ફક્ત એક મહિના માટે ખાંડની વસ્તુઓ છોડીને જુઓ, તમે પોતે જ અનુભવ કરવા લાગશો આ 11 બદલાવ.

0
2417

મિત્રો, મીઠો ખોરાક ખાવો લગભગ દરેકને પસંદ હોય છે. અને લોકોને જમ્યા પછી કે જમતા સમયે ગળ્યું તો જરૂર ખાવા જોઈએ છે. વાતાવરણ સારું હોય તો મીઠું(ગળ્યું) જોઈએ, ગરમી વધારે હોય તો આઈસ્ક્રીમ, મિલ્કશેક વગેરે જોઈએ, ઠંડી હોય તો જલેબી કે ગરમ ગરમ હલવો જોઈએ. બાકી વગર કોઈ તહેવારે પણ ક્યારે-ક્યારે મીઠું ખાવું જોઈએ. તેમાં કોઈ પ્રોબ્લેમ નથી.

આમ તો ખાંડનું સેવન તમારા મેટાબોલીઝમને વધારે છે, અને એનાથી તમારા શરીરની ઉર્જા મળે છે. પણ ઓછી શારીરિક મહેનત કરવામાં આવતી હોય અને ખાંડનું સેવન વધારે થયું હોય તો તે શરીર માટે નુકશાન કારક છે.

તમે મીઠી વસ્તુ તો ઘણી ખાવ છો, પણ શું તમે ક્યારેય એ વિચાર્યુ છે કે જો ખાવામાં ખાંડની માત્રા હટાવી દેવામાં આવે, એટલે કે તમારા ભોજન માંથી ખાંડને પુરી રીતે ગાયબ કરી દેવામાં આવે, તો શરીર પર કયા પ્રકારનો પ્રભાવ જોવા મળે છે? નહિ વિચાર્યુ, તો આજે અમે તમને જણાવી દઈએ કે, જો તમે આવતા એક મહિના સુધી ખાંડને બાય બાય કરી દેશો, તો આનાથી તમારા શારીરિક કે માનસિક રૂપમાં શું અંતર જોવા મળશે.

હ્રદયનું સ્વાસ્થ્ય :

હ્રદયનું સ્વસ્થ રહેવું ખુબ જરૂરી છે. અને તમારું હ્રદય શરીરનો સૌથી સંવેદનશીલ ભાગ હોય છે. આ કારણે તેની ઘણી વધારે કેર કરવી પડે છે. પણ જો તમે તમારી દિનચર્યા માંથી ખાંડને દૂર કરી દેશો, તો સાચું માનજો આનાથી તમારા હ્રદયને ખુબ આરામ મળશે અને સાથે જ તે વધુ યુવાન રહેશે.

ડાયાબિટીસથી કરે રક્ષણ :

સ્વાભાવિક વાત છે કે, ખાંડની માત્રા ઓછી કરવાથી તમે ડાયાબિટીસથી પણ બચી શકો છો. જો તમને ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો તમે માવો ખાઈને ક્રેવીંગ શાંત કરી શકો છો.

ત્વચા :

જણાવી દઈએ કે, તમારી ત્વચા પર પણ ખાંડની સ્પષ્ટ અસર જોવા મળે છે. એટલે જો તમે ખાંડ વાળી વસ્તુની એક મહિના સુધી પરેજી રાખશો, તો ત્વચા સ્વસ્થ અને ચમકદાર તો બનશે જ પણ સાથે સાથે, જો તમારા ચહેરા પર ખાડા કે ખીલ છે તો તે પણ ગાયબ થઇ જશે. તમે જેટલા પણ ક્રીમ, લોશન કે પછી અન્ય દવાઓનો ઉપયોગ કરી લો, સૌથી સારી અસર તો તમે ખાંડ છોડ્યા પછી જ દેખાશે.

