લગ્ન પહેલા દરેક છોકરીને જીવનમાંથી કાઢી નાખવી જોઈએ આ 6 વસ્તુ, નહીંતર સંબંધ તૂટી શકે છે

0
1054

જયારે માણસ લગ્ન કરવાનો નિર્ણય લે છે, તો તેની પાછળ ઘણા બધા કારણો હોય છે. હવે એ જરૂરી નથી કે, તમે પહેલી વખતમાં જ યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરવાનું નક્કી કરી લો. એટલે કે ઘણા લોકોનું લગ્ન પહેલા એકથી વધુ વખત બ્રેકઅપ પણ થઇ શકે છે. તેવામાં કોઈ નવા વ્યક્તિ સાથે સંબંધ બાંધવા અને સાસરીયે જતા પહેલા છોકરીઓએ પોતાના જીવનમાંથી થોડી ખાસ વસ્તુ કાઢી નાખવી જોઈએ. તેનાથી તમારું આવનારું જીવન સુખી રહે છે, અને સંબંધ પણ તૂટતા નથી.

૧. પૂર્વ બોયફ્રેન્ડની યાદો :

જો તમારું કોઈ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઇ ગયું છે અને તમે કોઈ બીજા વ્યક્તિ સાથે લગ્ન કરી સેટલ થવા જઈ રહ્યા છો, તો તે તમારી ફરજ બને છે કે તમે તમારા દિલમાંથી પૂર્વ પ્રેમીની તમામ યાદો કાઢી નાખો. એવું ન થવું જોઈએ કે લગ્ન પછી પણ તમને તેની યાદ આવે કે, તમે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરો. તેવામાં તમારા લગ્ન જોખમમાં પડી શકે છે.

૨. અજાણ્યા દોસ્ત :

ફેસબુક, ઈંસ્ટાગ્રામ, વોટ્સઅપ અને મોબાઈલના કોન્ટેક લીસ્ટમાંથી તે તમામ પુરુષ મિત્રોને કાઢી નાખો, જે એક સમયે તમારી પર લાઈન મારી રહ્યા હતા કે તમારા પૂર્વ પ્રેમી હતા. તેનું કારણ એ છે કે, લગ્ન પછી કે પહેલા જો તેમાંથી કોઈએ તમારા ફોટા ઉપર કોમેન્ટ કરી લીધો કે કોલ કર્યો, અને તમારા પતિને શંકા પડી ગઈ તો સંબંધ તૂટી શકે છે. તેવું પણ બની શકે છે કે, તે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા પતિ વિષે જાણી લે અને ઈર્ષાને કારણે જ તેના કાન ભરી દે. એટલા માટે એવા દોસ્તોને બ્લોક કે અનફ્રેન્ડ કરી દેવું સારું છે.

૩. લવ મેસેજીસ :

જો તમારા ફોન, ઈમેલ કે સોશિયલ મીડિયા ઉપર તમારા પૂર્વ બોયફ્રેન્ડ સાથે વાતચીતના કોઈ મેસેજ છે, તો તેને તમે ડીલીટ કરી દો. લગ્ન પછી જો ભૂલથી તમારા પતિ અંડરસ્ટેન્ડીંગ ન થયા તો ઘણા ઝગડા પણ થઈ શકે છે.

૪. લવ ગીફ્ટસ :

જો તમારી પાસે પૂર્વ બોયફ્રેન્ડની આપેલી કોઈ ભેંટ છે, તો તેને પણ ફેંકી દો. લવ લેટર્સ સાથે પણ એવું જ કરો. તેનાથી પૂર્વ પ્રેમીની યાદ પણ નહિ આવે અને તમારા પતિને પણ કાંઈ વધુ ખબર નહિ પડે.

૫. ખામીઓ :

દરેક માણસની અંદર કોઈને કોઈ ખામી જરૂર હોય છે. ખાવાનું બનાવતા ન આવડવું, વજન વધુ હોવું, ગુસ્સા ઉપર કાબુ ન હોવો, ઘરેલું કામકાજની ટેવ ન હોવી, આળસુ હોવું વગેરે થોડી ખામીઓ છે, જે સાસરીયામાં તમારા દુશ્મન બની શકે છે. એટલા માટે આ ખામીઓ દુર કરવા ઉપર કામ કરો. તેનાથી સાસરીયે જવાથી તમે એક આદર્શ વહુ બની શકશો.

૬. સીમકાર્ડ – એકાઉન્ટસ :

જો તમારા કોઈ એવા પ્રેમી છે કે દોસ્ત છે જે તમારી પાછળ પડી ગયા છે, અને તમને શંકા છે કે લગ્ન પછી પણ તે તમારો પીછો નથી છોડવાનો, અને તેને કારણે તમારા લગ્ન ઉપર ખરાબ અસર પડી શકે છે. તો તે સ્થિતિમાં તમે તમારો નંબર બદલાવી લો. તેની સાથે ધારો તો ઈમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ બદલી લો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.