જાણી લો અલગ અલગ જાતના ઢોંસા બનાવવાની વિધિ, સાથે ઢોસા પાતળા અને કરકરા બનાવાની ટીપ્સ પણ છે.

0
5794

મિત્રો, ઢોંસા એક સાઉથ ઇન્ડિયન ડીશ છે. અને એને લગભગ દરેક પ્રદેશમાં ખાવામાં આવે છે. ઢોંસા ઘણા પ્રકારના બનાવવામાં આવે છે, જેમ કે પેપર ઢોંસા, પનીર ઢોંસા, ઓન્યન ઢોંસા, મૈસુર ઢોંસા, મસાલા ઢોંસા વગેરે.

જાણકારી માટે જણાવી દઈએ કે, મસાલા ઢોંસા ખાવામાં ઘણા જ સ્વાદિષ્ટ હોય છે, અને તે ઓછા તેલમાં સરળતાથી બનાવી શકાય છે. તે કાર્બોહાઈડ્રેટસ અને પ્રોટીનથી ભરપુર હોય છે. લગભગ તમામ શહેરોમાં દક્ષીણ ભારતીય રેસ્ટોરન્ટમાં ઢોંસા પોતાની પારંપરિક સ્વાદ અને મહેક સાથે મળી જાય છે. આજે અમે તમારા માટે અલગ અલગ પ્રકારના ઢોંસા બનાવવાની રીત લઈને આવ્યા છીએ. આવો એના વિષે જાણીએ.

ઢોંસા માટે જરૂરી સામગ્રી :

અડદની દાળ – ૧ કપ

ચોખા – ૩ કપ

બેકિંગ સોડા – ૩/૪ નાની ચમચી

મેથી દાણા – એક નાની ચમચી

તેલ – ઢોંસા શેકવા માટે

મીઠું – સ્વાદ મુજબ કે એક નાની ચમચી

ઢોંસા માટે મસાલો તૈયાર કરવા માટે જરૂરી સામગ્રી :

વટાણા – એક નાની વાટકી (ફોલેલા લીલા દાણા)

બટેટા – ૪૦૦ ગ્રામ (૬-૭ માધ્યમ આકારના)

રાઈ – ૧ નાની ચમચી

તેલ – ૨ ટેબલ સ્પેન

લીલા મરચા – ૨-૩ (ઝીણી કાપી લો)

લાલ મરચા – એકના ચોથા ભાગની નાની ચમચીથી ઓછા

હળદર – ૧/૪ નાની ચમચી

ધાણા – ૧ નાની ચમચી

આમચૂર પાવડર – એકના ચોથા ભાગની નાની ચમચી

આદુ – દોઢ ઇંચ લાંબા ટુકડા (અધકચરા કરી લો)

મીઠું – સ્વાદ મુજબ (૩/૪ નાની ચમચી)

ઢોંસા બનાવવાની રીત :

એના માટે સૌથી પહેલા અડદની દાળ અને મેથીને સાફ કરો અને ધોઈને ૪ કલાક કે આખી રાત માટે પાણીમાં પલાળી રાખો. પછી ચોખાને સાફ કરો અને ધોઈને જુદા વાસણમાં એટલા જ સમય માટે પલાળી રાખો.

સમય પૂરો થયા પછી પલાળેલી દાળમાંથી પાણી કાઢી લો અને થોડું તાજું પાણી નાખીને અડદની દાળ અને મેથીને એકદમ ઝીણી વાટીને કોઈ મોટા વાસણમાં કાઢી લો. એજ રીતે ચોખાને પણ ઓછા પાણીનો ઉપયોગ કરીને થોડું વાટી લો. પછી બન્નેને ભેળવો અને એટલું ઘાટું મિશ્રણ તૈયાર કરો કે ચમચીથી નાખવાથી એકદમ ધારની જેમ ના પડે.

હવે એ મિશ્રણમાં આથો લાવવા માટે એમાં મીઠું અને બેકિંગ સોડા નાખીને એને ઢાંકીને ગરમ સ્થાન ઉપર ૧૨-૧૪ કલાક માટે મૂકી દો. આથો આવીને બનાવેલું મિશ્રણ પહેલાની અપેક્ષાએ ફૂલીને બમણું થઇ જાય છે. આ મિશ્રણ ઢોંસા બનાવવા માટે તૈયાર છે.

ઢોંસા માટે મસાલો તૈયાર કરવો :

એના માટે બટેટાને બાફો પછી ઠંડા કરીને છોલીને ઝીણા ટુકડા કરી લો. પછી એક કડાઈમાં તેલ નાખીને ગરમ કરો. ગરમ તેલમાં રાઈ નાખીને શેકી લો. પછી હળદર પાવડર અને ધણા પાવડર નાખો. સાથે લીલા મરચા, આદુ નાખીને ૧ મિનીટ શેકો. વટાણાના દાણા અને ૨ ટેબલ સ્પુન પાણી નાખીને એમાં ભેળવો, અને ઢાંકીને વટાણાના દાણા નરમ થાય ત્યાં સુધી ચડાવો.

આ મસાલામાં બટેટા, મીઠું, આમચૂર પાવડર, લાલ મરચા પાવડર ભેળવીને ૨ મિનીટ સુધી શેકી લો. અને લીલા ધાણા ભેળવી દો. ઢોંસા માટે મસાલા તૈયાર છે. જો તમે ડુંગળી નાખવા માંગો છો, તો ૧-૨ ડુંગળી ઝીણી કાપો અને આદુ, લીલા મરચા સાથે નાખીને આછા ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો, બીજી બધી વસ્તુઓ ઉપરની રીતે ભેળવીને મસાલો બનાવી લો.

