લગ્નના બે અઠવાડિયા પછી પાડોશીની એન્ટ્રીથી ખુલ્યું પત્નીનું એવું રહસ્ય, કે પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ

0
324

લગ્ન સાથે જોડાયેલા ઘણા અજીબોગરીબ કિસ્સા વિષે તમે સાંભળ્યું અને વાંચ્યું હશે, પણ હવે જે મામલો સામે આવ્યો છે તેને સાંભળીને એક ક્ષણ માટે તમે પણ ચકિત રહી જશો. હકીકતમાં, આફ્રિકી દેશ યુગાંડાના એક વ્યક્તિ ઇમામ મતૂંબાની નબૂકીરા નામની એક મહિલા સાથે મુલાકાત થઈ, તો તેમણે તેને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. મહિલાએ પણ તેને હા કહી દીધું અને બંનેના લગ્ન પણ થઈ ગયા. પણ થોડા દિવસ પછી પાડોશીની એન્ટ્રીથી ઇમામને કાંઈક એવું જાણવા મળ્યું, કે તે સાંભળ્યા પછી તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ.

મીડિયા રિપોર્ટ અનુસાર, ઇમામના પાડોશીએ એ વાતનો ખુલાસો કર્યો કે, તેમની પત્ની કોઈ મહિલા નહીં પણ પુરુષ છે. પાડોશીનો આરોપ હતો કે, ઈમામની પત્ની દીવાલ કૂદીને તેના ઘરમાં ઘુસી અને પછી ટીવી, કપડાં સહીત ઘણો બધો સામાન ચોરી કરી લીધો. એ પછી પાડોશીએ ઇમામને તેના વિષે જણાવ્યું અને સાથે જ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ પણ દાખલ કરાવ્યો.

પાછળથી ઇમામ અને તેમની પત્નીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા. તે સમયે મહિલા બનેલા પુરુષે હિજાબ અને સેન્ડલ પહેરી રાખ્યા હતા, એટલા માટે જેલમાં નાખતા પહેલા એક મહિલા પોલીસ કર્મચારી પાસે તેની તપાસ કરાવવામાં આવી, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો. તે મહિલા પોલીસ કર્મચારી પણ આ જાણીને ચોંકી ગઈ કે, જેને મહિલા સમજીને તે તપાસ કરી રહી છે, તે અસલમાં એક પુરુષ છે.

જયારે ઇમામને પોતાની પત્નીનું સત્ય ખબર પડી તો તે પણ ચકિત રહી ગયો. તેણે સપનામાં પણ એ વિચાર્યું ન હતું કે તેની સાથે આટલો મોટો દગો થઈ શકે છે. હકીકતમાં ઇમામને આ સત્ય એટલા માટે ખબર ન પડ્યું, કારણ કે તેની પત્નીએ એ સમયે તેમની સાથે શારીરિક સંબંધ બનાવવાની ના પાડી દીધી હતી. તેણે કહ્યું હતું કે તેના પીરિયડ્સ ચાલે છે.

તેમજ મહિલા બનેલા પુરુષ આરોપીએ ધરપકડ પછી જણાવ્યું કે, તેણે ઇમામ સાથે પૈસા માટે લગ્ન કર્યા હતા. ઇમામે જણાવ્યું કે, તે આરોપીને એક મસ્જિદમાં મળ્યો હતો અને તેને જોતા ન પ્રેમ થઈ ગયો હતો. એ પછી ઇમામે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને ‘હા’ માં જવાબ મળતા જ તેણે લગ્ન કરી લીધા. ઇમામનું કહેવું હતું કે, જ્યાં સુધી તેમના લગ્ન ન થઈ જાય, ત્યાં સુધી તે શારીરિક સંબંધ બનાવી શકતા ન હતા.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.