ક્યારેક મજુર હતી, હવે સોલાર લાઈટ બનાવી રહી છે આ મહિલાઓ, ટાટાએ પણ આપ્યો આટલી લાઈટનો ઓર્ડર.

0
4557

આજનો સમય ઇલેક્ટ્રોનિકનો છે, આજના સમયમાં ઇલેક્ટ્રિકની રોજ નવી નવી વસ્તુ બજારમાં આવતી રહે છે, અને લોકોને દરરોજ નવી વસ્તુ મળી રહે છે, આવી જ એક વસ્તુ છે સોલાર લાઈટ, જે કિંમતમાં અને વાપરવામાં ઘણી સુવિધાજનક રહે છે. આવી જ સોલાર લાઈટો ઝારખંડમાં મહિલાઓ બનાવી રહી છે અને પોતે રોજગારી મેળવી રહી છે.

આ મહિલાઓ ઓરમાંઝી પ્રખંડની છે, અત્યાર સુધી ૧૫ મહિલાઓ ૨૦૦૦ લાઈટ બનાવી ચુકી છે.

એક સોલાર લાઈટ બનાવવામાં ખર્ચ ૯૫ રૂપિયા, કિંમત રહેશે ૧૨૦ રૂપિયા

ઓરમાંઝી પ્રખંડની ૧૫ મહિલાઓ દેશ-દુનિયા માટે એક ઉદાહરણ રૂપ બની ગઈ છે. એક સમયે મજુરી કરવા વાળા આ હાથ મિકેનિક બની આજે સોલર લાઈટ બનાવી રહ્યા છે. ઓરમાંઝીના મોડલ ટ્રેનીંગ સેન્ટર માંથી મળેલી તાલીમથી સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાયેલી આ મહિલાઓ અત્યાર સુધી ૨૦૦૦ સોલર લાઈટ બનાવી ચુકી છે.

બે કંપનીઓ માંથી ૩૦ હજાર સોલર લાઈટનો ઓર્ડર મળ્યો છે. તેમાં ૨૦ હજાર સોલર લાઈટનો ઓર્ડર ટાટા સ્ટીલ કંપનીએ આપ્યો છે. એમઓયુ થવાના બાકી છે. આ બધું તંત્રના સહયોગથી શક્ય બન્યું છે. એક લાઈટ બનાવવાનો ખર્ચ ૯૫ રૂપિયા છે. બજારમાં કિંમત ૧૨૦ રૂપિયા છે. લાઈટમાં લગાવવામાં આવતા ટ્રાંસફોર્મર પણ મહિલાઓ જાતે જ બનાવી રહી છે. એલઈડી બલ્બ, સોલર પ્લેટ અને બોડી હૈદરાબાદથી મગાવવામાં આવે છે. કેપેસીટર, ટાંજીસ્ટર અને રજીસ્ટેંસ કલકતા અને દિલ્હીથી લાવવામાં આવે છે.

૬ મહિનાની ગેરંટી, તૂટતી પણ નથી, પાણીની અંદર સળગે છે.

આ લાઈટ ઊંચાઈથી પડવા છતાંપણ તૂટતી નથી. તેને વોટર પ્રૂફ પણ બનાવવામાં આવી છે. ટ્રેનર શ્યામ પ્રજાપતિના જણાવ્યા મુજબ કોઈ વ્યક્તિ પાણીમાં પણ આ લાઈટને લઈને ચાલી જાય તો તે સળગતી રહેશે. છ મહિનાની ગેરંટી પણ છે. સોલર પેનલ આ લાઈટની બ્રેસ પ્લેટ ઉપર લાગેલી છે. ચાર્જ કરવા માટે તેને ઉલટાવીને કોઈ બોટલમાં મૂકી શકાય છે. ૪૫ મીનીટમાં એક લાઈટ બને છે. મહિલાઓ રોજ ૪૦૦ રૂપિયા કમાઈ રહી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.