પોતાની મરજીથી ભાડું નહિ વધારી શકશે મકાન માલિક, આપવી પડશે ત્રણ મહિનાની નોટિસ

0
1788

મકાન માલિકો અને ભાડુઆતો વચ્ચે થતા વિવાદો ઓછા કરવા અને વધુમાં વધુ મિલકતો ભાડે આપવાના ઉદેશ્યથી કેન્દ્ર સરકારે મોડલ રેંટલ એક્ટ ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. આ ડ્રાફ્ટમાં મકાન માલિક અને ભાડુઆતો બંનેના હિતોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.

બે મહિનાથી વધુ એડવાન્સ ભાડું નહિ લઇ શકે મકાન માલિક :

મોડલ ભાડા એક્ટના ડ્રાફ્ટમાં સિક્યુરીટી એડવાન્સ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. ડ્રાફ્ટ મુજબ કોઈપણ મકાન માલિક બે મહિનાથી વધુ ભાડું સિક્યુરીટી એડવાન્સ તરીકે નહિ લઇ શકે. ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ ભાડુઆત નક્કી કરેલા સમયથી વધુ મકાનમાં રહે છે, તો તેણે પહેલા બે મહિના માટે બમણું ભાડું આપવાનું રહેશે. જો તે બે મહિનાથી વધુ સમય સુધી રહે છે, તો તેણે ચાર ગણું ભાડું ચૂકવવાનું રહેશે. હાઉસિંગ અને અર્બન કેસ વિભાગ દ્વારા આ ડ્રાફ્ટને સંબંધિત પક્ષો પાસે સૂચન માટે મોકલી દેવામાં આવ્યો છે. સૂચન મળ્યા પછી એક્ટને કેબીનેટમાં મંજુરી માટે મોકલવામાં આવશે.

પોતાની ઈચ્છાથી ભાડું નહિ વધારી શકે મકાન માલિક :

ડ્રાફ્ટમાં ભાડુઆતોના હિતોને ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું છે કે, મકાન માલિક એગ્રીમેન્ટના સમયગાળા વચ્ચે પોતાની ઈચ્છાથી ભાડામાં વધારો નહિ કરી શકે. મકાન માલિકોએ ભાડામાં ફેરફાર કરવા માટે ત્રણ મહિના પહેલા નોટીસ આપવાની રહેશે. ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, મકાન માલિકને પોતાની લેણી રકમ કાપ્યા પછી ભાડા કરારનો સમયગાળો પૂરો થતા સમયે સિક્યુરીટી મની પાછી આપી દેવાની રહેશે. સાથે જ કોઈ ઝગડા થાય તો મકાન માલિક ભાડુઆતની લાઈટ અને પાણી આપવા જેવી જરૂરી સુવિધાઓ બંધ નહિ કરે.

મકાન માલિકોને પ્રોત્સાહિત કરવા માટે બનાવ્યું મોડલ એક્ટ :

નાણા મંત્રી નિર્મલા સીતારમને બજેટ રજુ કરતી વખતે રાજ્યો માટે એક મોડલ રેંટલ એક્ટ લાવવાની વાત કરી હતી. કેન્દ્ર સરકારના એક સર્વે મુજબ શહેરોમાં આ સમયે લગભગ ૧.૧ કરોડ મિલકતો માત્ર એટલા માટે ખાલી પડી છે, કે મકાન માલિકોને ભાડુઆતો સાથે ઝગડાનો ભય સતાવે છે. વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ મકાન માલિકોના ડરને દુર કરવા અને તેમની મિલકત ભાડા ઉપર આપવા માટે પ્રોત્સાહિત આપવાના ઉદેશ્ય સાથે આ મોડલ એક્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

મકાન માલિક અને ભાડુઆત બંનેના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે :

આ મોડલ રેંટલ એક્ટમાં મકાન માલિક અને ભાડુઆત બંનેના હિતોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ડ્રાફ્ટમાં એક અલગ રેંટ ઓથોરેટીની વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવી છે. સાથે જ રાજ્યોને ઝગડાને જલ્દી ઉકેલ લાવવા માટે સ્પેશ્યલ રેંટ કોર્ટસ અને રેંટ ટ્રીબ્યુનલ સ્થાપિત કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

રેંટ એગ્રીમેન્ટ પછી ઓથોરીટીને આપવાની રહેશે માહિતી :

મોડલ રેંટલ એક્ટમાં કહેવામાં આવ્યું છે કે, રેંટ એગ્રીમેન્ટમાં માસિક ભાડું, ભાડા ઉપર રહેવાનો સમયગાળો, મકાનમાં જરૂરી રીપેરીંગ કે મુખ્ય રીપેરીંગ કામ માટે જવાબદારી વગેરેની જાણકારી આપવાની રહેશે. ઝગડા થવાની સ્થિતિમાં મકાન માલિક કે ભાડુઆત કોઈ પણ રેંટ ઓથોરીટીનો સહારો લઇ શકે છે. જો કોઈ ભાડુઆત બે મહિના સુધી ભાડું નથી આપતો તો મકાન માલિક રેંટ ઓથોરીટીનો સહારો લઇ શકે છે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.