લતાથી કીમ સુધી, બોલીવુડ–ક્રિકેટના આ 22 અફેયર્સની થઈ ઘણી ચર્ચા.

0
1577

વાત જયારે ક્રિકેટની હોય અને બોલીવુડની ચર્ચા ન થાય એવું કેમ બની શકે છે. બોલીવુડનો હંમેશા ક્રિકેટ સાથે ગાઢ સંબંધ રહ્યો છે. આ સંબંધ ક્યારેક અફેયર તો ક્યારેક ચર્ચા બનીને છવાયેલો રહ્યો. ક્યારેક અમુક સંબંધો લગ્ન સુધી પહોચ્યા. ક્રિકેટના ધુરંધરો અને હિન્દી સિનેમાની હિરોઈનો વચ્ચે સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે આ અફેયર્સ.

લતા મંગેશકર – રાજસિંહ ડુંગરપુર :

હિન્દી સિનેમાની સ્વર કોકિલા લતા મંગેશકરે ક્યારેય લગ્ન નથી કર્યા, પરંતુ તેનું નામ ડુંગરપુર રાજવી કુટુંબના રાજ સિંહ સાથે જોડાયું. અમુક રીપોર્ટસમાં કહેવામાં આવ્યું કે, ડુંગરપુરને કારણે જ લતા મંગેશકરનું ક્રિકેટ પ્રત્યે આકર્ષણ વધ્યું હતું. બન્નેના સંબંધોના સમાચાર મીડિયામાં ચર્ચાયા હતા. પરંતુ લતા અને રાજ સિંહનો સંબંધ સમય સાથે વધુ લાંબો ન ચાલી શક્યો.

બન્નેએ ક્યારે પણ પોતાના સંબંધો ઉપર વાતચીત કરી નથી. તેઓ હંમેશા એક બીજાને સારા મિત્ર જ ગણતા હતા. રાજ સિંહ ડુંગરપુર રાજવી કુટુંબ સાથે સંબંધ ધરાવતા મહારાજ ક્રિકેટ સંસ્થા તરીકે પ્રસિદ્ધ છે. રાજ સિંહ ડુંગરપુર રાજસ્થાન રણજી ટીમના સભ્ય પણ રહ્યા.

દીપિકા પાદુકોણ – યુવરાજ સિંહ :

યુવરાજ સિંહનું નામ બોલીવુડની ઘણી હિરોઈનો સાથે જોડાઈ ચુક્યું છે, તેમાંથી એક નામ છે દીપિકા પાદુકોણ. આ બંને જણા ઘણી વખત ઈવેંટ, પાર્ટી અને શોમાં સાથે જોવા મળ્યા છે. રીપોર્ટસના જણાવ્યા મુજબ યુવરાજના ખુબ જ વધુ ખુલ્લા મનના સ્વભાવને લઈને બન્ને વચ્ચે બ્રેકઅપ થઇ ગયો હતો.

શર્મિલા ટાગોર – પટોડી :

શર્મિલા ટાગોર અને મંસુર અલી ખાન પટોડીની લવસ્ટોરી કોઈ ફિલ્મની વાર્તા જેવી છે. બન્નેની મુલાકાત પહેલી વખત દિલ્હીમાં થઇ હતી. પહેલી નજરમાં જ નવાબ પટોડીને શર્મિલા ટાગોર સાથે પ્રેમ થઇ ગયો હતો. પરંતુ પ્રેમથી લગ્ન સુધી પહોંચવામાં તેને ચાર વર્ષનો સમય લાગી ગયો. તેમાં પણ બન્નેનો ધર્મ આડે આવ્યો, પરિવારની મંજુરીમાં સમય લાગ્યો. પરિવારને મનાવવા સાથે પટોડીને શર્મિલાને મનાવવામાં પણ ઓછી મહેનત નથી કરવી પડી.

કહેવામાં આવે છે કે જયારે શર્મિલા સ્ટેડીયમમાં તેની મેચ જોવા આવતી હતી, તો પટોડી એ દિશામાં છક્કા મારતા હતા જ્યાં શર્મિલા બેસતી હતી. ૨૭ ડીસેમ્બર ૧૯૬૯ ના રોજ બન્નેએ લગ્ન કરી લીધા. આ બન્ને પ્રેમી જોડીએ ઘણા ધામધૂમથી લગ્ન કર્યા હતા.

અમૃતા સિંહ – રવી શાસ્ત્રી :

બોલીવુડની હિરોઈન અમૃતા સિંહ અને રવી શાસ્ત્રીના અફેયરની ચર્ચા ઘણી રહી. બન્નેનો સંબંધ ત્યારે સામે આવ્યો જયારે રવી શાસ્રી ઇન્ડિયન ટીમના કેપ્ટન હતા. પરંતુ આંતરિક મતભેદને કારણે જ બન્નેના સંબંધ તૂટી ગયા.

