લગ્ન પહેલા ભાંગી ગયો વરરાજાનો પગ, કન્યાએ કર્યું એવું કામ કે થવા લાગ્યા વખાણ, જાણો વધુ વિગત.

0
1268

ભારતમાં લગ્ન માત્ર રીવાજ પૂરતા નથી પરંતુ તે બે આત્માઓનું મિલન હોય છે, આ લગ્નમાં લોકો સાથે જીવવા મરવાના સોગંદ ખાય છે. અગ્નિના ફેરા ફરતા તે સોગંધ લે છે છે. એક બીજા સાથે આવતા સાત વર્ષો સુધી નિભાવીશું. પછી ભલે જીવનમાં જેટલા ઉતાર ચડાવ આવે, કેટલા પણ સુખ દુઃખ હોય, હંમેશા એક બીજા સાથે રહીને ચાલીશું.

દરેક બાબતમાં સાથ આપીશું. તે લગ્નનો સાચો અર્થ પણ હોય છે. જો તમારો પ્રેમ સાચો છે, તો તમે તમારા પાર્ટનરનો સાથે કોઈપણ સ્થિતિમાં નહિ છોડો. તે વાતનું તાજું ઉદાહરણ હાલના દિવસોમાં તસ્વીરો દ્વારા ઈન્ટરનેટ ઉપર ઘણું વાયરલ થઇ રહ્યું છે.

ખાસ કરીને હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર થોડી તસ્વીરો ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં એક વરરાજા વ્હીલ ચેયર ઉપર બેઠેલો જોવા મળી રહ્યો છે, જયારે કન્યા તેની પાછળ ઉભી રહી તે વ્હીલ ચેરને ધક્કો મારી રહી છે. તસ્વીરો ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે બંને લગ્ન માટે જઈ રહ્યા છે. હવે આ ફોટાની ખાસ વાત એ પણ છે કે વરરાજા અને કન્યા બંનેના ચહેરા ઉપર એક સુંદર હાસ્ય જોવા મળે છે. ખાસ કરીને કન્યા આ લગ્નથી ઘણી ખુશ જોવા મળી રહી છે. તે વાત તેના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ શકે છે.

માહિતી મુજબ વરરાજા લગ્ન પહેલા બેચરલ પાર્ટી કરી રહ્યો હતો. ત્યાં વરરાજાએ એટલી મસ્તી કરી કે પોતાનો પગ જ તોડી લીધો. તેવામાં પગ ઉપર પાટો લાગી ગયો અને ચાલવા ફરવા માટે વ્હીલ ચેયરનો સહારો લેવો પડ્યો. આમ તો આ અકસ્માત હોવા છતાં પણ કન્યાએ સમજણ સાથે પ્રેમ દર્શાવ્યો. તેની સાથે લગ્ન કેન્સલ ન કર્યા અને વરરાજાને પૂરો સાથ આપ્યો. આ ક્પલે આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ એક બીજા સાથે આનંદ પૂર્વક લગ્ન કરવાનો નિર્ણય લીધો.

આ સમગ્ર ઘટનામાં કન્યાની ઘણી પ્રસંશા કરવામાં આવી રહી છે. તેણે આ દુ:ખની ઘડીને પણ સુખમાં બદલી નાખી. તેના ચહેરા ઉપર આનંદ સ્પષ્ટ જોવા મળે છે કે તે પોતાના થનારા પતિ સાથે સુખી છે. પછી તેની હાલત ભલે જેવી પણ હોય. તેને એ વાતથી કોઈ ફરક નથી પડતો. તેના પ્રેમમાં જરા પણ ઘટાડો નહિ આવે. એટલું જ નહિ કન્યાએ પોતે એ નિર્ણય લીધો છે કે લગ્ન દરમિયાન વરરાજા સાથે એન્ટ્રી કરશે, જેથી તેને પૂરો સાથ આપી શકે. હવે આના કરતા સુંદર વસ્તુ કઈ હોઈ શકે છે.

આપણા દેશની ખાસિયત પણ છે. છોકરી એક વખત જેને મનથી પતિ માની લે છે તો પછી તેનો સાથ જીવનભર સુધી નથી છોડતી. સોશિયલ મીડિયા ઉપર પણ બધા લોકો એવા પ્રકારની વાતો કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે વરરાજો ઘણો નસીબદાર છે. જે તેને પ્રેમ અને સહકાર આપવા વાળી વહુ મળી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.