હવેથી ડ્રાઈવિંગ લાયસન્સ ગુજરાતના દરેક જિલ્લાની ITI કોલેજમાં નિકળશે. આ માહિતી આપણા મિત્રોને શેર કરો.

0
2418

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા આજના વિશેષ લેખમાં સ્વાગત છે. આજે અમે તમારા માટે એક ખાસ જાણકારી લઈને આવ્યા છીએ. આ જાણકારી વાહનોના ડ્રાઈવિંગ લાયસન્સ સાથે જોડાયેલી છે. ઘણા લોકો એવા હશે જે હાલમાં પુખ્ત વયના થયા હશે અને ડ્રાઈવિંગ લાયન્સ કઢાવવા માટે વિચારી રહ્યા હશે. ઘણા લોકોએ એના માટે કોઈ એજન્ટનો સંપર્ક પણ કર્યો હશે. અને ઘણા લોકો એવા પણ હશે જે વર્ષોર્થી વાહન તો ચલાવી રહ્યાં હશે પણ એમની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ નહિ હોય. (અહીં લર્નિંગ લાયસન્સ માટે આઈટીઆઈની યાદી આપવામાં આવી છે.)

જાણકારી માટે જણાવી દઈએ કે, વાહન ચલાવતા સમયે તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. જો તમે એના વગર વાહન ચલાવતા પકડાવ છો, તો પોલીસ તમને દંડ ફટકારશે અને સાથે સાથે બીજી જે કોઈ પણ કાર્યવાહી હશે તે કરશે. અને તમે જાણો જ છો કે નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા પછી નિયમોનો ભંગ કરતા લોકોની હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે. નિયમોનો ભંગ કરતા પકડાવા પર પોલીસ મોટા દંડ ફટકારી રહી છે. તેમજ જરૂર જણાય તો વાહનો પણ જપ્ત કરી રહી છે.

તો વાહન ચાલવતા સમયે તમારી પાસે તમામ ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે. એમાંથી એક છે ડ્રાઈવિંગ લાયસન્સ. જણાવી દઈએ કે, નવું ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રોસેસ થોડી લાંબી છે, પણ એટલી અઘરી નથી. જો તમારી પાસે ડ્રાઈવિંગ લાયસન્સ નથી અને તમે તે મેળવવા માંગો છો, તો સૌથી પહેલા તમારે લર્નિંગ લાયસન્સ મેળવવું પડશે. એના માટે તમારે સારથી વેબસાઈટ પર જઈને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવી પડશે. તેમાં તમારે માંગેલી વિગત ભરીને એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે.

ખાસ જાણકારી એ છે કે, હવે તમારે લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ જવાની જરૂર નથી. આ કામ તમે તમારા શહેરની આઈટીઆઈમાં જઈને કરી શકશો. એના માટે ગુજરાત સરકારે આઈટીઆઈની યાદી બહાર પાડી છે, જે તમને આ લેખમાં મુકવામાં આવેલા ફોટામાં જોવા મળી જશે. તો તમે લર્નિંગ લાયસન્સ માટે તમારા શહેરની આઈટીઆઈની યાદી જોઈલો અને ત્યાં જઈને કમ્પ્યુટર ટેસ્ટ આપીને તમારું લર્નિંગ લાયસન્સ મેળવી લો.

એ પછી નિયમ અનુસાર નક્કી કરાયેલા દિવસો પછી આરટીઓ પર જઈને ડ્રાઈવિંગ ટેસ્ટ આપો. એ પાસ થાય એટલે થોડા દિવસોમાં તમારું લાયસન્સ તમારા ઘરે આવી જશે. એના માટે પણ એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી છે. લર્નિંગ લાયસન્સ મેળવવા માટે કમ્પ્યુર પર ટેસ્ટ આપવી પડે છે. એમાં તમને ડ્રાઈવિંગ અને ટ્રાફિક નિયમને લગતા થોડા સવાલો પૂછવામાં આવે છે, અને એના જવાબમાં અલગ અલગ ઓપશન આપવામાં આવે છે, જેના સાચા જવાબ આપીને ટેસ્ટ પુરી કરવાની રહે છે.

જણાવી દઈએ કે, એમાં તમારે લેખિતમાં કોઈ પ્રશ્નોના જવાબ આપવાના હોતા નથી. ફક્ત કમ્પ્યુટર પર દેખાતા સાચા જવાબ પર ક્લિક કરવાનું હોય છે. અને આ ટેસ્ટમાં પૂછવામાં આવતા થોડા સવાલોના ફોટા અમે લેખમાં નીચે મુક્યા છે. તમે તેના વડે ટેસ્ટની તૈયારી કરી શકો છો. અને હા આ લેખને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં, જેથી બીજા લોકો સુધી પણ આ મહત્વપૂર્ણ જાણકારી પહોંચી શકે.

લર્નિંગ લાયસન્સ માટે આઈટીઆઈની વધુ યાદી :

લર્નિંગ લાયસન્સ માટે પૂછાતા સવાલ જવાબના ફોટા (ઝૂમ કરવું):