આરામની ઊંઘ :

મિત્રો, ખાંડ/ગળ્યું વધારે ખાવાના કારણે પણ ઊંઘ સારી રીતે નથી આવતી. તમે પણ ઘણી વાર જાતે આ અનુભવ્યું હશે કે, જે રાત્રે તમે ગળ્યું વધારે ખાઈ લો છો તો તે રાત્રે ઊંઘ આવામાં પરેશાની થાય છે, અને જલ્દી ઊંઘ આવતી નથી. કોઈ વાર સ્થિતિ ઈનસોમનિયા સુધી પહોંચી જાય છે. એટલા માટે તમારે ખાંડ/સ્વીટ ઓછું ખાવું જોઈએ કે બંધ કરી દેવું જોઈએ.

સાંધાના દુ:ખાવામાં મુક્તિ :

મિત્રો, જો તમને કોઈને સાંધામાં દુ:ખાવાની ફરિયાદ રહે છે, તો એક વાર તમે ખાંડ છોડીને જુઓ. તમને ફરક જાતે દેખાવા લાગશે.

કરચલીઓથી અપાવે મુક્તિ :

જાણકારી માટે જણાવી દઈએ કે, જે લોકો પોતાના ભોજનમાં ખાંડની માત્ર ઓછી કરે છે તેમના ચહેરા પર ઉંમરની અસર ખુબ સમય પછી આવે. વધારે ખાંડ ખાવાથી ચહેરાની ત્વચામાં સોજા આવવા લાગે છે. તો તમારા ચહેરાને કરચલીઓ મુક્ત કરવા માટે તમે ખાંડ ખાવાની આદતને ઓછી કરી નાખો.

વજન ઓછું થાય છે :

તેમજ ખાંડ છોડવાનો અન્ય એક ફાયદો એ પણ છે, કે એનાથી વજન ઓછું થાય છે. તો એના માટે તમારે આજે જ મીઠા ખાદ્ય પદાર્થોથી દૂર રહેવાનું શરુ કરવું પડશે.

યાદશક્તિ વધે :

જાણકારી માટે જણાવી દઈએ કે, ખાંડ ખાવાનું છોડ્યા પછી તમારી યાદશક્તિ પણ વધે છે. તમારા બોલચાલની રીત પ્રભાવી થાય છે, અને તમે સામે વાળાની વાત ખુબ સરળતાથી અને સ્પષ્ટ રીતે સમજી શકો છો.

આંતરડા સારી રીતે કામ કરે :

ખાંડ ખાવાનું બંધ કરવાથી તમારા આંતરડા સારી રીતે કામ કરવા લાગે છે. જયારે તમે પોતાના ખોરાક માંથી ખાંડ નીકાળી દો, ત્યારે ખાવાનું ફક્ત આરામથી પચે છે એટલું જ નહિ, પણ તે તમારા પેટ અને આંતરડાને નુકશાન પહોંચાડતું નથી.

રોગ પ્રતિકારક શક્તિ :

જણાવી દઈએ કે ખાંડ બંધ કરવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ફક્ત તમારે એક વાર મગજમાં એક વાત નક્કી કરી લેવાની છે કે, હવેથી હું ખાંડ નહિ ખાઉં, તમે ખુદ જોશો કે કેવી રીતે તમે સંક્રમણ અને અન્ય બીમારીઓથી ખુદને બચાવી શકશો.

સ્વસ્થ દાંત :

તમને જાણીને આશ્ચર્ય થશે કે, ખાંડ છોડવાથી ન ફક્ત તમને માનસિક રૂપથી શાંતિ મળશે, પણ તમારા દાંત અને પેઢા પણ વધારે સ્વસ્થ રહેશે. બસ તમારે એક વાતનું ધ્યાન હંમેશા રાખવાનું છે કે, ગળ્યું ખાધા પછી તરત તમારે બ્રેશ નથી કરવાનું. કારણ કે આ સમયે તમારા પેઢા ખુબ વધારે નરમ હોય છે જેનાથી તમારા દાંતને નુકશાન પહોંચે છે.