અનુષ્કા શર્મા – વિરાટ કોહલી :

ઇન્ડિયન ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને હિરોઈન અનુષ્કા શર્માના અફેયર એક શેમ્પુની જાહેરાતના શુટિંગ પછી શરુ થયા. ત્યારબાદ બન્ને એક બીજાને ડેટ કરવા લાગ્યા. પરંતુ જલ્દી જ બંનેના સંબંધ તૂટવાના સમાચાર સામે આવ્યા. પરંતુ થોડા મહિના પછી સુલ્તાન ફિલ્મના શુટિંગ દરમિયાન વિરાટ અને અનુષ્કાના સંબંધોની ચર્ચા ફરીથી થઇ. બંનેએ ગુપ્ત રીતે ડીસેમ્બર ૨૦૧૭ માં લગ્ન કર્યા.

રીના રોય – મોહસીન ખાન :

શત્રુઘ્ન સિન્હા સાથે સંબંધ તૂટ્યા પછી રીના રોયના અફેયરના સમાચાર પાકિસ્તાનના ક્રિકેટર મોહસીન ખાન સાથે આવ્યા. રીના તે સમયે પોતાની કારકિર્દીના શિખર પર હતી. અને જયારે તેમણે કારકિર્દી છોડી ત્યારે પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન સાથે લગ્ન કરી લીધા હતા.

આમ તો રીના અને મોહસીનનો આ સંબંધ વધુ દિવસો સુધી ચાલી ન શક્યો. જણાવી દઈએ કે બંનેની એક દીકરી પણ છે. અને છૂટાછેડા પછી દીકરીને પોતાના કબજામાં લેવા રીનાને ઘણી મુશ્કેલી ઓનો સામનો કરવો પડ્યો હતો. તેની દીકરીનું નામ સનમ છે.

જીન્નત અમાન – ઇમરાન ખાન :

જીન્નત અમાન અને ઇમરાન ખાનના પ્રેમની ચર્ચા મીડિયા અને બોલીવુડમાં ઘણી છવાયેલી રહી. જીન્નત એક ટુર અંગે પાકિસ્તાન ગઈ હતી, ત્યાં તેની મુલાકાત ઇમરાન સાથે થઇ હતી. આમ તો બન્ને વચ્ચેનો આ સંબંધ વધુ દિવસો સુધી ચાલ્યો નહિ.

એલી આવરામ – હાર્દિક પાંડયા :

હાર્દિક પાંડયાનું નામ બોલીવુડની ઘણી હિરોઈનો સાથે જોડાઈ ચુક્યું છે. તેમાંથી એક નામ એલી આવરામનું પણ છે. આમ તો બન્નેનો સંબંધ હવે તૂટી ગયો છે. તેના વિષે એલી આવરામે થોડા મહિના પહેલા કહ્યું હતું, અમારી વચ્ચે જે કાંઈ પણ હતું તે ઘણા સમય પહેલા પુરુ થઇ ગયું છે. તે લગભગ એક વર્ષ પહેલા જ પૂરું થઇ ગયું હતું.

હાર્દિક પાંડયા અને એલી આવરામના અફેયરના સમાચારો ત્યારે શરુ થયા હતા, જયારે એલી હાર્દિકના મોટા ભાઈના લગ્નમાં આવી હતી. ત્યાર પછી બંને એક બીજાની નજીક આવતા થયા.

શોએબ અખ્તર – સોનાલી બેન્દ્રે :

પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરને હિરોઈન સોનાલી બેન્દ્રે ખુબ પસંદ હતી. બન્નેના સંબંધો ઉપર સોનાલીએ ક્યારે પણ મૌન ન તોડ્યું. પરંતુ શોએબ અખ્તરે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, સોનાલી સાથે જો તેનો સંબંધ ન બંધાયો તો તે તેનું અપહરણ કરી લેત. પાછળથી સોનાલીએ ગોલ્ડી બહલ સાથે લગ્ન કરી લીધા.

સુષ્મિતા સેન – વસીમ અકરમ :

મિસ યુનિવર્સ અને બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન અને ક્રિકેટર વસીમ અકરમના લગની ચર્ચા ઘણી સમાચારોમાં રહી હતી. બન્નેની મુલાકાત એક ટીવી રીયાલીટી શો દરમિયાન થઇ હતી. એ શો માં બંને જણા જજ હતા. શો પછી પણ પાર્ટીઓ અને ઈવેન્ટમાં સુષ્મિતા અને વસીમ અકરમ સાથે જોવા મળતા હતા. પરંતુ બંનેનો સંબંધ લાંબો સમય ન ચાલ્યો. લગ્નના સમાચારોને પણ બંનેએ માત્ર અફવા ગણાવી.

