આ 5 અભિનેતાઓ લગ્ન કર્યા વગર જ વૃદ્ધ દેખાવા લાગ્યા છે, ફોટા જોઈને ચોંકી જશો તમે. નંબર 5 પર છે સૌનો ફેવરેટ

0
2304

બોલીવુડના કલાકારોના અંગત જીવન વિષે એમના ફેન્સ ઘણું બધું જાણવા માંગતા હોય છે. પણ અમુક બાબતો એવી હોય છે કે જે એમના ફેન્સ માટે હંમેશા રહસ્ય જ બની રહે છે. સલમાન ખાન જેવા સ્ટારના ચાહકો આજે પણ એમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. પરંતુ સલમાન 52 વર્ષના હોવા છતાં પણ હજી કુંવારા છે.

તો જણાવી દઈએ કે, આ લિસ્ટમાં સલમાન ખાન એકલા નથી. બોલીવુડમાં બીજા પણ એવા અભિનેતાઓ છે, જેમણે હજુ સુધી લગ્ન નથી કર્યા. પરંતુ એમને જોઈને એવું લાગે છે એ હવે તે વૃદ્ધ થઈ ગયા છે. આજે અમે એવા જ અભિનેતાઓ વિષે જણાવશું. જે હજી કુંવારા છે પણ વૃદ્ધાવસ્થા એમની સામે પગ પેસરો કરી ચુકી છે.

1. અક્ષય ખન્ના :

અક્ષય ખન્નાએ આમ તો કોઈ ખાસ પ્રસિદ્ધિ મેળવી નથી. પણ એમના પિતા પોતાના જમાનાના સુપરસ્ટાર રહી ચુક્યા છે. એ વાત સાચી છે કે સુપરસ્ટાર વિનોદ ખન્નાનો પુત્ર અક્ષય ખન્ના પોતાના પિતા જેવું નામ નથી કમાઈ શક્યો. પરંતુ તે છતાં પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. છેલ્લે તે ફિલ્મ ધીશુમમાં જોવા મળ્યા હતા. અક્ષય 44 વર્ષના થઈ ગયા છે. પરંતુ, હજુ સુધી તેમણે લગ્ન નથી કર્યા. ચોંકાવવા વાળી વાત એ છે કે, લગ્ન કર્યા વગર હમણાં તે ઘણા વૃદ્ધ દેખાવા લાગ્યા છે.

2. સાદાબ ખાન :

આ યાદીમાં બીજું નામ આવે છે ‘રાજાકી આયેગી બારાત’, ‘રેફ્યુજી’ અને ‘બેતાબી’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા સાદાબ ખાનનું. તે પણ હાલ 45 વર્ષના થઈ ગયા છે. તેમને પણ આજ સુધી લગ્ન કર્યા નથી. લગ્ન વગર સાદાબ ખાન સંપૂર્ણ રીતે વૃદ્ધ દેખાય છે.

3. ઉદય ચોપડા :

ઉદયની વાત કરીએ તો એ પણ ફ્લોપ હીરો જ ગણાય છે. તે માત્ર ધૂમ સીરીઝમાં લોકોને ગમે છે. અને તે ધૂમ 3 પછી ગાયબ જ થઈ ગયા છે. હાલમાં જ તેમના થોડા ફોટા સામે આવ્યા હતા જેમાં તે સંપૂર્ણ રીતે બદલાયેલા નજર આવી રહ્યા છે. એમની ઉંમર 46 વર્ષ થઈ ગઈ છે. અને હવે તે ફિલ્મોમાં પણ દેખાતા નથી. તેમણે હજી સુધી લગ્નનો વિચાર નથી કર્યો. તે હાલમાં ખરાબ રીતે વૃદ્ધ દેખાવા લાગ્યા છે.

4. હરમન બાવેજા :

આ યાદીમાં આગળનું નામ છે હરમન બાવેજાનું. તે ‘વોટ્સ યોર રાશિ’ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યા છે. અને પ્રિયંકા ચોપડાના સાથે એમનું અફેયર પણ રહ્યું છે. તેમજ ડેબ્યું સમયે એમનો લુક હ્રિતિક રોશન જેવો રહ્યો હતો. છતાં પણ ફ્લોપ હીરો સાબિત થયા છે. હાલમાં તે ફક્ત 38 વર્ષના છે. જણાવી દઈએ કે, હજી પણ તેમને લગ્નનો વિચાર નથી આવ્યો. તે હાલમાં ઘણા બદલાય ગયા છે અને વૃદ્ધ દેખાવા લાગ્યા છે.

5. સલમાન ખાન :

સૌના ફેવરેટ અને મોટી ઉંમરના બેચલર ગણાતા સલમાન ખાનના લગ્ન આજ સુધી એમના ફેન્સ માટે એક કોયડો બની રહ્યો છે. વારંવાર એમના લગ્નના સમાચાર મીડિયામાં આવતા રહે છે, પરંતુ દરેક વખતે તે એક અફવા જ બની જાય છે. તે આજે બોલીવુડના સૌથી મોટા સુપરસ્ટાર છે. એમની દરેક ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણીનો નવો રેકોર્ડ બનાવે છે. એમની ઉંમર 53 વર્ષ થઈ ગઈ છે. પરંતુ હજી પણ એમના લગ્નની કોઈ ખબર નથી. પરંતુ એમના ફેન્સને આજે પણ એમના લગ્ન થવાની પુરે પુરી આશા છે.