તમારે જયારે ક્યાંક બહાર જવાનું હોય છે, ત્યારે તમે ટેક્સી જેને કેબ પણ કહેવામાં આવે છે એ બુક કરાવો છો. અને એ તમને સમયસર તમારા સ્થાન પરથી પિકઅપ કરીને તમે નક્કી કરેલા સ્થાન પર ડ્રોપ કરે છે. અને એના માટે નક્કી કરેલ રકમ પણ એ કંપનીને ચૂકવો છો.
પણ ઘણી વાર એવું થાય છે કે, કારણ વગર જ તમારી કેબ કંપની દ્વારા કેન્સલ થઇ જાય છે, અને તમે જે જરૂરી કામ માટે જવાના હોવ તેમાં વિઘ્ન આવે છે. એવામાં તમે કંપનીના કર્મચારી સાથે ફોન પર માથાકૂટ કરો છો, અને અંતે એનું કોઈ પરિણામ આવતું નથી. જો તમારી સાથે પણ એવું કંઈક થાય તો તમે જિલ્લા ઉપભોગતા ફોરમમાં એની ફરિયાદ કરી શકો છો. આવો તમને આને લાગતો એક કિસ્સો જણાવીએ.
કેબના નહિ પહોંચવા અને ડ્રાઈવરના બુકીંગ કેન્સલ કરવા બાબતે જિલ્લા ઉપભોગતા ફોરમે ઓલાને સેવામાં કમીના દોષી માન્યા છે. આ બાબતે કંપનીને લેફ્ટિનેંટ કર્નલને 60,000 રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. 30 દિવસમાં વળતર નહિ ચૂકવવા પર 9 ટકાના દરથી વ્યાજ લગાવવામાં આવશે.
અલીગંજ નિવાસી લેફ્ટિનેંટ કર્નલ વિજય કુમારે ફોરમને જણાવ્યું હતું કે, એપ્રિલ 2016 માં તે પોતાની પત્ની અને બે બાળકો સાથે માતા-પિતાને મળવા માટે લખનઉ આવ્યા હતા. પાછા જતા સમયે એમણે ઘરેથી ચારબાગ સ્ટેશન જવા માટે ઓલા કેબ બુક કરાવી હતી. એન એના માટે એમણે 1900 રૂપિયા એડવાન્સ ચુકવણી પણ કરી હતી.
એમના જણાવ્યા મુજબ સવારે પોણા પાંચ વાગ્યે કેબ ડ્રાઈવરે કેબ લઈને એના ઘરે પહોંચવાનું હતું. ડ્રાઈવરને ફોન કરવા પર એણે 10 મિનિટમાં આવવાની વાત કરી. પરંતુ બુકીંગ કેન્સલ કરવાની સાથે જ એણે ફોન બંધ કરી દીધો. આ કારણે એમને સ્ટેશન પહોંચવામાં ઘણી તકલીફ થઇ.
પછી લેફ્ટિનેંટ કર્નલ વિજય કુમારે જિલ્લા ઉપભોગતા ફોરમમાં ઓલા કેબ પર 15 લાખ રૂપિયા વળતર અને કાનૂની કાર્યવાહીના ખર્ચનો દાવો કર્યો.
માનસિક કષ્ટ માટે 10 હજાર રૂપિયા આપવા પડશે :
આ બાબતે થયેલી સુનાવણી પછી આયોગના સભ્ય રાજર્ષિ શુક્લાએ ઓલા કેબને સેવામાં કમીના દોષી માની છે. સાથે જ એમણે વિજય કુમારના દાવાને આંશિક રૂપથી સ્વીકાર કરતા એમને 50,000 રૂપિયા સેવામાં કમી માટે, અને 10,000 રૂપિયા માનસિક કષ્ટ માટે ચૂકવવાનો આદેશ ઓલા કેબને કર્યો. સાથે જ 2,000 રૂપિયા કાનૂની કાર્યવાહીના ખર્ચ માટે ચૂકવવા પણ કહ્યું.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.