લગ્નની બીજી વર્ષગાંઠ પર પ્રિયંકાએ ખોલ્યું બેડરૂમ સિક્રેટ, કહ્યું : ‘પથારીમાં જતા જ નિક…’

0
405

પ્રિયંકા ચોપડાએ લગ્નની બીજી એનિવર્સરી પર પતિ વિષે જણાવી દીધી આવી વાત, ‘પથારીમાં જતા જ નિક…’ પ્રિયંકા ચોપડાને બોલીવુડમાં ભલે દેસી ગર્લના નામથી ઓળખવામાં આવતી હોય, પરંતુ નીક જોનાસ સાથે લગ્ન પછી તે હવે વિદેશી ગર્લ થઇ ગઈ છે. અમેરિકી પોપ સિંગર નીક સાથે પ્રિયંકા હવે વિદેશમાં જ જઈને વસી ગઈ છે. નીક પ્રિયંકાની જોડી બોલીવુડની સૌથી સુંદર અને શ્રીમંત કપલ્સની યાદીમાં જોડાઈ છે.

બંને એક બીજા માટે કાંઈ પણ કરવા તૈયાર રહે છે અને હંમેશા તેને ક્વોલેટી ટાઈમ સ્પેન્ડ કરતા જોઈ શકાય છે. પ્રસંશક પણ નીક-પ્રિયંકાની કેમેસ્ટ્રી ઘણી પસંદ કરે છે, પરંતુ આ વખતે પ્રિયંકા ચોપડાએ તમામ હદો પાર કરી દીધી છે. તેણે તેના અને તેના પતિ નીક વચ્ચેની એવી વાતો શેર કરી છે, જે સાંભળીને તમે પણ ચકિત થઇ જશો. આવો જાણીએ ખરેખર પ્રિયંકાએ એવું શું કહ્યું છે.

પ્રિયંકા ચોપડાએ ખોલ્યું બેડરૂમનું ટોપ સિક્રેટસ : પ્રિયંકા ચોપડાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે જયારે હું સુઈને ઉઠું છું, તો નીક મારો ચહેરો જોવાનું પસંદ કરે છે. જો હું ક્યારેક એમ કહી દઉ કે થોભો જરા હું મસ્કારા લગાવી લઉં, તો નીક કહે છે કે હું તને આવી રીતે જ જોવાનું પસંદ કરું છું, તુ એમ જ સારી લાગે છે.

આમ તો એક પતિ-પત્ની વચ્ચે આવા જ સંબંધ હોવા જોઈએ, જેમાં તે કોઈ પણ શરત અને બંધન વગર એક બીજાને ઘણો પ્રેમ કરી શકે. તેના બેડરૂમની સિક્રેટ જણાવ્યા પછી પ્રિયંકાએ છોકરાઓને એક પરફેક્ટ પતિ બનવા માટે થોડી ટીપ્સ પણ આપી, જે છોકરાઓને કામ આવી શકે છે.

જાણો પ્રિયંકા ચોપડાની ટીપ્સ : પ્રિયંકા અને નીક બંને જ તેના લગ્નજીવનને સારી રીતે મેન્ટેન કરે છે અને એક રુલ બુક મુજબ જ ચાલે છે. એ કારણ છે કે બંનેના સંબંધ આટલા સુંદર લાગે છે. પ્રિયંકા કહે છે કે એક પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમ કોઈ પણ પ્રકારની શરત વગર હોવો ઘણો જરૂરી છે.

તેની આગળ તે જણાવે છે કે અમે બંને જ એક બીજા પ્રત્યે ઘણા વફાદાર છીએ અને અમને અમારા પ્રેમ ઉપર વિશ્વાસ છે. તે કહે છે કે અમે આગળ આવનારા સમયમાં પણ એક બીજા સાથે આ રીતે જ રહીશું અને વફાદાર બની રહીશું.
પ્રિયંકા ટીપ્સ જણાવતા કહે છે કે પ્રેમના સંબંધોમાં વફાદારી ઘણી જરૂરી બાબત છે. જો છોકરા છોકરીઓ એક બીજા ઉપર વિશ્વાસ નહિ કરે અને વફાદાર નહિ રહે, તો તેનો પ્રેમ ક્યારે પણ ધ્યેય સુધી નહિ પહોચી શકે.

તે કહે છે કે એક સારા પતિ બનવા માગો છો, તો તમારી પત્નીથી કોઈ પણ વાત ક્યારે પણ ન છુપાવો. જો તમે વાત છૂપાવવા લાગશો તો તમારા બંને વચ્ચે વિશ્વાસ ઓછો થઇ જશે અને એક સમય એવો આવશે જયારે તમે બંને એક બીજાને નફરત કરવા લાગશો.

પ્રિયંકાએ જણાવ્યું કે મુશ્કેલીના સમયમાં હંમેશા પત્ની જ મદદ કરે છે, એટલા માટે ખાસ કરીને પતિએ જરૂરી છે કે તેની પત્ની માટે વફાદાર બનીને રહે.

પ્રિયંકા ચોપડા જણાવે છે કે અમે એક રુલ બુકના હિસાબે જ ચાલીએ છીએ અને આ રુલ બુકમાં એક રુલ એ પણ છે કે અમે બંને એક બીજાથી બે કે ત્રણ અઠવાડિયાથી વધુ દુર નથી રહી શકતા. તે કહે છે કે આ રુલ દરેક કપલ માટે જરૂરી છે.

પ્રિયંકા કહે છે કે એક સારા જીવનસાથી બનવું ઘણું સઘર્ષનું કામ છે, તે દરેક માટે સરળ નથી હોતું. આમ તો પ્રયત્ન કરો તો તે મુશ્કેલ પણ નથી.

પ્રિયંકા ચોપડા અને નીક જોનાસ તેના લગ્નની બીજી વર્ષગાંઠ આજે સેલીબ્રેટ કરી રહ્યા છે. બંનેએ 2 ડીસેમ્બર 2018ના રોજ લગ્ન કર્યા હતા.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.