લડાકુ વિમાન રાફેલના પાર્ટ બનાવવાનું શીખશે 30 હજાર યુવાનો, સરકાર આપશે ટ્રેનિંગ.

0
413

ભારતનું લશ્કર વિભાગ ઘણું વિશાળ છે, અને હોય જ ને આટલો મોટો દેશ છે. તેનું સંરક્ષણ ક્ષેત્ર પણ એટલું જ વિશાળ હોવું જરૂરી છે. અને તેમાં અવાર નવાર નવા નવા હથીયારો અને જવી ટેકનોલોજી વાળા સાધનો લાવવાની જરૂરિયાત રહે છે, અને વિશ્વમાં સંરક્ષણ ક્ષેત્રની બાબતમાં ભારત ઘણું આગળ છે. અને તેની પાછળ નાણાકીય જરૂરિયાત પણ ઘણી રહે છે. અને નવા નવા સાધનો વસાવવા પડે છે, આવો જ એક સોદો છે. જેના વિષે આજે આપણે જાણીશું.

રફેલની કંપની દર્સોએ આઈટીઆઈ નાગપુર સાથે કર્યો સોદો :-

મંત્રી નિર્મલા સિતારમને કહ્યું કે રાફેલ લડાકુ વિમાન સોદાની ખરીદીના ઓફસેટ કરારથી ભારતના યુવાનોને મોટો ફાયદો થશે. તેમણે જણાવ્યું કે આ કરાર હેઠળ રફેલ જેટ બનાવતી કંપની લગભગ ૩૦ હજાર યુવાનોના કૌશલ્યનો વિકાસ કરશે અને તેને રફેલના પાર્ટ બનાવવા માટે તાલીમબદ્ધ કરશે. આ તાલીમનું આયોજન સરકારની મદદથી કરવામાં આવશે.

રફેલ સોદામાં કોઈને નથી આપવામાં આવી નાણાકીય મદદ : સિતારમણ :-

તેમને કહ્યું આ સોદામાં કોઈને કોઈ પણ પ્રકારની નાણાકીય મદદ પૂરી પાડવામાં આવી નથી. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ વખતે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સિતારમણે આડકતરી રીતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના તે આરોપ તરફ ઈશારો કરી એ વાત કહી. જેમાં કોંગ્રેસ નેતા એ કહ્યું હતું કે વિમાન સોદામાં ઉદ્યોગપતિ અનીલ અંબાણીને ફાયદો અપાવવા માટે તેને ઓફસેટ કરાર હેઠળ અબજો ડોલરનો સોદો કરવામાં આવ્યો. નાણામંત્રીએ જણાવ્યું કે તેના વિષે બધાની સામે કરાર કરવામાં આવ્યો છે. જેમાં તે વાતનુ સંપૂર્ણ વિવરણ છે કે આફેલ જેટ નિર્માતા દર્સા કરાર હેઠળ શું શું કરશે.

આઈટીઆઈ નાગપુર સાથે ફીટરની તાલીમ આપશે દર્સા :-

આ કાર્યક્રમ દરમિયાન ફ્રાંસની કંપનીદર્સા એવીયેશને આઈટીઆઈ નાગપુર સાથે એયરોસ્ટ્રકચર (વિમાન બનાવટ) ફીટરનો તાલીમ કાર્યક્રમ ચલાવવા માટે સોદા ઉપર હસ્તાક્ષર કર્યા. નાણા મંત્રીએ તે દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું કે રાફેલ ઉપર થયેલી ચર્ચા વિષે તમે બધા જાણો છો. તેમાં કોઈને કોઈ પૈસા આપવામાં આવ્યા નથી. તેમણે જણાવ્યું કે ઓફસેટ દ્વારા મળતા ધનનો ઉપયોગ તાલીમ કાર્યો માટે છે અને તે બાબતે દર્સા સાથે સોદા ઉપર હવે સહી સિક્કા કરવામાં આવ્યા છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.