દીપિકા – મહેન્દ્ર સિંહ ધોની :

દીપિકા પાદુકોણનું નામ યુવરાજ સિંહ ઉપરાંત એક બીજા ક્રિકેટર સાથે જોડાયું. અને તે ક્રિકેટર કોઈ બીજો નહિ પણ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. આમ તો આ ચર્ચાઓમાં કેટલું સત્ય હતું તેના વિષે કાંઈ નક્કી કરી શકાતું ન હતું. પરંતુ પાછળથી મહેન્દ્ર સિંહ ધોનીએ લગ્ન કરી લીધા. હાલમાં દીપિકાએ પણ રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા.

ઈશા ગુપ્તા – હાર્દિક પાંડયા :

ક્રિકેટર હાર્દિક પાંડયાનું નામ હિરોઈન ઈશા ગુપ્તા સાથે પણ જોડાઈ ચુક્યું છે. આમ તો બન્નેનો સંબંધ વધુ ચાલ્યો નહી. ઘણી વખત જયારે ઈશા સાથેના સંબંધ વિષે હાર્દિકને પૂછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ કહી દીધું કે, તમને કોણે કહ્યું કે તે મારી દોસ્ત છે?

નીના ગુપ્તા – વિવિયન રિચર્ડ્સ :

ટીવી અભિનેત્રી નીના ગુપ્તા વેસ્ટઇન્ડીઝના મારફાડ બોલર વિવિયન રિચર્ડ્સ સાથે રીલેશનમાં હતી. જણાવવામાં આવે છે કે ૮૦ ના દશકમાં વેસ્ટઇન્ડીઝની ટીમ ભારત ક્રિકેટ રમવા આવી હતી. ત્યારે બન્નેનો પ્રેમ સામે આવ્યો. વિવિયન રિચર્ડ્સ અને બોલીવુડની નીના ગુપ્તાના સંબંધો ઘણા દિવસો સુધી સમાચારોમાં રહ્યા. અ બંનેની એક દીકરી મસાબા છે. પરંતુ બંનેએ લગ્ન નથી કર્યા. મસાબા આજે બોલીવુડની પ્રસિદ્ધ ફેશન ડિઝાઈનર છે.

ગીતા બસરા – હરભજન સિંહ :

ક્રિકેટર હરભજન સિંહ અને બોલીવુડ હિરોઈન ગીતા બસરાના પ્રેમની શરૂઆત ૨૦૦૭ માં થઇ હતી. એક ઈવેન્ટમાં તેમના એક મિત્રએ એકબીજાનો પરિચય કરાવ્યો હતો. આઠ વર્ષના પ્રેમ પછી બન્નેએ ૨૦૧૫ માં લગ્ન કરી લીધા.

હેઝલ – યુવરાજ :

યુવરાજ સિંહ અને હેઝલની પ્રેમ કહાનીમાં યુવરાજ સિંહે ઘણી મહેનત કરી છે. એક શોમાં યુવરાજે જણાવ્યું હતું કે, હેઝલ શરૂઆતમાં મને ઇગ્નોર કરતી હતી. હેઝલ સાથે પહેલી વખત મુલાકાત પર જવા માટે ઘણો સમય લગ્યો હતો. યુવરાજ અને હેઝલે વર્ષ ૨૦૧૬ માં લગ્ન કરી લીધા.

રાય લક્ષ્મી – મહેન્દ્ર સિંહ ધોની :

વર્ષ ૨૦૦૮ માં આઈપીએલ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની અને રાય લક્ષ્મીના ડેટ કરવાના સમાચાર ચર્ચામાં રહ્યા. પરંતુ બન્નેનો સંબંધ લાંબો સમય સુધી ચાલી ન શક્યો. જયારે મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપીક ફિલ્મ ‘એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’ રીલીઝ થઇ હતી, ત્યારે તેની ઉપર લક્ષ્મીનું નિવેદન આવ્યું હતું. લક્ષ્મીએ કહ્યું હતું કે લોકો કારણ વગરના મારા પાછળના જીવનને લઈને વાત કરી રહ્યા છે. જેમ કે હું અને ધોની બન્ને જ હવે ઘણા ઘરડા થઇ ગયા છીએ.