હવે આ રીતે ઢોંસા બનાવો :

તૈયાર મિશ્રણને ચમચાથી હલાવો, વધુ ઘાટું લાગી રહ્યું હોય તો થોડું પાણી ભેળવી લો. (મિશ્રણ પકોડાના ઘોળથી થોડું પાતળું જ હોવું જોઈએ)

નોન સ્ટીક તવા કે લોખંડનો ભારે ઢોંસા બનાવવાનો તવો ગેસ ઉપર ગરમ કરવા માટે મુકો. જયારે તવો ગરમ થઇ જાય, ફ્લેમ ઓછી કરી લો. ત્યાર પછી કોઈ મોટા ભીના કપડાની મદદથી તવાને લુંછી લો, પહેલી વખત તવા ઉપર થોડું એવું તેલ લગાવીને (તવો માત્ર ચીકણો લાગે, તેલ ન દેખાય) ચીકણો કરી લો.

એક મોટી ચમચી મિશ્રણ તવા વચ્ચે નાખી દો અને ચમચાને ગોળ ગોળ ફેરવતા રહો. ઢોંસાને તવા ઉપર ૧૨-૧૪ ઇંચના વ્યાસમાં પાતળો ફેલાવો. થોડું તેલ ચમચીથી ઢોંસાની ચારે તરફ નાખો. ઓછા તાપ અને વધુ તાપ ઉપર ઢોંસા શેકો, જયારે ઉપરનું પડ શેકેલું દેખાવા લાગે ત્યારે નીચેનું પડ પણ બ્રાઉન થઇ ગયું હોય છે, હવે ૧ કે ૨ ચમચી બટેટા મસાલો, ઢોંસા ઉપર મૂકીને ફેલાવી દો અને તવેતાની મદદથી ઢોંસાને કિનારી એથી ઉપાડતા વાળી લો, પછી તવામાંથી ઉપાડીને પ્લેટમાં મુકો. આ રીતે તમારા મસાલા ઢોંસા તૈયાર છે.

હવે બીજો ઢોંસો તવા ઉપર નાખતા પહેલા તવાને એક ભીના મોટા કપડાથી સારી રીતે લુછી લો. તવો વધુ ગરમ ન હોવા જોઈએ, કારણ કે તવામાં ઢોંસાને ફેલાવતી વખતે તવો ઠંડો હોવાથી ઢોસો સારી રીતે ફેલાવી શકાય છે. બીજા ઢોંસા માટે ચમચી ભરીને મિશ્રણ કાઢો અને તવા ઉપર પાતળું ફેલાવો, શેકવા માટે પછીથી તે રીત પુનરાવર્તન કરો, બધા ઢોંસા આવી રીતે બનાવવાના છે. ગરમા ગરમ મસાલા ઢોંસા, સંભાર અને મગફળીની ચટણી સાથે પીરસો અને ખાવ.

સાદા ઢોંસા બનાવવા માટે :

સાદા ઢોંસા માટે મિશ્રણને ગરમ તવા ઉપર ઉપરોક્ત રીતે જ ફેલાવવાનું છે, પણ બટેટાનો મસાલો ઢોંસા ઉપર નથી લગાવવાનો. સાદા ઢોંસાને કડછી વડે કીનારીએથી ઉપાડીને વાળો અને પીરસો.

પેપર ઢોંસા માટે :

હવે પેપર ઢોંસા બનાવવા હોય તો એના માટે મિશ્રણને સાદા ઢોંસાની ગણતરીએ વધુ પાતળા કરવાના છે. મિશ્રણને તવા ઉપર પણ ઘણું પાતળું ફેલાવવાનું છે, અને સાદા ઢોંસાની જેમ જ શેકી લેવાના છે.

પનીર ઢોંસા માટે :

એના માટે પનીરને અધકચરા કરીને, સ્વાદ મુજબ મીઠું અને કાપેલા લીલા ધાણા નાખીને ભેળવો અને બટેટા મસાલાને બદલે, ૧ ટેબલ સ્પુન પનીર ઢોંસાની ઉપર નાખો અને એવી રીતે જ ઢોંસાને વાળીને પીરસો.

સાવચેતીઓ અને થોડી ટીપ્સ :

૧. ઢોંસા ફેલાવતા પહેલા પલાળેલા મોટા કપડાથી તવાને જરૂર લુંછી લો, જેથી તવો સાફ થઇ જાય અને થોડો ઠંડો પણ થઇ જાય.

૨. તેમજ ઢોંસા તવાની ઉપર ફેલાવતા પહેલા તવો વધુ ગરમ ન થઇ જાય એનું ધ્યાન રાખો. જો તવો વધુ ગરમ થઇ જશે તો તમારો ઢોંસો પાતળો નહિ ફેલાય અને વધુ કરકરો નહિ બને.

૩. જેવો ઢોંસો સારી રીતે ફેલાઈ જાય, તાપ થોડો વધુ કરી દેવો, જેથી ઢોસા એકદમ કરકરા થઇ જાય.

૪. ઢોંસા ફેરવતા પહેલા તેની નીચેની સપાટી બ્રાઉન થાય સુધી શેકાવા દો.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.