લાલુના દીકરાએ ફરી બદલ્યો પોતાનો લુક, લોકો બોલ્યા – આ કોણ બબાલ છે ભાઈ?

0
542

લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા પોતાના અલગ અલગ રૂપ માટે સોશિયલ મીડિયા પર વિશ્વ વિખ્યાત છે. ક્યારેક તે શિવના વેષમાં જોવા મળે છે, તો ક્યારેક કૃષ્ણ બની જાય છે. તાજો મામલો એ છે કે, એમણે પોતાના ટ્વીટર હેન્ડલનો પ્રોફાઈલ પીક બદલ્યો છે, જેમાં તે એક નવા અવતારમાં જોવા મળી રહ્યા છે. ટ્વીટર પર શેયર કરેલા ફોટામાં તેમણે ચાંદલો લગાવીને લીલા રંગની ટોપી પહેરી છે.

તેજ પ્રતાપે પોતાના વાળ પણ લાંબા કરી લીધા છે. આ ફોટાને પોતે તેજ પ્રતાપ યાદવે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. એ પછી લોકો એને શેયર કરવામાં લાગ્યા છે.

એમનો આ ફોટો સોશિયલ મીડિયા પર આવતા જ લોકો એમને ટ્રોલ કરવા લાગ્યા છે. અમુક લોકો લખવા લાગ્યા કે, આ લુક અડધો પુરુષ અને અડધી સ્ત્રીનો લાગી રહ્યો છે. તેમજ અમુક લોકોએ લખ્યું કે, આના કરતા વાહિયાત ફોટો 2020 માં જોવા મળશે. તમે જ જુઓ એક એમને કેવા ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

એક જણે અબ્બા અને હાર્મોનિયનના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને લખ્યું કે, અમને લીલો રંગ એટલા માટે પસંદ છે, કારણ કે વાલિદ જે હતા અમારા અબ્બા તે ચારો ખાતા હતા.

એક જણે લખ્યું કે નિકાહ, સુન્નત, અકીકહ વગેરે ઉપર કવ્વાલીનો કાર્યક્રમ કરવા તાત્કાલિક સંપર્ક કરવો.

તો એક યુઝરે એમના આ લુકને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનના પ્રધાનમંત્રીને રામના અને ભાજપના ભક્ત બનાવી દીધા.

અન્ય એક યુઝરે લખ્યું કે, મને લાગે છે કે સાહેબ કોઈ અન્ય ગ્રહ પર જવાના હતા પણ અહીં આવી ગયા છે. ક્યારેક આ રૂપમાં કયારેક કોઈ બીજા રૂપમાં.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.