લાફિંગ બુદ્ધાની મૂર્તિઓ બનાવી દે છે બધા બગડેલા કામ, જાણો કઈ દિશામાં મુકવાથી મળશે લાભ

0
2550

તમે જયારે પણ લોકોના ઘરે અથવા ઓફિસમાં જાવ છો તો સજાવટના સામાનની વચ્ચે લાફિંગ બુદ્ધાની મૂર્તિ જોઈ હશે. લાફિંગ બુદ્ધાની ડિમાન્ડ માર્કેટમાં પણ કયારેય પુરી નથી થતી, અને ગિફ્ટના રૂપમાં પણ એનો ઉપયોગ ઘણો વધારે કરવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે જો લાફિંગ બુદ્ધા કોઈને ગિફ્ટના રૂપમાં આપો છો તો એના ઘરમાં પણ ખુશીઓ આવે છે, અને તમારો પરિવાર પણ સુખી રહે છે. સાથે જ દેખાવમાં પણ એ ઘણું સુંદર હોય છે. એવામાં તમારા મનમાં પણ સવાલ આવતો હશે કે લાફિંગ બુદ્ધા કોણ છે અને એમની દરેક મૂર્તિ હસ્તી કેમ હોય છે? આની સાથે અમે તમને એ પણ જણાવીશું કે લાફિંગ બુદ્ધાની મૂર્તિ ઘરમાં મુકવાથી શું લાભ થાય છે.

લાફિંગ બુદ્ધાને રાખવા માનવામાં આવે છે શુભ :

જેવી રીતે આપણા દેશમાં વાસ્તુ શાસ્ત્ર માનવામાં આવે છે, એવી જ રીતે ચીનમાં ફેંગશુઈ હોય છે. ઘરમાં બરકત અને સુખ સમૃદ્ધિ લાવવા માટે આપણે વાસ્તુ પર ધ્યાન આપીએ છીએ. મુખ્ય દ્વાર આ જ દિશામાં હોય, કિચન કઈ દિશામાં હોય વગેરે બાબતોની જેમ ચીનમાં ફેંગશુઈ છે જે વાસ્તુની જેમ જ કામ કરે છે. આપણે ત્યાં ધનના દેવતા કુબેર મહારાજ છે, અને ચીનમાં લાફિંગ બુદ્ધાને ધનના દેવતા માનવામાં આવ્યા છે. આને ઘર દુકાન ઓફિસ ક્યાંય પણ મુકવાથી કૃપા મળે છે. એ પહેલા જાણી લો કે બુદ્ધાના આ રૂપનું નામ લાફિંગ બુદ્ધા કેમ પડ્યું.

કોણ હતા અસલમાં લાફિંગ બુદ્ધા :

મહાત્મા બુદ્ધના ઘણા શિષ્ય હતા, એમાંથી એક શિષ્ય હતા જાપાનના હોતોઈ. જયારે હોતોઈ બૌદ્ધ બન્યા તો એમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઇ. જેવું આમ થયું કે તે જોર જોરથી હસવા લાગ્યા. એમના જીવનનું એક જ ઉદ્દેશ્ય હતું, લોકોને હસાવવા અને એમના જીવનને સુખી બનાવવું. હોતોઈ દરેક જગ્યાએ જતા અને લોકોને હસાવતા. ત્યારબાદ એમનું નામ લાફિંગ બુદ્ધા રાખી દેવામાં આવ્યું, કારણ કે તે એ બુદ્ધા હતા જે હસતા રહેતા હતા. હસવું સ્વાસ્થ્ય માટે સારું હોય છે. અને એનાથી મન પણ પ્રસન્ન થાય છે અને સકારાત્મક શક્તિઓ મળે છે. ત્યારબાદ એમને માનવા વાળાની સંખ્યા પણ વધી ગઈ.

ચીનમાં લાફિંગ બુદ્ધાને ઉદારના નામથી પણ ઓળખવામાં આવે છે. હકીકતમાં બુદ્ધા એક ભિક્ષુક હતા અને એમને હરવું-ફરવું અને મોજ-મસ્તી કરવી ઘણી પસંદ હતી. એમણે લોકોને હસાવવા માટે વધારે કઈ કરવાની જરૂર પડતી ન હતી. તેમનું વિશાલ શરીર અને બહાર નીકળેલું પેટ જોઈને લોકો હસવા લગતા હતા. આ રીતે તમે જોશો તો જ્યાં પણ લાફિંગ બુદ્ધાની મૂર્તિ હશે એનું પેટ બહાર નીકળેલું હોય છે.

લાફિંગ બુદ્ધાના ઉપાય :

મૂર્તિને કયારેય પણ મેઈન ગેટ એટલે કે મુખ્ય દ્વાર પર નહિ રાખવી જોઈએ. જ્યાંથી તમારું રોજનું આવવા જવાનું હોય એ સ્થાન પણ બુદ્ધાની મૂર્તિ ન રાખો.

લાફિંગ બુદ્ધાની એ મૂર્તિ પોતાના ઘર અને ઓફિસના સ્થાન પર મુકો જેમાં તે પોતાના હાથ ઉઠાવીને હસી રહ્યા હોય. અને સાથે જ એને પૂર્વ દિશામાં જ મુકવી જોઈએ.

જો ઘરમાં આવક વધારવી હોય અને સુખ શાંતિમાં વધારો ઇચ્છતા હોવ તો લાફિંગ બુદ્ધાની મૂર્તિ પોતાના ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં રાખો. એ દિશામાં મુકવાથી સકારાત્મકતા આવે છે.

જો તમને એવું લાગે છે કે તમારી ખુશીઓને કોઈની નજર લાગી ગઈ છે, અથવા તમારા પરિવારના લોકોનું કામ બનતા બનતા બગડી રહ્યું છે, તો બુદ્ધાની એવી મૂર્તિ ઘર પર લાવો જેમાં તે ડ્રેગન પર બેઠા હોય.

ઘર અને ઓફિસમાં અથવા બિઝનેસમાં બરકત લાવવા માટે કામની જગ્યા પર બુદ્ધાની એ મૂર્તિ લાવો જેમાં તે ધનની પોટલી લઈને હસી રહ્યા હોય.

આરામ કરતા લાફિંગ બુધ્ધાની મૂર્તિ ઘરે રાખવાથી તમને દુર્ભાગ્યથી છુટકારો મળે છે.

સંતાન સાથે જોડાયેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે બાળકો સાથે બેસેલા લાફિંગ બુધ્ધાની મૂર્તિ ઘરમાં રાખવી શુભ હોય છે.