લગ્ન મુહૂર્ત : 26 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી બનેલા છે લગ્નના શુભ મુહૂર્ત, ત્યારબાદ શરૂ થશે ખરમાસ.

0
315

જાણી લો લગ્નના શુભ મુહૂર્ત, આ ચુકી જશો તો આવતા વર્ષ જ આવશે વારો, જાણો લગ્નની તારીખોની લિસ્ટ. દેવઉઠી અગિયારસ 25 નવેમ્બરે છે. પંચાંગ અનુસાર આ દિવસે અગિયારસ હોય છે. એવું માનવામાં આવે છે કે દેવઉઠી અગિયારસ પર ભગવાન વિષ્ણુનું શયનકાળ પૂર્ણ થાય છે. શયન કાળ દરમિયાન ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં વિશ્રામ કરવા જતા રહે છે. જે દિવસથી ભગવાન વિષ્ણુનું વિશ્રામ કાળ શરુ થયા છે તે દિવસથી ચાતુર્માસ શરુ થાય છે. તેનો અર્થ એ થાય છે કે ચાર મહિના સુધી માંગલિક કાર્ય વર્જિત થઇ જાય છે. આ વખતે 1 જુલાઈ થી ચાતુર્માસ શરુ થયો હતો. 25 નવેમ્બરે ચાતુર્માસ પૂર્ણ થઇ રહ્યો છે.

દેવઉઠી એકાદશી પર તુલસી વિવાહનો આયોજન કરવામાં આવે છે. આ દિવસે તુલસી માતાની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુનું સ્વાગત કરવામાં આવે છે. તેના પછી જ માંગલિક કાર્યની શરૂઆત થાય છે. આ વખત લગ્ન માટે ઘણા મુહૂર્ત બની રહ્યા છે. આ મુહૂર્ત વિષે આજે અમે તમને જણાવવાના છીએ.

પંચાંગ અનુસાર 26 નવેમ્બર થી 11 ડિસેમ્બર સુધી એક નહિ પણ પુરા 11 શુભ મુહૂર્ત લગ્ન માટે બન્યા છે. 11 ડિસેમ્બર પછી 16 ડિસેમ્બરથી ખરમાસની શરૂઆત થવા જઈ રહ્યું છે. ખરમાસમાં લગ્ન વગેરે જેવું કે માંગલિક કાર્ય બંધ થઇ જાય છે. તેના પછી લગ્ન માટે આવતું વર્ષ એટલે 2021 માં એપ્રિલ મહિનામાં વિવાહના શુભ મુહૂર્ત નીકળે છે.

આ છે લગ્ન માટે શુભ મુહૂર્ત : પંચાંગ અનુસાર 26, 29, 30 નવેમ્બર અને 1, 2, 6, 7, 8, 9, 10, 11 ડિસેમ્બરે લગ્નના શુભ મુહૂર્ત બનેલ છે. આ મુહૂર્તમાં લગ્ન કરવું શ્રેષ્ઠ છે.

16 ડિસેમ્બરથી ખરમાસ થશે શરુ : પંચાંગ અનુસાર 16 ડિસેમ્બરથી ખરમાસ શરુ થઇ જશે. ખરમાસમાં લગ્ન વિવાહ જેવા માંગલિક કાર્ય કરવામાં આવતા નથી. આ દિવસે સૂર્ય વૃશ્ચિક રાશિથી ધનુ રાશિઓમાં ગોચર થશે. વર્ષ 2021 માં 19 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી 27 દિવસ ગુરુ અસ્ત થઇ જશે. તેના પછી 17 ફેબ્રુઆરીથી 17 એપ્રિલ સુધી દિવસ સુધી શુક્ર અસ્ત રહશે. તેના પછી 22 એપ્રિલ થી ફરીથી લગ્ન મુહૂર્ત શરુ થઇ જશે

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.