ક્યાંક તમે પણ નથી કરતાને કેલ્શિયમ અને વિટામિન ડીનું એક સાથે સેવન, કરતા હોય તો થઇ જાઓ સાવધાન.

0
929

હ્રદય સંબંધી રોગ કોઈ બીજા કારણોને લીધે પણ થઇ રહ્યા હોય પરંતુ અમારૂ મંતવ્ય એવું જણાવે છે સપ્લીમેંટ અને હ્રદય રોગો વચ્ચે કોઈને કોઈ સંબંધ જરૂર છે.

શરીરમાં પોષક તત્વોની ખામીને પૂરી કરવા માટે લોકો હંમેશા વિટામીન, મિનરલ (ખનીજ પદાર્થ) સહીત ઘણા બીજા પ્રકારના સપ્લીમેંટનો આશરો લે છે, પરંતુ હાલમાં જ થયેલા ઘણા અધ્યયનોમાં શોધકર્તાઓએ જાણ્યું છે કે સપ્લીમેંટ હ્રદયના આરોગ્ય માટે ઘણું ખતરનાક પણ છે. આરોગ્ય પત્રિકા ‘એનલ્સ ઓફ ઈંટરનલ મેડીસીન’ માં પ્રકાશિત અધ્યયન મુજબ કેલ્શિયમ અને વિટામીન ‘ડી’ નું સંયોજન સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે.

આ અધ્યયનના લેખક અને વેસ્ટ વર્જીનીયા યુનીવર્સીટીના આસિસ્ટન્ટ પ્રોફેસર સફીયુ ખાને જણાવ્યું કે આમ તો, હજુ સુધી વિટામીન ‘ડી’ અને કેલ્શિયમને અલગ અલગ લેવાથી આરોગ્ય ઉપર અસર પડવાના કોઈ પણ સાબિતી નથી. બની શકે છે. હ્રદય સંબંધી રોગ કોઈ બીજા કારણોને લીધે પણ થઇ રહ્યા હોય, પરંતુ અમારું વિશ્લેષણ એ જણાવે છે સપ્લીમેંટ અને હ્રદય રોગો વચ્ચે કોઈને કોઈ સંબંધ જરૂર છે. તેમણે જણાવ્યું કે સપ્લીમેંટ હ્રદય રોગોનું જોખમ ઓછું કરવાને બદલે ઘણું વધારી દે છે, જેથી લોકોના મ્રત્યુ પણ થઇ જાય છે.

આ અધ્યયન માટે શોધકર્તાઓએ દુનિયાભર માંથી ૯૯૨,૧૨૯ પ્રતિયોગીઓનો ડેટા એકઠો કરી તેનું વિશ્લેષણ કર્યું. જેમાં એ જાણવા મળ્યું કે ઓછા મીઠા વાળું ભોજન, ઓમેગા-૩ ફેટી એસીડ, સપ્લીમેંટ શરીરને નુકશાન પહોચાડી શકે છે. અમેરિકાની જોન હોપકીંસ યુનીવર્સીટી સ્કુલ ઓફ મેડીસીનના એરિન મેકોસે જણાવ્યું કે લોકોએ પોતાના શરીર માટે પોષક તત્વોની ખામીને પૂરી કરવા માટે વિટામીન અને સપ્લીમેંટ લેવાને બદલે પોતાના ખાવાપીવા ઉપર ધ્યાન આપવું જોઈએ. જો તે પોતાના ખોરાકમાં સ્વસ્થ ભોજન લેશે તો ચોક્કસ તેણે સપ્લીમેંટ લેવાની જરૂર જ નહિ પડે.

તેમણે કહ્યું કે અધ્યયન દરમિયાન જાણવા મળ્યું કે સપ્લીમેંટ લેવા વાળા યુવાન વર્ગની સંખ્યા સર્વાધિક છે, જો કે ચિતાનો વિષય પણ છે. તેમણે કહ્યું કે વર્તમાનમાં લોકોની જીવનશૈલી ઘણી બદલાઈ ગઈ છે, જેને કારણે લોકો સંતુલિત આહાર નથી લઇ શકતા અને બીમાર પડી જાય છે. તેનાથી દુર રહેવા માટે ઘણી વખત લોકો સપ્લીમેંટનો આશરો લે છે. પરંતુ તે શરીર માટે ઘણું ઘાતક સિદ્ધ થઇ શકે છે. તેમણે જણાવ્યું કે જેટલું બની શકે એટલો તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

કેલ્શિયમ સાથે વિટામીન ‘ડી’ લેવું બની શકે છે ખતરનાક

લગભગ દસ લાખ લોકો ઉપર કરવામાં આવેલી શોધથી એકઠા કરવામાં આવેલા ડેટાના વિશ્લેષણમાં સામે આવ્યું કે વિટામીન ‘ડી’ સાથે કેલ્શિયમ લેવાથી હ્રદય ઉપર વિપરીત અસર પડી શકે છે. તેનાથી શરીરમાં લોહીના ગઠ્ઠા જામવાની ક્રિયા સામાન્યથી વધારે વધી જાય છે અને ધમનીઓ પણ કડક થઇ જાય છે. તેવામાં વ્યક્તિને સ્ટ્રોક થવાનું જોખમ પણ કેટલાય ગણું વધી જાય છે. તે ઉપરાંત વિટામીન ‘એ’, ‘બી’, ‘સી’, ‘ડી’, ‘ઈ’ કે એન્ટીઓક્સીડેંટ આયરન લેવાથી પણ હ્રદયનાં આરોગ્ય ઉપર કોઈ સકારાત્મક અસર નથી પડતી.

ઘણા પ્રકારની ડાયટ પણ નકામી :-

શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરવા અને હ્રદયરોગના જોખમથી બચવા માટે ઓછા ચરબીવાળું ભોજનની ભલામણ કરવામાં આવે છે. પરંતુ ડો. ખાન અને તેની ટીમ ઓછી ચરબીવાળું ભોજન લેવાથી હ્રદયના સ્વસ્થ રહેવાના કોઈ પુરાવા મળ્યા નથી. તે પહેલા પણ ઘણા નિષ્ણાંતો હ્રદયને સ્વસ્થ રાખવા માટે ઓછી ચરબી વાળું ભોજન લેવાનું નકારી ચુક્યા છે. હ્રદય સંબંધી બીમારીઓના જોખમ સામે ઝઝૂમી રહેલા લોકોએ માખણ, મટન, ચીજ વગેરેથી દુર રહેવાની સલાહ આપવામાં આવે છે.

થોડા સપ્લીમેંટ ફાયદાકારક પણ :-

શોધકર્તાઓના જણાવ્યા મુજબ ફોલિક એસીડ અને માછલીઓમાં મળી આવતા ઓમેગો-૩ ફેટી એસીડનું સપ્લીમેંટ હ્રદયના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે. ફોલિક એસીડથી જ્યાં સ્ટ્રોકનું જોખમ ઓછું રહે છે અને ઓમેગા-૩ ફેટી એસીડ હ્રદયની ઘણી બીમારીથી બચવામાં મદદરૂપ છે. તે ઉપરાંત ઓછા મીઠા વાળો ખોરાક પણ હ્રદય રોગીઓ માટે ફાયદાકારક છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.