સોફ્ટવેર એન્જિનિયરની નોકરી છોડી પસંદ કર્યો દેશની સેવાનો રસ્તો, બની ITBP ની પહેલી મહિલા અધિકારી.

0
199

ચંબલની દીકરી બની બોર્ડર પોલીસની પહેલી મહિલા અધિકારી, દેશની સેવા માટે છોડી દીધી નોકરી.

ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ની પ્રથમ મહિલા અધિકારી બનેલી ચંબલની દીકરી દીક્ષાની સ્ટોરી પણ ઓછી રસપ્રદ નથી. રૂમમાં રહીને નોકરી કરવાને બદલે ફિલ્ડ જોબની મહેચ્છા અને તેના માટેની સખત મહેનત દીક્ષાને આ સિદ્ધિ સુધી લઈ ગઈ.

સોફ્ટવેર એન્જિનિયરની નોકરી છોડીને ITBP ને ટાર્ગેટ બનાવ્યો. તેના પિતા પોતે ITBP માં નિરીક્ષક હતા તેમણે પોતાની પુત્રીને પ્રેરણા આપી હતી. અને છેવટે તે દિવસ પણ આવી ગયો જ્યારે દીકરી આસિસ્ટન્ટ કમાન્ડન્ટના પદ પર ચૂંટાઈ આવી અને પિતાએ તેને ખૂબ ગર્વ સાથે સલામ કરી. દીક્ષાએ પ્રથમ મહિલા અધિકારી બનીને સમાજને સંદેશ આપ્યો કે ભલે ગમે તે વિસ્તાર હોય, દીકરીઓ ક્યાંય પાછળ નથી.

બે વર્ષમાં એન્જિનિયરની નોકરી છોડી દીધી : વર્ષ 2011 થી 2015, તે સમય જ્યારે બઢપુરા બ્લોકના પછાય ગામની રહેવાસી દીક્ષાનું જીવન એક અલગ દિશા તરફ આગળ વધી રહ્યું હતું. જ્યાં બધા યુવાઓ જતાં હોય છે ત્યાં તે પણ ગઈ. NIIT શ્રીનગર ગઢવાલ, ઉત્તરાખંડમાં કોમ્પ્યુટર સાયન્સમાંથી B.Tech કર્યા પછી દીક્ષાને ચેન્નઈની એક કંપનીમાં સારી નોકરી મળી. જો કે, તેનું મન તેમાં લાગતું ન હતું.

બે વર્ષ પછી નોકરી છોડીને દિલ્હી ગઈ અને વર્ષ 2017 માં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની પરીક્ષાની તૈયારી શરૂ કરી. તે કહે છે કે, તે શરૂઆતથી જ ફિલ્ડ જોબ કરવા માંગતી હતી. તેમને રૂમમાં રહીને કામ કરવું ગમતું ન હતું. આ માટે તેમણે ITBP પસંદ કર્યું.

છોકરીઓએ પણ ITBP માં આગળ આવવું જોઈએ : ઉત્તરાખંડના પિથોરાગઢમાં ITBP માં નિરીક્ષક તરીકે ફરજ બજાવતા તેમના પિતા કમલેશ કુમારે પણ તેના માટે પ્રેરણા આપી હતી. વર્ષ 2018 માં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની પરીક્ષા આપી હતી. અને 2019 માં પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ જુલાઈ 2020 માં મસૂરીમાં તાલીમ શરૂ થઈ ગઈ. 8 ઓગસ્ટના રોજ, દિક્ષાએ મસૂરીમાં ITBP એકેડમીમાં ગ્રેજ્યુએશન પરેડ પાસ કરીને પ્રથમ મહિલા અધિકારી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.

હિમાચલ પ્રદેશમાં મદદનીશ કમાન્ડન્ટની પોસ્ટ પર નિયક્ત કરવામાં આવ્યા. જ્યારે અર્ધલશ્કરી દળમાં તેમની પસંદગી થઇ ત્યારે તેમના માતા -પિતા ખૂબ ખુશ થયા. તેમની માતા ઉષા રાની ગૃહિણી છે અને નાનો ભાઈ નિખિલ કુમાર બેંગલુરુમાં સોફ્ટવેર એન્જિનિયર છે. શહેરની વિકાસ કોલોનીમાં તેમનું રહેઠાણ છે, જ્યાં દાદા બૈજનાથ સાથે તેઓ રહે છે. દીક્ષા કહે છે કે છોકરીઓએ ITBP માં આગળ આવવું જોઈએ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.