વિડીયો : લગ્નને યાદગાર બનાવવા માટે એમ્બ્યુલન્સમાં પહોંચ્યું કપલ, પણ મામલો જરા ઉલટો પડી ગયો

0
641

આજના સમયમાં લોકો લગ્નને અલગ બનાવવા માટે અજીબોગરીબ કામ કરે છે. તમને કદાચ એ યાદ હશે કે, થોડા સમય પહેલા એક વરરાજો સ્કાઈ ડાઇવિંગ કરીને લગ્ન મંડપ સુધી પહોંચ્યો હતો. તેનો આ અતરંગી લગ્નનો વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. એટલે હવે હવામાંથી વરરાજાનું મંડપમાં આવવું સામાન્ય થઈ ગયું છે.

તો એવામાં કાંઈક નવું કરવાના ચક્કરમાં મલેશિયાના કપલે એવું કામ કરી નાખ્યું જેથી હાલના દિવસોમાં તેમની ખુબ આલોચના થઈ રહી છે. આ કપલે પોતાના લગ્નને દુનિયાની નજરોમાં થોડા અલગ બનાવવા માટે એમ્બ્યુલન્સની મદદ લીધી. એટલું જ નહિ એમ્બ્યુલન્સ સાથે દર્દી વાળી ફીલિંગનો અનુભવ કરવા માટે વરરાજો પોતાની નવવધુને સ્ટ્રેચર પર બેસાડીને લોકો વચ્ચે પહોંચ્યો.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, તે બંનેમાંથી કોઈ બીમાર ન હતું, તેમણે પોતાના લગ્નની થીમ એવી બનાવવા માટે આ બધું કર્યું. એની સાથે જ વરરાજો ડોક્ટરના યુનિફોર્મમાં અને કન્યા લગ્નના જોડામાં ચર્ચમાં પહોંચી. આ રીતે લગ્નમાં એન્ટ્રી લેવાનો તેમનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, નવવધૂના હાથમાં એક ફૂલોનો ગુલદસ્તો છે, અને એમના સિવાય બીજા થોડા લોકો પણ હોસ્પિટલ જેવા યુનિફોર્મમાં જોવા મળી રહ્યા છે. વિડીયોમાં આગળ જોઈ શકાય છે કે, કપલના સગા-સંબંધી પણ એમ્બ્યુલન્સમાં જ લગ્ન સમારોહમાં પહોંચતા જોવા મળી રહ્યા છે.

એક તરફ જ્યાં વર-વધુ અને બાકી લોકો ઘણા ઉત્સાહિત દેખાઈ રહ્યા છે, તો સોશિયલ મીડિયાની જનતાને આ રીત ગમી નથી. લોકોનું કહેવું છે કે, સ્ટ્રેચર અને એમ્બ્યુલન્સનો ઉપયોગ પોતાના મનોરંજન માટે કરવો કોઈ પણ રીતે યોગ્ય નથી. કોઈ પણ ઇમરજન્સી વાહનનો આ રીતે ઉપયોગ કરવો ખોટું છે.

સ્થાનીય સરકારે અજીબ ઘટનાની વિશેષ તપાસ શરૂ કરી દીધી છે, કે કોઈ આવું કઈ રીતે કરી શકે છે? આ ઘટના કુઆંટન (Kuantan) ક્ષેત્રમાં થઈ હતી અને એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ કોઈ સરકારી કાર્યક્રમ ન હતો.

ધ સ્ટારના એક રિપોર્ટમાં મંત્રાલયના નિવેદન મુજબ કહેવામાં આવ્યું છે કે, ઇમરજન્સી વાહન પ્રાઇવેટ એમ્બ્યુલન્સ હતી અને વરરાજાએ લગ્ન માટે તેને ભાડા પર લીધી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘વરરાજો એક સહાયક ચિકિત્સા અધિકારી (Assistant Medical Officer) છે, જેણે પોતાનું કમ્પલસરી પ્લેસમેન્ટ પ્રોગ્રામ પૂરો કરી લીધો છે. તે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને પોતાના લગ્નને યાદગાર બનાવવા માંગતો હતો.’

જુઓ વિડીયો :

આ માહિતી ફિકરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.