સાગરકા ઘાટકે – જાહિર ખાન :

જાહિર ખાન અને સાગરિકાના અફેયરની ચર્ચા ત્યારે શરુ થઇ હતી, જયારે બંને યુવરાજ સિંહ અને હેઝલના લગ્નમાં સાથે આવી પહોંચ્યા હતા. ત્યાર પછી તો ઘણા સમયે બન્ને એક સાથે જોવા મળ્યા. આમ તો બન્નેએ ક્યારે પણ પોતાના સંબંધ વિશેની સત્તાવાર જાહેરાત આપી ન હતી. પછી બંનેએ વર્ષ ૨૦૧૭ માં સગાઈ કરી લીધી.

યુવરાજ સિંહ – કીમ શર્મા :

યુવરાજ અને કિમના રીલેશનની ચર્ચા ઘણી થઇ રહી હતી. બોલીવુડ હિરોઈન કીમ શર્મા સાથે યુવરાજના અફેયર ઘણા ચર્ચામાં રહ્યા. બન્નેની પ્રેમ કહાની ઘણી ગંભીર રહી, પરંતુ બંનેનો સંબંધ ઘણો જલ્દી તૂટી ગયો. યુવરાજ સિંહે હેઝલ કીચ સાથે લગ્ન કરી લીધા.

નગ્મા – સૌરવ ગાંગુલી :

વર્ષ ૨૦૦૦ માં સૌરવ ગાંગુલી અને નગ્માના અફેયરના સમાચારો ચર્ચામાં રહ્યા હતા. આમ તો તેના વિષે બન્નેએ લાંબો સમય ગુપ્તતા જાળવી રાખી. પણ બંનેનો સંબંધ લાંબો સમય ચાલી શક્યો નહિ. તેનું કારણ બંનેની કારકિર્દી ગણાવવામાં આવે છે.

નમીરત કોર – રવી શાસ્ત્રી :

ટીમ ઇન્ડિયાના કોચ રવી શાસ્ત્રી અને બોલીવુડ હિરોઈન નમીરત કોરના રીલેશનશીપના સમાચારોએ વર્ષ ૨૦૧૮ માં ધમાલ મચાવી હતી. રીપોર્ટસના જણાવ્યા મુજબ ૨૦૧૫ માં એક ઈવેન્ટ દરમિયાન બન્નેની મુલાકાત થઇ હતી. પરંતુ જયારે રવી શાસ્ત્રી અને નમીરતના રીલેશનના સમાચારો બહાર આવ્યા તો હિરોઈને કહ્યું હતું એ બધું ખોટું છે. આ સમાચારો ઘણા વિચલિત કરવા વાળા છે.

સંગીતા બિજલાની – અઝહરૂદ્દીન :

સંગીતા બિજલાનીનો સંબંધ સલમાન ખાન સાથે લગભગ ૧૦ વર્ષ સુધી રહ્યો. અને બંનેના લગ્નની ચર્ચા પણ થઇ હતી. પરંતુ તે સંબંધ તૂટ્યા પછી સંગીતાએ ક્રિકેટર અઝહરૂદ્દીન સાથે વર્ષ ૧૯૯૬ માં લગ્ન કરી લીધા. અઝહરૂદ્દીન તે સમયે પહેલાથી જ પરણિત હતો, અને તેને બે દીકરા પણ હતા. પરંતુ સંગીતા ઉપર તેની કોઈ અસર ન થઇ.

સંગીતા માટે અઝહરે પહેલી પત્ની નોરીનને છૂટાછેડા આપી દીધા, અને સંગીતાએ ઇસ્લામ ધર્મ અપનાવીને લગ્ન કરી લીધા. તેમણે પોતાનું નામ આયશા રાખી દીધું. સંગીતા અને અઝહરનો વધુ દિવસો સુધી સંબંધ ચાલી ન શક્યો અને વર્ષ ૨૦૧૦ માં બંનેના છૂટાછેડા થઇ ગયા.

અંજુ મહેન્દ્રુ – ગેરી સોબર્સ :

વેસ્ટઇન્ડીઝના મહાન ખેલાડી ગેરી સોબર્સ સાથે અંજુ મહાન્દ્રુંનો સંબંધ જોડાયો હતો. કહેવામાં આવે છે કે, ગેરી સોબર્સ માટે અંજુ મહેન્દ્રુએ સુપર સ્ટાર રાજેશ ખન્ના સાથે સગાઈ પણ તોડી નાખી હતી. પરંતુ અંજુ સાથે ગેરીનો સંબંધને તેમના પરિવારને મંજુર ન હતો. એટલા માટે બન્નેનો સંબંધ તૂટી ગયો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.