આ 5 અભિનેત્રીઓ લગ્નના વર્ષો પછી પણ છે નિઃસંતાન, 3 નંબર વાળીનું નામ સાંભળીને લાગી જશે આંચકો.

0
1407

મિત્રો “માં” શબ્દ ફક્ત એક અક્ષરનો છે પણ એની આગળ બીજા તમામ શબ્દો નાના લાગે છે. અને આપણા દેશમાં એવું કહેવામાં આવે છે કે, માં ના પગમાં જ આખી દુનિયા સમાયેલી હોય છે. માં અને બાળકના સંબંધથી ગાઢ અન્ય કોઈ બીજા સંબંધ નથી હોતા.

માં જ એવી વ્યક્તિ છે, જે બાળકના મનની વાત વગર જણાવ્યે સમજી જાય છે. તે પોતાના બાળકની બધી તકલીફોને પોતાની બનાવી લે છે. મિત્રો લગ્ન થઈ ગયા પછી કોઈ પણ મહિલા માટે ‘માં’ બનવાની ખુશી સૌથી મોટી ખુશી હોય છે. અને એક મહિલા પોતાને પૂર્ણ ત્યારે જ માને છે, જયારે તે માં બની જાય છે.

અને એ વાતમાં કોઈ શંકા નથી કે, એક માં પોતાના બાળકને નિસ્વાર્થ પ્રેમ કરે છે. એક બાળક પણ પોતાને માં ના ખોળામાં જ સૌથી વધારે સુરક્ષિત અનુભવે છે.

એવું કહેવામાં આવે છે કે, માં બનવાનું સુખ ભાગ્યશાળી મહિલાને જ મળે છે. જયારે એક માં પોતાના બાળકને જન્મ આપે છે, એ દરમ્યાન તેણે અસહનીય વેદના માંથી પસાર થવું પડે છે. અને તે સમયે થતી તેમની પીડાનો અંદાજો કોઈ પણ લગાવી શકતું નથી. પરંતુ માં બનવાનું આ સુખ દરેકને પ્રાપ્ત થતું નથી.

દુનિયામાં કેટલીક મહિલાઓ એવી પણ છે, જે કોઈ કારણોસર માં બની શકતી નથી. બોલીવુડમાં પણ આવી ઘણી અભિનેત્રીઓ છે, જેમના લગ્નને ઘણા વર્ષો થઇ ગયા છે પણ હજુ સુધી તે માં બની શકી નથી. અને આજના આ લેખમાં અમે તમે આવી જ અભિનેત્રીઓ વિષે જણાવવાના છીએ. તો આવો જોઈએ કે આ યાદીમાં કોના કોના નામ છે.

સંગીતા બિજલાની :

જાણકારી માટે જણાવી દઈએ કે, એક સમય એવો હતો કે જયારે સંગીતા બિજલાની અને સલમાન ખાન એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા. પણ કોઈ કારણ સર આ બંનેનો પ્રેમ સફળ થઇ શક્યો નહિ, અને તેમનું બ્રેકઅપ થઇ ગયું. પછી 14 નવેમ્બર 1996 ના રોજ સંગીતાએ ક્રિકેટર મોહમ્મદ અજહરુદીન જોડે લગ્ન કરી લીધા. હવે બંનેના છૂટાછેડા થઇ ગયા છે. પરંતુ લગ્નના 22 વર્ષ પછી પણ સંગીતા નિઃસંતાન હતી.

શાયરા બાનો :

આ યાદીમાં શાયર બાનોનું નામ પણ શામેલ છે. તે 60 ના દશકની પ્રખ્યાત અભિનેત્રી રહી ચુકી છે. એમણે વર્ષ 1966 માં દેશના મહાન અભિનેતા દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા હતા. અને શાયરા અને દિલીપની ઉંમરમાં 22 વર્ષનું અંતર છે. તે તેમનાથી 22 વર્ષ નાની છે. બંનેના લગ્નને આજે 52 વર્ષ થઇ ચુક્યા છે. પરંતુ આટલા વર્ષો પછી પણ તેમને કોઈ સંતાન થયું નથી.

શબાના આઝમી :

એ તો તમે બધા જાણો છો કે, શબાના આઝમી બોલીવુડની એક પ્રખ્યાત અભિનેત્રી છે. એમને વર્ષ 1984 માં દેશના મહાન સંગીતકાર જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા હતા. હાલમાં તેમના લગ્નને 35 વર્ષ પુરા થઇ ગયા છે, પણ શબાના આજ સુધી એક પણ બાળકની માં નથી બની શકી.

જયાપ્રદા :

આ યાદીમાં આગળનું નામ અભિનેત્રી જયાપ્રદાનું આવે છે. એમણે ફિલ્મ પ્રોડ્યુસર શ્રેકાન્ત નહાતા સાથે 22 જૂન 1986 ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને આજે 32 વર્ષ થઇ ચુક્યા છે, પરંતુ લગ્નના આટલા વર્ષો પછી પણ તેમને સંતાન સુખ મળ્યું નથી.

કિરણ ખેર :

મિત્રો જણાવી દઈએ કે, અભિનેત્રી કિરણ ખેરે વર્ષ 1985 માં ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેર સાથે લગ્ન કર્યા હતા. આમ તો મોટા પર્દા પર કિરણ ખેર માં નો રોલ ખુબ સારી રીતે નિભાવે છે. પરંતુ અસલ જિંદગીમાં લગ્નના આટલા વર્ષો પછી પણ અનુપમ ખેરથી તેમનું કોઈ સંતાન નથી.