લગ્ન કરવાના છો? હોમ લોન પર સરકાર આપી રહી છે આટલા લાખનો ફાયદો.

0
384

લગ્ન પછી ઘર લેવાનું વિચારી રહ્યા છો, તો સરકારની આ સ્કીમ છે તમારા માટે ઉપયોગી, થશે લાખોનો ફાયદો. લગ્નની સીઝન છે, જો તમે પણ લગ્ન કરવાના છો, અને ત્યાર પછી ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર જરા ધ્યાનથી વાચવા જોઈએ. મધ્યમ વર્ગના જીવનમાં ઘણી મુશ્કેલીથી એક ઘર ખરીદી શકે છે. એટલા માટે જરૂરી છે કે તમે તેની તૈયારી પહેલાથી કરી લો.

શું છે PMAY સ્કીમ : પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ સરકાર 2022 સુધી સૌને ઘર આપવાનું લક્ષ્ય રાખે છે. આ સ્કીમનો ફાયદો તમે પણ ઉઠાવી શકો છો પરંતુ તમે આ સ્કીમની શરતો હેઠળ આવો છો.

ક્રેડીટ લીંકડ સબસીડી સ્કીમ (CLSS) હેઠળ ત્રણ કેટેગરીમાં લોનના વ્યાજ ઉપર છૂટ આપવામાં આવશે.

(1) EWS એટલે આર્થિક રીતે નબળો વર્ગ – જેની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી હોય છે.

(2) LIG એટલે ઓછી આવક ગ્રુપ – જેની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી 6 લાખ રૂપિયા વચ્ચે હોય છે.

(3) MIG એટલે મિડલ ઈનકમ ગ્રુપ – MIG 1- વાર્ષિક આવક 6 લાખથી 12 લાખ વચ્ચે છે MIG 2- વાર્ષિક આવક 12 લાખથી 18 લાખ વચ્ચે છે.

પરણિત માટે PMAY સ્કીમમાં શું : જો તમે પરણિત છો, તો આ સ્કીમનો લાભ ઉઠાવી શકો છો. આ યોજના માટે પતિ કે પત્ની માંથી કોઈ એક અરજી કરી શકે છે અથવા બંને મળીને સંયુક્ત રીતે અરજી કરી શકે છે. પતિ અને પત્ની અલગ અલગ આ યોજનાનો લાભ ઉઠાવવા માટે અરજી નથી કરી શકતા. જો પતિ અને પત્ની બંને કમાય છે, તો તે બંનેની આવક મળીને જ કેટેગરીના હિસાબે યોજનાનો ફાયદો મળશે. પતિ પત્નીને સિંગલ યુનિટ માનવામાં આવશે.

આ સ્કીમ દ્વારા કોઈ પણ ઈંડીવીજુઅલ 2.67 લાખ રૂપિયા સુધીની સબસીડીનો લાભ ઉઠાવી શકે છે. પતિ પત્ની જો સાથે લોન લે છે તો તેની ઉપર EMIનો બોજ પણ ઓછો પડશે અને ફાયદો પણ વધુ થશે.

કોણ ઉઠાવી શકે છે PMAY નો લાભ?

(1) અરજદારની ઉંમર 21 થી 55 વર્ષ હોવી જોઈએ

(2) અરજદારના નામ ઉપર દેશમાં ક્યાય પણ પહેલાથી કોઈ પાકું ઘર ન હોવુ જોઈએ

(3) કોઈ બીજી કેન્દ્રીય હાઉસિંગ સ્કીમ હેઠળ લાભ ન મેળવેલો હોવો જોઈએ

(4) કુટુંબમાં કોઈ પણ અપરણિત વ્યક્તિ એક અલગ અરજદાર તરીકે જોવામાં આવશે, એટલે તે આ સ્કીમ માટે યોગ્ય હશે

(5) EWS, LIG કેટેગરી માટે કોઈ મહિલાનું ઓનર કે કો-ઓનર હોવું ફરજીયાત છે,

PMAY માટે કેવી રીતે કરી શકો છો અરજી : (1) તમારે સત્તાવાર વેબસાઈટ http://pmaymis.govડોટin/ ઉપર જવું પડશે.

(2) અહિયાં તમામ જરૂરી જાણકારીઓ જેવી કે આધાર નંબર, આવકની જાણકારી પણ આપવી પડશે

(3) ડાઉનલોડ કરેલું ફોર્મ ભરીને તમારી બેંકમાં તમામ જરૂરી પેપર્સ સાથે જમા કરાવી દો

(4) PMAY હેઠળ જોડાયેલી કોઈ પણ બેંક માંથી તમે હોમ લોન માટે અરજી કરી શકો છો

(5) બેંક તમારી અરજીને સેન્ટ્રલ નોડલ એજન્સીને મોકલી આપશે, જેના દ્વારા તમને સબસીડી મળશે

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.