સલાહ આપી કે પહાડના રસ્તે બાઈક ચલાવતી વખતે પાકીટ પાછળના ખિસ્સામાં ન રાખો. આમ તો અમે દક્ષીણ પુલ્લુમાં આર્મી સ્ટેશન અને તે દુકાનની બહાર ઉભા રહેલા થોડા બીજા પ્રવાસીઓ અને ડ્રાઈવરોને ખોવાયેલા પાકીટ વિષે જણાવ્યું હતું. પછી મોટરસાયકલને પહેલા ગીયરમાં ધીમે ધીમે માત્ર આગળની બ્રેકના ભરોસે લેહ શહેરમાં પાછું લાવ્યા. શું જોરદાર અનુભવ હતો.

હિમાલયની ઊંચાઈઓ ઉપર ઈમાનદાર લોકો

કેમ કે મારા બધા પૈસા (લગભગ ૫૦૦૦ રૂપિયા) અને બધા ડેબીટ – ક્રેડીટ કાર્ડ ઓળખકાર્ડ પાકીટમાં હતા. એટલા માટે સવારે ઉઠતા જ મેં પહેલા મારા બધા નંબર બંધ કરાવી દીધા અને ઓરિયેન્ટલ ગેસ્ટ હાઉસના ખાતામાં થોડા પૈસા જમા કરાવ્યા. જેથી ગેસ્ટ હાઉસ અને ટેક્સીનું ભાડું ચૂકવી શકું. લેહના લોકોની નૈતિક ભાવના એટલી ઊંડી હતી કે તેમણે મને પૈસા પાછા આપવાનું પણ કહી દીધું. મને એ પણ કહ્યું કે જો કોઈ લાદ્દાખી ડ્રાઈવરને મારું પાકીટ મળશે, તો તે મારા સુધી તે પહોચાડી દેશે. અને વિચારો બીજા દિવસે શું બન્યું હશે? બીજા દિવસે મારી ઉપર એક ડ્રાઈવરનો ફોન આવ્યો, જેને મારું પાકીટ મળ્યું હતું. મારું સરનામું લઈને સાંજે મારા ગેસ્ટ હાઉસ સુધી આવી ગયો અને મને મારું પાકીટ પાછુ આપી દીધું. પાકીટમાં બધી વસ્તુ એમને એમ જ પડી હતી, જેવી પહેલા હતી. જયારે મેં તેને થોડા પૈસા દેવા માગ્યા તો તેણે મને સ્પષ્ટ ના કહી દીધી. લેહના લોકોએ મને ઘણો પ્રભાવિત કર્યો. તે ટેક્સીનો નંબર +૯૧-૯૪૧૯૨૪૯૦૪૦ છે. જો તમે લેહમાં ટેક્સી લેવા માગો, તો આ ડ્રાઈવરને જરૂર સંપર્ક કરો.

લેહ-શ્રીનગર : બીજા દિવસે અમે એયર ઇન્ડિયાના વિમાન દ્વારા શ્રીનગર તરફ નીકળી ગયા. તે વિમાન માત્ર બુધવારે જ જાય છે અને ભાડું ૨૫૦૦ રૂપિયા છે.

અમે લેહ કેવી રીતે પહોચ્યા?

અમે શ્રીનગર પહોચીને ત્યાંથી લેહ માટે એયર ઇન્ડિયાનું વિમાન (એઆઈ-૪૪૭) પકડ્યું. આ વિમાનની સૌથી ખરાબ વાત એ છે કે તે ફક્ત બુધવારે જ જાય છે પરંતુ સૌથી સારી વાત એ છે કે ઓફ સીઝનમાં પણ તે જાય છે. માત્ર રાહતદરનું (૨૦૦૦ પ્રતિ વ્યક્તિ) ભાડું હોય છે. આમ તો અમે રોડની મુસાફરી જ કરવા માંગતા હતા, અમે જાણતા હતા કે રોડ પ્રવાસ ઘણો આકર્ષક અને કુદરતી સુંદરતાથી ભરેલો હશે, પરંતુ સમયના અભાવને કારણે અમે રોડ દ્વારા ન જઈ શક્યા.

લેહમાં ક્યાં રોકાવું

અમે એરીએંટલ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા, જે શાંતિ સ્તૂપની બરોબર નીચે છે. અમારો નાસ્તો અને ડીનર રૂમના ભાડામાં જ સામેલ હતો. અહિયાં અમુક રૂમમાં કેન્દ્રીય હિટીંગ સીસ્ટમ પણ હતી. એટલે જો તમે ઠંડીની ઋતુમાં અહિયાં રોકાવા માગો છો, તો અહિયાં ઠંડીથી બચવા માટે સારી વ્યવસ્થા છે. આ હોમ સ્ટેના લોકો ઘણા વિનમ્ર અને ઈમાનદાર છે.

લેહમાં હરવા-ફરવાની વ્યવસ્થા

લેહમાં બાઈક સરળતાથી ભાડા ઉપર મળી જાય છે. એક ટેક્સી યુનિયન પણ છે, જેની પાસેથી ટેક્સી લેવા માટેના ભાડાનો દર પણ નક્કી કરવામાં આવેલા હોય છે. બની શકે છે કે તમારે લેહમાં ટેક્સીનું ભાડું ભારતના બીજા શહેરોની સરખામણીમાં વધુ લાગે, પરંતુ જયારે તમે અહીયાની ઋતુ અને લદ્દાખની ઉંચી ભૂગોળ વિષે વિચારો, તો ભાડું વ્યાજબી લાગશે. અમે ચંબાજી (+૯૧-૯૪૧૯૫૩૭૫૧૫/+(૯૧-૯૬૫૪૫૦૩૩૦૭) ની ઈનોવા ભાડે લીધી હતી. ચંબાજી ઘણા સારા માણસ છે અને ઘણી સાવચેતીથી ગાડી ચલાવવા સાથે જ તે આ વિસ્તારના પણ સારા એવા જાણકાર છે. તમે તમારી મુસાફરી માટે તેનો પણ સંપર્ક કરી શકો છો.

જરૂરી વસ્તુ

તડકામાં ચશ્માં હોવા જ જોઈએ. સનસ્ક્રીન હોવી જોઈએ, અહિયાં બોરો પ્લસ ઘણું પ્રસિદ્ધ છે. ઠંડીના કપડા, મોજા અને કાન ઢાંકવા માટે ટોપી જરૂર મૂકી દો (જો તમે અહિયાં મોટરસાયકલ ચલાવવા માગો છો તો)

ટીપ –આરામ જરૂર કરો

કેમ કે તમે દુનિયામાં થોડી સૌથી ઉંચી જગ્યામાંથી એક ઉપર જઈ રહ્યા છો, તો તૈયારી પૂરી રાખો. જો તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે કે હાઈ બ્લડ પ્રેશરની બીમારી છે, તો જતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો. સ્વસ્થ લોકોને પણ લેહ પહોચીને એક બે દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવે છે કેમ કે શરીરને અહિયાંના વાતાવરણમાં ઢળવા માટે સમય જોઈએ. અને ખુબ પાણી પીવાનું ન ભૂલો.

આ માહિતી ટ્રીપ અડ્ડા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.